MG હેક્ટરે રેકોર્ડ બનાવ્યો એક જ દિવસમાં થઈ આટલી ગાડીઓની ડિલિવરી

0

કાર ઉત્પાદક કંપનીઓ નવી નવી કાર માર્કેટમાં લોન્ચ કરતી રહે છે. અને તમને થોડા થોડા સમયે નવી નવી કરો જોવા મળતી રહે છે. અને થોડા સમય પહેલા ભારતમાં એમજી મોટર(MG Motor) નામની કંપનીએ પોતાની નવી કાર લોન્ચ કરી છે. અને એને ઘણો સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ગયા મહિને 27 જૂને લોન્ચ એમજી મોટરની લોન્ચ થયેલી એસયુવી કાર એમજી હેક્ટર લોકોને સપંદ આવી રહી છે.

જણાવી દઈએ કે, આ કાર દેશની પહેલી ઈન્ટરનેટ કનેક્ટેડ એસયુવી કાર છે. અને આ કાર માટે અત્યાર સુધી 13 હજારથી વધુ બુકિંગ થઈ ગયા છે, જેના પરિણામે હેક્ટરનો વેઇટિંગ પિરિઅડ સાત મહિના સુધી પહોંચી ગયો છે. અને કંપનીને પણ અંદાજો ન હતો કે એમને ભારતમાં આટલું બુકિંગ મળશે. કંપનીના જણાવ્યા અનુસાર કંપનીના પ્લાન્ટમાં હેક્ટરની ઉત્પાદન ક્ષમતા દર મહિને ફક્ત 2,000 એકમ જ છે.

અને એમજી કંપનીના હેક્ટર મોડલ માટે ખુશીની વાત એ છે કે, કેરળના એક ડીલરે એક જ દિવસમાં 30 હેક્ટર કારની ડિલિવરી કરી. અને હવે હેક્ટરે નવો રેકોર્ડ બનાવ્યો છે. કારણ કે, આ સેગમેન્ટમાં એક દિવસમાં આટલી વેચાનારી આ પહેલી ગાડી બની ગઈ છે. આ પહેલાં અત્યાર સુધી કોઈ કારને આ સિદ્ધિ નથી મળી.

હેક્ટરનાં સ્પેશિફિકેશનની વાત કરીએ તો, આ કાર પેટ્રોલ, ડીઝલ અને હાઈબ્રીડ એમ ત્રણ શ્રેણીમાં મળે છે. તેમજ તે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને વેરિયન્ટ ઉપલબ્ધ છે. એમાં ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સવાળા મોડલની ડિમાન્ડ વધારે છે. આ મોડલ 1.5 લિટર એન્જિનમાં આવે છે. તેમજ તેનાં ટોપ વર્ઝન શાર્પની ડિમાન્ડ સૌથી વધારે છે, જેની એક્સ શો રૂમ કિંમત 16.78 લાખ રૂપિયા છે.

એમજીની હેક્ટર કારના ત્રણ એન્જિન ઓપ્શનસમાં 1.5 લિટર પેટ્રોલ અને હાઇબ્રિડ અને 2.0 લિટર ડીઝલ એન્જિન સાથે આવે છે. હેક્ટરની માઈલેજની વાત કરીએ તો, હાઇબ્રિડમાં 15.81 કિમી પ્રતિ લિટર, પેટ્રોલ મોડલમાં 14.16 કિમી પ્રતિ લિટર અને 13.96 કિમી પ્રતિ લિટર માઇલેજ મળે છે. જ્યારે તેનાં 2.0 લિટર ડીઝલ એન્જિનની માઇલેજ 17.41 કિમી પ્રતિ લિટર જણાવવામાં આવી રહી છે. આ કારના માપની વાત કરીએ તો, એની લંબાઈ 4,655 mm, પહોળાઈ 1,835 mm, ઉંચાઈ 1,760 mm અને તેનું વ્હીલબેઝ 2,750,mm છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 192 mm છે.

આ કારમાં 25 કરતા વધારે સ્ટાન્ડર્ડ સેફટી ફીચર્સ, 50 કરતા વધારે કનેક્ટેડ કાર ફીચર્સ, ઈન બીલ્ટ વોઇસ આસિસ્ટન્ટ, 10.4 ઈંચ ડિસ્પ્લે સ્ક્રીન તેમજ અન્ય ઘણા ફીચર્સ ઉપલબ્ધ છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.