લોકોને ગુગલ મેપમાં દેખાયો ઓમ, દરેકે જોડી લીધા હાથ, બોલ્યા હર હર મહાદેવ

0

મધ્યપ્રદેશ ના ઐતિહાસિક ભોજપુર મંદિર માં એકાએક લોકોના જમાવડા જેવું લાગવાનું શરુ થઇ ગયું. આ મંદિર 1000 વર્ષ જુનું છે પણ હવે લોકોએ અહિયાં એવું કઈક જોયું છે જેના લીધે લોકો પોતાની જાતને અહિયાં આવવાથી રોકી નથી શકતા. આ મંદીરની આસપાસના વિસ્તારને જયારે ચોમાસાના સમયમાં ગુગલ મેપ દ્વારા જોવામાં આવ્યું તો તે જોઇને તેમની આંખો ખુલી ની ખુલી રહી ગઈ.

“ઓમ’ ની વચ્ચે બનેલ છે મધ્ય ભારત નું સોમનાથ મંદિર, લોકોને મળી નવી સાબિતી

જી હા, ભોજપુર અને મધ્યપ્રદેશ ની રાજધાની ભોપાલના વર્ષોથી છુપાયેલ એક પ્રાચીન રહસ્ય સામે આવી ગયું છે. વેજ્ઞાનિકોનું માનવું છે કે અહિયાં હજારો વર્ષ જૂની એક ઓમવૈલી છે. ચોમાસાના સમયમાં આ ઓમવૈલી સંપૂર્ણ રીતે પોતાના પુરા સ્વરૂપમાં આવી જાય છે. ચોમાસું આવતા જ આ ઓમવૈલી નો સુંદર સ્વરૂપ પૂરી રીતે નીકળીને સામે આવી જાય છે. અહિયાં ઉપર રહેલ હરિયાળી નું વધવું અને જળાશયો ભરાયા પછી ઓમવૈલી ના જે ફોટા સામે આવે છે તેમાં ઓમ નું ચિત્ર બનતું રહેતું જોવા મળે છે.

ગુગલ મેપ દ્વારા લેવામાં આવેલ ફોટાથી એ વાતની પુષ્ઠી પણ થાય છે. આ ઓમ ની વચ્ચેનો ભાગ જુના ભોજપુર મંદિર, અને તેની ઉપર વસ્યું છે ભોપાલ શહેર. એટલું જ નહી લોકોને મળેલ તાજી સાબિતી ના આધારે એ પણ માનવામાં આવે છે કે ભોપાલ શહેર સ્વસ્તિક સ્વરૂપમાં વસાવવામાં આવેલ હતું. વિજ્ઞાન અને પ્રોદ્યોગિક પરિષદના વેજ્ઞાનિક તે સમયે ઓમવૈલી નું ગ્રાઉન્ડ તૈયાર કરે છે, ઘઉં ની ખેતી વાળી જમીન ના ઉપરથી ફોટા લેવામાં આવે છે ત્યારે આ રહસ્ય સામે આવ્યુ.

અને તે ગુગલ મેપમાં સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે. આ મોટા એવા ઓમ ચિત્ર ખાસ કરીને સદીઓ જુનું ઓમવૈલી છે. આકાશમાંથી જોવા મળતું ઓમવૈલી એ બરોબર મધ્યમાં 1000 વર્ષ જુના ભોજપુર નું શિવ મંદિર સ્થાપિત છે. એટલું જ નહી મધ્યપ્રદેશ માં ઓમકારેશ્વર જ્યોતીર્લીંગ પાસે પણ આવી જ કુદરતી ઓમવૈલી દુર આકાશમાં જોવા મળે છે. વેજ્ઞાનિકો ની દ્રષ્ટીએ આ ઓમવૈલી છે.

રાજા ભોજ ના સમયનું ગ્રાઉંડ મૈપીંગ કેવી રીતે થયું તે સંશોધન નો વિષય

ઈતિહાસકારો નું માનવું છે કે ભોપાલ ને એક સ્માર્ટ સીટી બનાવવા માટે તેને ભૌમિતિક પદ્ધતિથી વસાવવામાં આવેલ હતું. તેને વસાવવા માં રાજા ભોજની વિદ્વતા થી જ બધી વસ્તુ શક્ય થઇ શકી છે. ઈતિહાસકારો નું એવું માનવું છે કે ભોજ માત્ર એક સામાન્ય રાજા ન હતા પરંતુ અનેક વિષયો ઉપર મહાન વિદ્વાન હતા. તેમણે ભાષા, નાટક, વસ્તુ, વ્યાકરણ સહિત અનેક વિષયો ઉપર 60 થી વધુ પુસ્તકો લખ્યા હતા. કહેવામાં આવે છે વાસ્તુ ઉપર લખાયેલ સમરાંગણ સુત્રધાર ના આધારે જ ભોપાલ શહેર વસાવવામાં આવેલ હતું. ગુગલ મેપ થી તે ડીઝાઇન આજે પણ તેવી જ જોઈ શકાય છે.

આ ઓમને તમે તમારા મોબાઈલના ગુગલ મેપમાં પણ જોઈ શકો છો. એના માટે તમારે ગુગલ મેપમાં સર્ચ કરો ભોજપુર (Bhojpur) મંદિર અને મેપનો સેટેલાઈટ વ્યુ ઓન કરો. અને પછી ધીમે ધીમે ઝૂમ આઉટ કરતા જાવ એટલે તમને પરફેક્ટ ઓમ દેખાશે. (સેટેલાઈટ વ્યુ કરવાં માટે જમણી બાજુ ઉપરની સાઈડ ચટ્ટઈ આકારનું દેખાય એની પર ક્લિક કરીને થઈ શકશે.)

ઓમ અને શિવ મંદિર વિષે માનવું છે કે ઓમ ની સંરચના અને શિવ મંદિર નો સબંધ જુનો છે. દેશમાં જ્યાં પણ શિવ મંદિર બન્યા છે, તેની આજુબાજુ ના ઓમ ની સંરચના જરૂરી હોય છે. તેનું સૌથી સારું ઉદાહરણ છે ઓમકારેશ્વર નું શિવ મંદિર, પરંતુ વેજ્ઞાનિકોના મગજ તે વિચારી વિચારી ને ચક્કર ખાઈ ગયા છે કે રાજા ભોજના સમયમાં ગ્રાઉન્ડ મૈપીંગ કઈ રીતે થતી હતી. તેના વીશે હજુ સુધી કોઈ લેખિત સાક્ષી તો નથી જ, પરંતુ આ સંશોધનનો રોચક વિષય જરૂર છે. અને ગુગલ મેપમાં જોતા એ એકદમ સ્પષ્ટ છે કે રાજા ભોજે જે શિવ મંદિર બનાવરાવ્યુ તે આ ઓમ ની મૂર્તિ ની વચ્ચે જ આવેલ છે. જે ખુબજ આશ્ચર્ચચકિત કરે તેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here