ચંદ્ર ગ્રહણ 2019 : આવું ચંદ્ર ગ્રહણ 149 વર્ષ પછી આવ્યું છે, જાણો આ રાશિઓનું ખુલશે ભાગ્ય

0

પંડિત સુનિલ શર્માના જણાવ્યા મુજબ અષાઢ મહિનાની પૂનમના દિવસે વર્ષ ૨૦૧૯ નું બીજું ચંદ્રગ્રહણ ૧૬ જુલાઈએ થવાનું છે. સાથે જ આ દિવસે ગુરુ પૂનમ પણ છે. ગ્રહણના દોષ-કાળવાળા સમયને સુતક કહેવામાં આવે છે, જે ગ્રહણના થોડા કલાક પહેલા શરૂ થઈ જાય છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ રાતે ૧:૩૧ થી શરૂ થઈ ૧૭ જુલાઈ સવારે ૪:૩૧ વાગ્યા સુધી રહેશે. આ ક્રમમાં ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા ૧૬ જુલાઈએ સુતક લાગવાને કારણે સાંજે ૪:૩૦ વાગ્યાથી મંદિરોના દરવાજા બંધ થઈ જશે.

ગ્રહણ દરમ્યાન નકારાત્મક શક્તિઓ વધારે હાવી થઈ જાય છે, જેનાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગ્રહણ દરમ્યાન ભૂલથી પણ આ ૮ કામ કરવા જોઈએ નહીં. નહીં તો ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે.

ભગવાનની મૂર્તિનો સ્પર્શ કરવો નહીં :

સુતક કાળથી લઈને ગ્રહણ પૂરું થયા સુધી કોઈ પણ ભગવાનની મૂર્તિનો સ્પર્શ કરવો જોઈએ નહીં. ગ્રહણ દરમ્યાન ભગવાનનું મનમાં ધ્યાન કરવું જોઈએ. ધ્યાન રાખો કે ભગવાનને પણ ગ્રહણના દર્શન થાય નહિ.

ખાન પાનમાં સંયમ રાખો :

સુતક કાળથી ગ્રહણ પૂરું થાય ત્યાં સુધી બહારની ખાણી પીણી લેવી જોઈએ નહીં. સાથે જ અજાણ્યાં વ્યક્તિ તમને કશુ પણ ખાવા આપે તો લેવું જોઈએ નહીં. ગ્રહણ દરમ્યાન ઘણા લોકો મંત્ર તંત્ર કરે છે. જો કોઈ તમને કોઈપણ વસ્તુ આપે તો તેની જાણકારી ઘરે જરૂર આપો, અને સાથે જ આ દિવસે માંસ, મદિરા અને શરાબનું સેવન કરવું જોઈએ નહીં.

ગર્ભવતી મહિલાઓ માટે ખાસ :

ચંદ્રગ્રહણમાં ગર્ભવતી મહિલાઓએ ગ્રહણની છાયાથી દુર રહેવું જોઈએ, કેમકે ગ્રહણની છાયાનો કુપ્રભાવ ગર્ભસ્થ શિશુ પર પડવાનો ડર રહે છે. તે બાળકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ગ્રહણ કાળમાં ગર્ભવતી મહિલાઓ એક નારિયેળ હંમેશા પાસે રાખે અને તેને પોતાની સાથે રાખીને જ ઊંધે.

શારીરિક સંબંધથી દુર રહેવું :

ગ્રહણ દરમ્યાન સ્ત્રી પુરુષે શારીરિક સંબંધ બનાવવાથી બચવું જોઈએ. આ દરમિયાન સંબંધ બનાવવો અશુભ અને પરલોકમાં કષ્ટકારી માનવામાં આવ્યો છે. આ સમયે ગર્ભધારણથી સંતાન પર ખરાબ પ્રભાવ પડી શકે છે, એવો શાસ્ત્રોનો મત છે. આ સમયે શરીર, મન અને બુદ્ધિમાં સામંજસ્ય બનાવી રાખવો જોઈએ.

અપમાન ના કરો :

સુતક કાળથી જ ધ્યાન રાખવુ કે કોઈ પણ ગરીબ અને અસહાય વ્યક્તિ, કે પછી પોતાના માં બાપનું અપમાન કરવું નહીં. શક્ય હોય તો તેમની મદદ કરવી અને આને પોતાની આદત બનાવી લેવી. શાસ્ત્રોમાં જણાવ્યુ છે કે, ગરીબ અને અસહાયનું અપમાન કરવાથી શનિદેવની ખરાબ નજર તેમના પર પડે છે.

અહીંયા જશો નહિ :

ગ્રહણ દરમ્યાન નકારાત્મક શક્તિ વધારે હાવી થઈ જાય છે, આ દરમિયાન તેમની શક્તિ વધી જાય છે અને આ શક્તિઓ કોઈને પણ નુકશાન પહોંચાડી શકે છે. આથી એ સારું રહેશે કે ગ્રહણ દરમિયાન કોઈ પણ સ્મશાન કે સ્મશાન જેવી જગ્યાએ જવાથી બચો. ગ્રહણ દરમિયાન ઘરે જ પૂજા કરો.

આ કાર્ય ના કરો :

સુતક કાળથી જ કોઈ પણ શુભ કાર્ય કરવાથી બચો, નહીં તો તે કાર્ય તમારા માટે અશુભ બની શકે છે. સાથે જ આ દરમિયાન વાળ અને નખ કાપવાથી બચો, તેમજ સિલાઈ, રસોઈ બનાવવી અને ખાવું વગેરે કાર્ય કરવા જોઈએ નહીં. આવા ઘરમાં સુખ સમૃદ્ધિ આવતી નથી.

તકરારથી બચો :

ગ્રહણના દિવસે ઘરમાં કે બહાર કોઈપણ પ્રકારના વાદ વિવાદથી બચવું જોઈએ, આનાથી ઘરનું વાતાવરણ બગડે છે, સાથે જ ઘરમાં અશાંતિ રહેવાથી પિતૃગણની કૃપા મળતી નથી. ગ્રહણના દિવસે પિતૃગણોનું ધ્યાન કરો અને એમનું નામ લઈ દાન કરો.

ચંદ્રગ્રહણના સમયે આટલું કરો :

પ્રાણાયામ અને વ્યાયામ કરવો જોઈએ.

ચંદ્ર દેવની આરાધના કરવી જોઈએ.

ચંદ્ર મંત્ર “ૐ ક્ષીરપુત્રાય વિહહે અમૃત તત્વાય ધીમહી તન્નો ચંદ્ર: પ્રચોદયાત” નો જાપ કરવો.

ચંદ્રગ્રહણ પૂરું થયા પછી ઘરની શુદ્ધતા માટે ગંગાજળનો છંટકાવ કરવો.

સ્નાન પછી ભગવાનની મૂર્તિઓને સ્નાન કરાવી તેમની પૂજા કરવી.

ગ્રહણ સમાપ્ત થયા પછી તાજું ભોજન બનાવવું અને ખાવું. યાદ રાખો કે જો ભોજન પહેલાથી બનાવેલું છે તો ગ્રહણ પહેલા તેમાં તુલસી મૂકી રાખો જેથી ભોજન બગડે નહિ.

ચંદ્રગ્રહણ પછી જરૂરિયાતમંદ વ્યક્તિ અને બ્રાહ્મણને અનાજનું દાન કરવું.

પંડિત સુનિલ શર્મા મુજબ આ ગ્રહણથી અમુક રાશિના લોકો પર શુભ પ્રભાવ પડશે, અને અમુક રાશિઓ પર અશુભ.

જાણો ગ્રહણનો તમારી રાશિ પર શું પ્રભાવ પડશે?

(૧) મેષ રાશિફળ : મેષ રાશિ માટે આ ગ્રહણ મિશ્રિત ફળદાયી રહેશે. આ દરમિયાન તમે તમારા સ્વાસ્થયનું પૂરું ધ્યાન રાખો. વાદ વિવાદથી બચો. જોકે તમારા કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ થશે અને લાભ થશે.

(૨) વૃષભ રાશિફળ : વૃષભ રાશિ માટે પણ આ ગ્રહણ મધ્યમ ફળદાયી રહેશે. આ દરમિયાન તમારે સંતાનના ભવિષ્ય માટે ચિંતા રહી શકે છે. તમારા કામમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે. શેર બજારમાં રોકાણ કરવાથી બચો.

(૩) મિથુન રાશિફળ : ચંદ્રગ્રહણના પ્રભાવથી મિથુન રાશિના લોકોને લાભ થશે. શત્રુ ભયથી મુક્તિ મળશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. વ્યર્થ ખર્ચ કરવાથી બચો. ભાગીદારીના કામમાં નુકશાન થઈ શકે છે.

(૪) કર્ક રાશિફળ : તમારા માટે આ ગ્રહણ શુભ સંકેત નથી લઈને આવ્યું. આ દરમિયાન દામ્પત્ય જીવનમાં તમારે સુધાર કરવાની ઘણી જરૂર છે. તમારે પૈસાની બાબતમાં નુકશાનનો સામનો કરવો પડી શકે છે.

(૫) સિંહ રાશિફળ : આ ચંદ્ર ગ્રહણ તમારા માટે પ્રતિકૂળ ફળદાયક રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવની સ્થિતિ થઈ શકે છે. દુર્ઘટના પ્રત્યે તમારે સજાગ રહેવાની જરૂર છે. ગુપ્ત રોગની ફરિયાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારે વધારે મહેનત કરવી પડી શકે છે.

(૬) કન્યા રાશિફળ : ગ્રહણ સંકેત આપી રહ્યું છે કે, તમારે વગર કામના ખર્ચથી બચવાની જરૂર છે. તમારો વ્યવહાર સંયમિત રાખો, નહિ તો માન હાનિ થઈ શકે છે. સાથે જ તમારા કાર્યમાં વિલંબ જોવા મળશે.

(૭) તુલા રાશિફળ : ચંદ્રગ્રહણ તમારા માટે લાભકારક રહેશે. આ દરમિયાન તમારા બધા કાર્ય પુરા થશે, અને ધન લાભ થશે. તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે.

(૮) વૃશ્ચિક રાશિફળ : આ ચંદ્રગ્રહણ તમને મિશ્ર પરીણામ આપશે. ધનની પ્રાપ્તિ થશે પરંતુ ખર્ચ પણ વધારે થશે. જેનાથી બચતમાં કમી આવશે. તમારા બધા કાર્ય યોજના મુજબ સંપન્ન થશે.

(૯) ધનુ રાશિફળ : આ ગ્રહણ તમારી રાશિમાં આવી રહ્યું છે. આ ગ્રહણ તમારા માટે મિશ્રિત ફળદાયી રહેશે. આ દરમિયાન તમારે વ્યવસાયમાં ધ્યાન આપવું પડશે. શેર સટ્ટાથી દુર રહેવું, નહીતો ધનનું નુકશાન થઈ શકે છે.

(૧૦) મકર રાશિફળ : પારિવારીક જીવનના મામલામાં આ ગ્રહણ શુભ ફળદાયી જોવા મળી રહ્યું નથી. આ દરમિયાન તમે તમારા વાહનથી દૂર રહો, નહીતો તમને ઈજા થવાની આશંકા છે. સાથે જ પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવુ અને નકારાત્મક વિચારોથી દુર રહેવું.

(૧૧) કુંભ રાશિફળ : ચંદ્રગ્રહણ તમારા માટે સારા સંકેતો નથી લાવી રહ્યું. તમારે આર્થિક ક્ષેત્રમાં જોખમથી બચવું જોઈએ, નહિ તો નુકશાન થઈ શકે છે. ઘરનું વાતાવરણ સરખું રહે તેનું ધ્યાન રાખવું. પરિવારજનોની સાથે મતભેદ થવાની આશંકા છે.

(૧૨) મીન રાશિફળ : ગ્રહણ તમારા માટે ઘણા લાભ લઈને આવી રહ્યું છે. તમારા પ્રિય વ્યક્તિનો સાથ મળશે. શેરમાં રોકાણ કરી શકો છો લાભ થશે. મહેનતના લાભ અવશ્ય થશે. સામાજિક અને આર્થિક રૂપે સન્માન પ્રાપ્ત થશે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.