જે લોકો MRP કરતા વધારે રૂપિયા લે છે તેની આ રીતે કરો ફરિયાદ થશે 5 લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષની સજા

0

આજ નો સમય ડિજિટલ હોવા છતાં પણ બધી જગ્યાએ MRP કરતા વધારે કિંમત લેવાની સતત ફરિયાદ આવતી રહે છે. કહેવાય છે કે સરકાર એક્સનમાં આવી ગઈ છે કન્ઝ્યુમર મિનિસ્ટ્રીએ આ દંડનીય કામ નો ઉકેલ લાવવા માટે નવો એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેની અંદર MRP થી વધારે કિંમત લેવામાં આવે તો તેને પાંચ લાખ રૂપિયાનો દંડ તેની સાથે સાથે બે વર્ષની જેલ થશે. હમણાં ના સમયમાં આ ફરિયાદોનો પ્રમાણ વધતો રહે છે એટલે તેના માટે કેન્દ્ર સરકાર સુધારો કરવા જઈ રહી છે. કન્ઝ્યુમર મિનિસ્ટ્રીના એક વરિષ્ઠ અધિકારી જણાવ્યા મુજબ હમણાંની પરિસ્થિતિમાં જે જોગવાઈ છે તમે સજા અને દંડ જોગવાઈ ખુબ ઓછી છે.

સંશોધન થશે ‘લીગલ મેટ્રોલૉજી એક્ટ’માં

ગયા મહિને આ વાત મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠકમાં સહમતી થઇ હતી કે દંડ અને સજા ને વધારવામાં આવે. તેના અંદર મંત્રાલયે MRP થી જે લોકો વધારે કિંમત વસુલ કરવામાં આવે છે તેના પર સખ્ત પગલા લેવાનો પ્રસ્તાવ કર્યો છે, લીગલ મેટ્રોલોજી એક્ટ ની ધારા 36 માં સુધારો કરવામાં આવે છે.

કેટલો દંડ છે હમણાં

હમણાં તો પહેલી ભૂલ પર 25000 રૂપિયા સુધીનો દંડ આપવામાં આવતી હતો હમણાં તેમાં સુધારો કરવામાં આવ્યો છે હવે તેનો દંડ વધીને 1,00,000 રૂપિયા કરી દેવાનો પ્રસ્તાવ છે, જયારે બીજી ભૂલ થાય ત્યારે પહેલા 50,000 રૂપિયા દંડની રકમ હતી પણ હવે બદલાઈને 2,50,000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. જયારે તેને ત્રીજી ભૂલ પર હમણાં દંડની રકમ 1,00,000 રૂપિયા છે. જેમાં હવે બદલાઈને 5,00,000 રૂપિયા કરી દેવાનો પ્રસ્તાવ છે.

સજા પણ વધારવામાં આવશે :

હમણાં MRP થી વધારે રકમ લેવા પર ફક્ત એક વર્ષની સજા આપવામાં આવતી હતી. પણ હવે 1 થી 2 વર્ષની સજા આપવાનો પ્રસ્તાવ છે. 1 જુલાઈ 2017 થી 22 માર્ચ 2018 સુધી એટલે 8 મહિનામાં કન્ઝ્યુમર મિનિસ્ટ્રીને લગભંગ 640 ફરિયાદો મળી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર લોકો ને ખબર હોય છે કે કિંમત કરતા વધારે કિંમત વસુલ કરવામાં આવે છે પણ જાગૃતિના અભાવના કારણે તે લોકો ને ખબર હોતી નથી કે ફરિયાદ ક્યાં નોંધે તેના કારણે આવા લખો કેસ હશે પણ ટેવની ફરિયાં ઘણા ઓછા લોકો નોંધે છે.

જાણો ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવાની છે.

ટોલ ફ્રી નંબર 1800-11-4000 પર ફોન કરી ફરિયાદ કરી શકો છો.

તમે મેસેજ દ્વારા પણ ફરિયાદ નોંધી શકો છો તેના માટે +91 81300 09809 પર તમે સંપૂર્ણ જાણકારી આપી શકો છો.

તમે ઓનલાઇન ફરિયાદ પણ નોંધી શકો છો તેના માટે consumerhelpline.gov.in પર જઈને કરી શકો છો.આ વેબ સાઈડ કન્ઝ્યુમર મિનિસ્ટ્રીની છે.