ભૂલથી પણ મૂળા સાથે આ 2 વસ્તુ ના ખાશો, સ્વાસ્થ્ય પર પડી શકે છે ખૂબ ખરાબ અસર

ભૂલથી પણ મૂળાની સાથે આ 2 વસ્તુનું સેવન ન કરો, સ્વાસ્થ્ય પર પડી ભારે પડી શકે છે

શિયાળામાં મૂળા મોટાભાગે દરેક ઘરોમાં મળી આવે છે. કોઈ એને સલાડમાં ખાવાનું પસંદ કરે છે, તો કોઈને એના પરોઠા પસંદ હોય છે. તેમજ ઘણા ઘરોમાં તો મૂળાનું અથાણું પણ વપરાય છે. પોષક તત્વોથી ભરપૂર મૂળા આપણી પાચન શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે આપણા પેટ માટે વરદાન સમાન છે. પણ શું તમને ખબર છે જો એનું સેવન યોગ રીતે ન કરવામાં આવે, તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ એ બે વસ્તુઓ વિષે જેની સાથે ભૂલથી પણ મૂળાનું સેવન કરવું જોઈએ નહિ.

મૂળા ખાધા પછી કરેલાનું સેવન કરવાથી બચવું જોઈએ. એવું કરવું તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. કારણ કે આ બંનેની જોડી તમારા પેટમાં રિએક્શન કરી શકે છે. જયારે પણ તમે મૂળાનું સેવન કરો તો એના 24 કલાકની અંદર કારેલાનું સેવન ન કરો. એનાથી શ્વાસ લેવામાં તકલીફ અને હૃદય સંબંધિત પરેશાની થવાની સંભાવના રહે છે.

મૂળાની સાથે જે બીજી વસ્તુનું સેવન કરવાથી બચવું જોઈએ એ છે સંતરા. આ બંનેની જોડી ઝેરથી ઓછી નથી હોતી. આ બંનેના સેવનથી તમારું પેટ ખરાબ થઈ શકે છે. આ બંનેના સેવનમાં પણ લગભગ 12 કલાકનું અંતર રાખો. હવે જાણો કઈ વસ્તુ સાથે મૂળાનું સેવન કરવું સારું રહે છે.

જો તમારા પેટમાં કૃમિ છે, તો એના માટે કાચા મૂળાનું સેવન કરો. તેમજ જે લોકોનું સંયોજન ખરાબ છે તે એનું સેવન દાડમના રસ સાથે કરો.તમે ઈચ્છો તો મૂળાનું સેવન ઘી માં શેકીને પણ કરી શકો છો. એના સિવાય મૂળાને હળદળ સાથે ખાવું પણ ફાયદાકારક હોય છે. હરસના રોગીએ મૂળાને હળદળ સાથે જ ખાવા જોઈએ.

જો કોઈને ભૂખ ન લાગવાની તકલીફ છે, તો એના માટે તમે મૂળાના રસમાં આદુંનો રસ ભેગો કરી પીવો. એવું કરવાથી તમારી ભૂખ વધશે અને તમને જો પેટ સંબંધિત કોઈ રોગ છે તો એ પણ દૂર થઈ જશે.

આવાજ આર્ટીકલ વાંચવા માટે ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરો