મુંબઈની પહેલી મહિલા બસ ડ્રાઈવર છે આ દબંગ ગર્લ, ગાડી દોડાવે છે તો લોકો વળી વળીને જુએ છે.

0

આ છોકરીએ બદલી સમાજની વિચારસરણી, આવી રીતે બની મુંબઈની પહેલી મહિલા બસ ડ્રાઈવર
છેલ્લા ઘણા દર્શકોથી કોઈ મહિલાને ટેક્સી, ઓટો, બસ અને વિમાન જેવી વસ્તુ ચલાવવું ઘણું વિચિત્ર અને આશ્ચર્યજનક માનવામાં આવતું હતું.

ખાસ કરીને મહિલાઓ દ્વારા કોઈ જાહેર સ્થળ ઉપર વાહન ચલાવવું કે કોઈ વધુ ભીડ અને મોટી ગાડીને રોડ ઉપર ચલાવવી ઘણા લોકોને ગમતું ન હતું. આમ તો હવે ધીમે ધીમે મહિલાઓ આ ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને સમાજની વિચારસરણી બદલી રહી છે. એવી જ એક મહિલાએ જે મુંબઈની જાહેર બસ સર્વિસ BESTની પહેલી લાયસન્સ ધરાવતી મહિલા ડ્રાઈવર બની ગઈ છે.

આમને મળો આ છે ૨૪ વર્ષના પ્રતીક્ષા દાસ, પ્રતીક્ષા જયારે મુંબઈના રોડ ઉપર જાહેરમાં બસ ચલાવે છે, તો લોકો તેને ફરી ફરીને જુવે છે. જાણકારી મુજબ પ્રતીક્ષાએ મીકેનીકલ એન્જીનીયરની ડીગ્રી લીધી છે. તે રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર (RTO) બનવા માગતી હતી. આમ તો તેણે તેના માટે ભારે વાહન ચલાવવાનો અનુભવ જરૂરી હતો. એટલે તેણે મુંબઈના ગોરેગાંવ બસ ડેપોમાં BEST ટ્રેનર પાસે બસ ડ્રાઈવિંગ શીખવાનું શરુ કરી દીધું.

પ્રતીક્ષા કહે છે કે આ કાંઈક એવું છે કે જેમાં હું છેલ્લા ૬ વર્ષથી પારંગત થવા માગતી હતી. ભારે વાહનો પ્રત્યે મારો અનુભવ નવો નથી. મેં શરૂઆતમાં ઘણી વખત બાઈક્સ ચલાવ્યું, ત્યાર પછી મોટી કાર પણ ચલાવી અને હવે હું બસ અને ટ્રક પણ ચલાવી શકું છું. એવું કરી શકવાનો અનુભવ ઘણો જ સારો લાગે છે.

પ્રતીક્ષાએ એ પણ જણાવ્યું કે હવે તેમણે બસ ડ્રાઈવિંગ શીખવાનું શરુ કર્યું હતું. તો તેના ટ્રેનર ઘણા ટેન્શનમાં રહેતા હતા. તે વારંવાર એ પૂછતાં રહેતા હતા આ છોકરી ચલાવી શકશે કે નહિ? જણાવી દો કે બસ ચલાવવા માટે વધુ શક્તિની જરૂર પડે છે. માત્ર હાથમાં સ્ટીયરીંગ પકડી લેવાથી કામ નથી ચાલતું. તે કાર ચલાવવા જેવું એટલું સરળ નથી.

પ્રતીક્ષાની ટ્રેનીંગ ૩૦ દિવસની હતી. જેમાં તેણે બેઝીકથી લઈને એડવાન્સ લેવલ સુધીની બસ ડ્રાઈવિંગ શીખવવામાં આવી. પહેલા દિવસે પ્રતીક્ષાએ માત્ર બસ ડેપોની અંદર અટક્યા વગર પહેલા ગેરમાં પણ બસ ચલાવી. બધા લોકો પ્રતીક્ષાથી ખુશ થયા કે કેવી રીતે કોઈ મુશ્કેલી વગર તેણે આ કામ કર્યું. ટ્રેનીંગના બીજા દિવસે તેમણે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર ૧૬ કી.મી. સુધી બસ ચલાવી.

પ્રતીક્ષા જણાવે છે કે જયારે જયારે હું રોડ ઉપર બસ ચલાઉ છું, તો લોકો અટકી અટકી ફરી ફરીને જોતા હતા. પરંતુ હું તેને ધ્યાન બહાર કરી દેતી હતી. હું મારી જાતને કહેતી હતી કે સંપૂર્ણ ધ્યાન ડ્રાઈવિંગ ઉપર જ કેન્દ્રિત કરો. એક વખત મારા હાથમાં સ્ટીયરીંગ વ્હીલ આવી જતું હતું. તો પછી માત્ર હું જ હોઉં છું, બસ હોય છે અને સામે ખુલ્લો રોડ. ત્યારે હું કોઈ બાબતમાં વિચારતી ન હતી.

પ્રતીક્ષા ભવિષ્યમાં વિમાન ઉડાડતા પણ શીખવા માંગે છે. તેના માટે તે અત્યારથી જ પૈસા જમા કરી રહી છે. જેથી પાછળથી મુંબઈ ફ્લાઈંગ સુકુલમાંથી તાલીમ લઇ શકે. તે ઉપરાંત તે બાઈક ટ્રીપ દ્વારા લડાખ જવાની તૈયારીમાં પણ છે. તે દરમિયાન તે જ બીજા બાઈક્સ ગેંગની આગેવાની કરશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.