McDonald’s Style ની અને એનાથી પણ સારી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ આ રીતે ઘરે જ બનાવો.

0

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજના આ લેખમાં તમે શીખશો McDonald’s Style માં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવતા અને એ પણ ઘરે. અને ફ્રેન્ચ ફ્રાઈસ એવી વસ્તુ છે જે, નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિ દરેકને ઘણી પસંદ હોય છે. આમ તો તમે McDonald’s માં ઘણા પૈસા આપીને ફ્રેન્ચ ફ્રાઈસ ખાતા હસો, પણ ત્યાં પૈસા વેડફ્યા વિના ઘરે જ એનાથી સારી અને ઓછા પૈસામાં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી શકાય છે. એને બનાવવાની રીત જાણવા માટે આખો લેખ વાંચજો.

આની રીત તમે સૌથી નીચે રહેલા વીડિયોમાં પણ જોઈ શકો છો.

જરૂરી સામગ્રી :

3 લાંબા બટાકા,

2 મોટી ચમચી મકાઈનો લોટ,

સ્વાદ અનુસાર મીઠું.

બનાવવાની રીત :

ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે સૌથી પહેલા બટાકાને છોલી કાઢો. પછી એને ફ્રેન્ચ ફ્રાઈસ કટરથી કાપી નાખો. (જો તમારી પાસે એ કટર ન હોય, તો તમે ચપ્પુથી બટાકાને લાંબા કાપી નાખો, જેચી રીતે ફ્રેન્ચ ફ્રાઈઝમાં આવે છે તેવી રીતે.) બટાકાને કાપીને તરત તેને એક બાઉલમાં ઠંડા પાણીમાં મૂકી દો.

ત્યારબાદ એક તપેલી લઇ તેમાં પાણી ગરમ કરી તેમાં બટાકા નાખી દો, અને તેને 3 થી 4 મિનિટ ધીમા ગેસે ગરમ કરવા મુકો. ત્યારબાદ તેને ગરણી વડે પાણીમાંથી કાઢી લો. હવે તેને એક બાઉલમાં લઈ તેના ઉપર ઠંડુ પાણી નાખી દો. ત્યારબાદ બટાકાને એ પાણી માંથી કાઢીને એક રૂમાલ ઉપર નાખી દો, જેનાથી જે પાણી બટાકામાં હોય તે નીકળી જાય. ત્યારબાદ તેને એક પ્લેટમાં લઇ તેની ઉપર મકાઈનો લોટ નાખી દેવો અને તેને બટાકા સાથે મિક્ષ કરી દેવો.

હવે સમય છે એને તળવાનો. તો એના માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેને થોડા થોડા કરી 2 થી 3 મિનિટ ફ્રાઈ કરી નાખો. (કારણકે તેને બે વખત ફ્રાઈ કરવાની છે.) જયારે બધા બટાકા ફ્રાઈ થઇ જાય પછી, જે બધા કરતા પહેલા ફ્રાઈ કરેલા બટાકા છે એને ફરી એકવાર ફ્રાઈ કરવાના છે. અને જ્યાં સુધી તે ક્રિસ્પી અથવા ગોલ્ડન બ્રાઉન કલર ના નહિ થઇ જાય, ત્યાં સુધી તેને ફ્રાઈ કરવાના છે.

એને ફ્રાઈ કર્યા બાદ એક પ્લેટમાં લઇ લેવાના છે. જયારે તે ગરમ હોય ત્યારે તેની ઉપર થોડુંક સ્વાદ અનુસાર મીઠું અને કાળા મરીનો પાઉડર નાખી શકો છો. તમે તમારા મુજબ ફ્રાઈ થયા બાદ તેના ઉપર કોઈ પણ મસાલો નાખી શકો છો. ત્યારબાદ તેને હલાવી દેવાની છે. હવે તમારી ફ્રેન્ચ ફ્રાઈસ બનીને તૈયાર છે.

વીડિયો દ્વારા શીખવા નીચેનો વીડિયો જુઓ :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.