મિશન ચંદ્રયાન 2 ના સમાચારો વચ્ચે ટ્રોલ થઇ આલિયા ભટ્ટ, યુઝર્સે લગાવ્યા આ ગંભીર આરોપ.

0

જ્યાં એક તરફ ચંદ્રયાન-૨ની ઐતિહાસિક સફળતાની આશા આ વખતે પૂરી નથી થઇ શકી, તો તે બીજી તરફ આલિયા ભટ્ટને એક વિશેષ એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવી છે, જેને કારણે જ યુઝર્સે ટીકા કરી. ચંદ્રયાન-૨ ના સમાચારો વચ્ચે આલિયા ભટ્ટને એવોર્ડ માટે નોમીનેટ કરવું, ફેન્સને પસંદ ન આવ્યું અને સોશિયલ મીડિયા ઉપર જોરદાર ટીકા કરવામાં આવી.

એટલું જ નહિ, આલિયા ભટ્ટ સહીત કોઈને એ ખબર ન પડી કે ખરેખર તેને કેમ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે? ખરેખર આ એવોર્ડમાં તેની શું ભૂલ હતી? જે તેને લોકો ટ્રોલ કરી રહ્યા છે. ચંદ્રયાન-૨ની ઐતિહાસિક સફળતાની આશા વચ્ચે યુઝર્સે આલિયા ભટ્ટને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. ચંદ્રયાન-૨ના સમાચાર વચ્ચે અચાનક એવું બન્યું કે લોકોએ ચંદ્રયાન-૨ સાથે આલિયાને જોડીને ટ્રોલ કરવા લાગ્યા. જે જોઇને અભિનેત્રી પણ દંગ રહી ગઈ.

ખાસ કરીને અભિનેત્રી આલિયા ભટ્ટને પીપુલ્સ ચ્વાઈસ એવોર્ડસ માટે ‘દ મોસ્ટ ઈંસ્પાયરીંગ વુમન ઓફ ૨૦૧૯’ કેટેગરી માટે નોમીનેટ કરવામાં આવી છે, જો કે તેના માટે કોઈ આનંદથી ઓછું ન હતું, પરંતુ વાત ઉલટી જ પડી ગઈ.

આલિયા ભટ્ટને પીપુલ્સ ચ્વાઈસ એવોર્ડસ માટે ‘દ મોસ્ટ ઈંસ્પાયરીંગ વુમન ઓફ ૨૦૧૯’ માટે નોમીનેટ કરવામાં આવી છે. જો કે તેમના માટે ઘણું મોટું સન્માન છે. આલિયા આ એવોર્ડ માટે ઘણી વધુ ઉત્સુક છે, પરંતુ તેમની ખુશી ઉપર ગ્રહણ સોશિયલ મીડિયાના યુઝર્સે લગાવી દીધું, ત્યાર પછી અભિનેત્રીને પણ આઘાત લાગ્યો. આલિયા ભટ્ટને આ એવોર્ડ માટે હાલમાં માત્ર નોમીનેટ કરવામાં આવી છે, પરંતુ છતાંપણ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું.

તે કારણે જ ટ્રોલ થઇ આલિયા

યુઝર્સે આલિયા ભટ્ટને ટ્રોલ કરતા લખ્યું કે આલિયા ભટ્ટ પીપુલ્સ ચ્વાઈસ એવોર્ડસ માટે ‘દ મોસ્ટ ઈંસ્પાયરીંગ વુમન ઓફ ૨૦૧૯’ની નોમીનેટ થઇ છે, પરંતુ સાઈના, પીવી સંધુ, સાનિયા મિર્ઝા, હિમાં દાસ, જેવી સ્પોર્ટ્સ મહિલાઓ, કે પછી ચંદ્રયાન ઈસરોની મહિલા વૈજ્ઞાનિક કેમ નહિ? એટલે કે સ્પષ્ટ છે કે લોકો ઈચ્છે છે કે એક વખત આ એવોર્ડ આ મહિલાઓ માંથી કોઈ એકને મળે, પરંતુ તેના માટે નોમીનેટ માત્ર આલિયા ભટ્ટને કરવામાં આવી છે, જેને કારણે જ સોશિયલ મીડિયા ઉપર લોકોનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

રણબીરને ડેટ કરી રહી છે આલિયા

બોલીવુડની ચૂલબુલી ગર્લ આલિયા ભટ્ટ આ દિવસોમાં રણબીર કપૂરને ડેટ કરી રહી છે. રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ રજાઓ મનાવવા ગયેલી છે, જેને કારણે જ બંને સમાચારોમાં છવાયેલા છે. આ દિવસોમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના સમાચાર પણ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે, પરંતુ હાલમાં બંનેએ તે મુદ્દા ઉપર મૌન રાખ્યું છે. તે ઉપરાંત રણબીર કપૂરના પપ્પા ઋષિ કપૂરની સ્વદેશ માંથી પાછા ફરવાની રાહ જોવામાં આવી રહી છે, ત્યાર પછી જ વેડિંગ ડેટ ફાઈનલ થઇ શકે છે અને પછી બંને એકબીજાના હંમેશા માટે બની જશે.

આ માહિતી ન્યુઝટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.