મોંઘા પડ્યા લગ્ન જયારે ઘરે આવી ગઈ આવી કન્યાઓ, જેમણે ઘૂંઘટ ઉઠાવતા જ આપી દીધું જીવનભરનું દુઃખ

0

લગ્ન પ્રસંગ પૂર્ણ થયા પછી યુવક અને યુવતી જીવનના નવા આધ્યાયમાં પ્રવેશ કરી જાય છે, જ્યાં બધું જ નવું હોય છે. જવાબદારીઓ નવી હોય છે, સંબંધો પણ નવા હોય છે અને ડર પણ નવો હોય છે. જો બધું સારું રહ્યું તો જીવનના પાટા ઉપર પરણિત ગાડી ચાલી જાય છે. પરંતુ જો કાંઈક ગડબડ થઇ તો સંપૂર્ણ સર્વનાશ થઇ જાય છે.

સામાન્ય રીતે એવી માન્યતા છે કે કોઈ સંબંધ બગડવાનું કારણ પુરુષ હોય છે, પરંતુ ઘણી વખત મહિલાઓ આ પવિત્ર સંબંધોમાં ડાઘ લગાવવાનું કામ કરે છે. તેમાંથી એક હોય છે લુટેરી વહુઓ જે લોકોને પોતાની જાળમાં ફસાવીને તેનું સંપૂર્ણ લુટીને લઇ જાય છે. અમારી આ વાતમાં કાંઈક એવી જ લુટેરી વહુઓ વિષે વાંચો.

સુહાગના સ્ટેજ ઉપર એન્જીનીયરની હત્યા કરી ભાગી ગઈ હતી લુટેરી વહુ

આગ્રા ત્રણ વર્ષ પહેલા એન્જીનીયર નિર્મલ સોલંકીની હત્યા કરી દેવામાં આવું હતી. આરોપ તારા નામની મહિલા ઉપર લાગ્યો હતો. એન્જીનીયરે મહિલા સાથે લગ્ન કર્યા હતા. સુહાગના સ્ટેજ ઉપર તેણે એન્જીનીયરને દુધમાં ઝેર ભેળવીને પીવરાવી દીધું હતું. તેથી તેનું મૃત્યુ થઇ ગયું હતું. વહુ ઘરેણા અને બીજી વસ્તુ ભેગી કરીને ભાગી ગઈ હતી. પોલીસ ટુકડી વહુની શોધમાં ઉત્તરાખંડ ગઈ હતી. ઘણા જીલ્લામાં શોધખોળ કરી હતી. ત્યાર પછી પોલીસ આરોપી લુટેરી વહુ સુધી પહોચી શકી હતી. તેને જેલમાં મોકલી દેવામાં આવી હતી.

જેના માટે બે પત્નીઓને છોડી, તે સાત ફેરા લેતા જ બની ગઈ ‘લુટેરી વહુ’

બોલીવુડ ફિલ્મ ડોલી કી ડોલીની સ્ટોરી ઉપર રૂડકીમાં પણ લુટેરી વહુએ એક વ્યક્તિને પોતાની જાળમાં ફસાવી લીધો અને એક રાત માટે તેની વહુ બનીને આખા ઘરનો સમાન લઈને ભાગી ગઈ. વ્યક્તિએ લુટેરી વહુના ચક્કરમાં પોતાની પહેલાની બે પત્નીઓને પણ છોડી દીધી હતી. હવે તે પત્નીઓએ વ્યક્તિને અપનાવવાની ના કહી દીધી છે. પીડિત કોતવાલીના ધક્કા ખાઈને લુટેરી વહુની શોધની આશા રાખી રહ્યો છે. પોલીસ કેસની તપાસમાં લાગી છે.

રૂડકીની સિવિલ લાઈન્સ કોતવાલી વિસ્તારમાં આવેલા એક ગામના રહેવાસી વ્યક્તિને બે પત્નીઓ હતી. લગભગ ૧૫ દિવસ પહેલા તેની મુલાકાત નજીબાબાદ વિસ્તારના એક ગામની રહેવાસી યુવતી સાથે થઇ. આરોપ છે કે યુવતીએ તેને પોતાની જાળમાં ફસાવી લીધો.

ત્યાર પછી યુવતીએ તેની સામે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો. તેની વાતોમાં આવીને વ્યક્તિ લગ્ન કરવા તૈયાર થઇ ગયો. વ્યક્તિના ત્રીજા લગ્ન કરવાની જાણ પહેલી બે પત્નીઓને થઇ તો તેમણે વિરોધ કર્યો, પરંતુ વ્યક્તિએ યુવતી સાથે લગ્ન કરી લીધા અને પોતાના ઘરે લઇ આવ્યો.

તેણે પોતાના ઘરની સંપૂર્ણ માહિતી આપી દીધી અને ઘરેણા અને રોકડ વાળી જગ્યા પણ બતાવી દીધી. આરોપ છે કે રાત્રે ઊંઘ આવ્યા પછી વહુએ ઘરમાં મુકવામાં આવેલી રોકડ અને લાખોના ઘરેણા ભેગા કરી લીધા અને ભાગી ગઈ. સવારે જયારે વ્યક્તિની આંખ ખુલી અને વહુ સાથે રોકડ અને ઘરેણા ગુમ થયેલા જોયા તો તેના હોંશ ઉડી ગયા.

લુટેરી વહુ સાથે અધિક્કતાને લગ્ન કરવાનું મોંઘુ પડ્યું

૨૦૧૫માં એક ફિલ્મ આવી હતી ‘ડોલી કી ડોલી’ જેમાં એક વહુ યુવક સાથે લગ્ન કરીને તેને લુટીને ભાગી જાય છે. કાંઈક એવુજ બન્યું ઉત્તર પ્રદેશના ચંદોલી જીલ્લામાં, જ્યાં લુટેરી વહુ અધિક્કતાના રૂપિયા લઈને ભાગી ગઈ.

બન્યું કાંઈક એવું કે હરિયાણાના ફરીદાબાદના રહેવાસી અધિક્કતા અમિત કુમાર લગ્ન માટે ઘણા દિવસોથી છોકરીની શોધ કરી રહ્યો હતો. તેમાં અમિતના ભાઈએ અધિક્કતા ભીમસેન પુજારીનો પરિચિત અજય સિંહ ઉર્ફ બંટીએ જણાવ્યું કે પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરમાં રાજ નામના વ્યક્તિ છે જે લગ્ન કરાવે છે. ફોન ઉપર વાત કરી રાજને કહ્યું કે તે અમિતના લગ્ન કરાવી દેશે પરંતુ ફરીદાબાદ આવવા જવાનો ખર્ચ આપવો પડશે. તે વાત માટે ભીમસેન રાજી થઇ ગયો. રાજના આશ્વાસન ઉપર ભીમસેને પોતાના ભાઈ અમિત સાથે પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગર પહોચી ગયા.

રાજે અમિત વારાણસી રેલ્વે સ્ટેશન પાસે એક હોટલમાં છોકરી અને તેની માં સાથે મુલાકાત કરાવી. લગ્ન માટે વાતચીત દરમિયાન યુવતી પસંદ ન આવી. એટલે રાજે પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરમાં બીજી છોકરી દેખાડવાની વાત કરી. એટલે શનિવારે પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરના ધર્મશાળા રોડ આવેલી એક હોટલમાં સોની નામની એક છોકરી સાથે મુલાકાત કરાવી.

છોકરીના કુટુંબ વાળા સાથે વાતચીત પછી લગ્નની વાત નક્કી થઇ ગઈ. ત્યાર પછી નિર્ણય લેવામાં આવ્યો કે વરમાળા અને સુંદરદાન અત્યારે થશે અને ત્યાર પછી ફરીદાબાદમાં કોર્ટ મેરેજ થશે. પછી હોટલમાં વરમાળા અને સિંદુરદાનની વિધિ નિભાવવામાં આવી.

ત્યાર પછી રાજ અને છોકરીના કુટુંબ વાળાએ લગ્નની પાર્ટી આપવા માટે ભોળવીને ભીમસેન પાસે ૫૦ હજાર રૂપિયા માગ્યા. એટલે અમિત અને ભીમસેને ૨૦ હજાર રૂપિયા આપી દીધા. ત્યાર પછી બીજા કામમાં લાગી ગયા. તેમાં વચ્ચે મોકો શોધી છોકરી પોતાના કુટુંબ સાથે હોટલ માંથી ભાગી ગઈ. સાથે જ લગ્ન કરવા વાળા અગુઆ રાજ પણ ભાગી ગયા.

અમિતે જયારે વહુ અને તેના કુટુંબીજનોને શોધવાનું શરુ કર્યું તો તે ક્યાય ન મળ્યા. જયારે અમિતે પોતાની બેગ જોઈ તો તેમાં મુકેલા દસ હજાર રૂપિયા પણ ગુમ હતા. ત્યાર પછી અમિતે રાજના મોબાઈલ ઉપર ફોન કર્યો પરંતુ ફોન સ્વીચ ઓફ મળ્યો.

૧૪ વર્ષ મોટી મહિલા સાથે કર્યા મંદિરમાં લગ્ન, ઘરેણા અને પૈસા લઈને ભાગી ગઈ લુટેરી વહુ

ઇન્દોર માંથી લુટેરી વહુની ઘટના સામે આવી છે. અહિયાં મંદિરમાં પોતાના કરતા ૧૪ વર્ષ નાના યુવકે આગર રોડની ઘાટીઓમાં રહેતી મહિલા ઉપર છેતરપીંડીનો આરોપ લગાવ્યો છે. યુવક રામસેવકે જણાવ્યું કે તેની ઓળખાણ મહિલા સાથે મેસમાં થઇ હતી.

ઉત્તરાખંડના દ્લાઓએ એક નહિ, બે વખત છેતર્યો બરેલીના વરરાજાને

ઘટના મંડીના બદલવાડા તહલીસના સ્મોલ ગામની છે, જેની સંપૂર્ણ જાણકારી તમને બોલીવુડ ફિલ્મની યાદ અપાવી દેશે. અહિયાં ૨૨ તારીખે સંબંધ થયો અને ૨૪ તારીખે લગ્ન અને ૨૬ તારીખે વહુ ભાગી ગઈ. પોલીસે કેસની તપાસ શરુ કરી દીધી છે.

૩૭ વર્ષના સીરેશે પોલીસમાં ફરિયાદ કરી છે કે તેને લગ્નના નામ ઉપર છેતરવામાં આવ્યો છે. ૨૨ વર્ષની છોકરી સાથે તેના લગ્ન કરાવવામાં આવ્યા જેનું સરનામું બોલીચોળી બતાવવામાં આવ્યું હતું. લગ્નના ચાર દિવસમાં કન્યા ૫૦ હજાર રૂપિયા લઈને ભાગી ગઈ હતી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.