નશાની હાલતમાં કોને આખી રાત ફોન લગાવતા રહ્યા ધર્મેન્દ્ર? આ કારણે હતી રાજેશ ખન્ના સાથે નારાજગી.

0

નશાની વાત કરવામાં આવે તો બોલીવુડમાં ત્યાં વધુ જોવા મળે છે, કપિલ શર્માના શો માં ધર્મેન્દ્રએ પોતાના જીવનનું એક ચોંકાવી દે તેવું સત્ય જણાવ્યું. બોલીવુડ ફિલ્મોના પ્રમોશન દરમિયાન કલાકારો પોતાની ઘણી બધી વાતોના ખુલાસા કરે છે. તેવામાં એક ખુલાસો બોલીવુડના હિમેન કહેવાતા કલાકાર ધર્મેન્દ્રએ પણ કર્યો છે.

થોડા દિવસો પહેલા ધર્મેન્દ્ર ‘દ કપિલ શર્મા’ શો માં પોતાના દીકરા સની દેઓલ અને પોતે કરણ દેઓલ સાથે પહોચ્યા. અહિયાં તેમણે પોતાના જીવન સાથે સંકળાયેલા ઘણા કિસ્સા રજુ કર્યા છે, તેમાથી એક પોતાના અને રાજેશ ખન્નાના સંબંધ વિષે પણ જણાવ્યું. નશાની હાલતમાં કોને રાત આખી ફોન લગાવતા રહ્યા ધર્મેન્દ્ર? શું તે વ્યક્તિ રાજેશ ખન્ના જ હતા? એ એક રસપ્રદ પ્રશ્ન છે.

નશાની હાલતમાં કોને રાત આખી ફોન લગાવતા રહ્યા ધર્મેન્દ્ર?

દેઓલ પરિવાર ‘દ કપિલ શર્મા શો’ માં પહોચ્યા અને તેમણે પોતાની આવનારી ફિલ્મ ‘પલ-પલ દિલ કે પાસ’ નું પ્રમોશન કર્યું. આ ફિલ્મના પ્રોડ્યુસર ધર્મેન્દ્રએ કપિલ શર્માની ટીમ સાથે મળીને ઘણી ધમાલ કરી. ધર્મેન્દ્રએ પોતાના જીવનના ઘણા કિસ્સા સંભળાવ્યા તેમાંથી એક એ હતો કે એક વખત તેમણે ફિલ્મ મેકર ઋષિકેશ મુખર્જીને દારુ પી ને આખી રાત હેરાન કર્યા હતા. ખાસ કરીને, કલાકાર ધર્મેન્દ્રએ ‘દ કપિલ શર્મા શો’ માં જણાવ્યું કે રાજેશ ખન્નાની ફિલ્મ ‘આનંદ’ ઘણી લોકપ્રિય થઇ હતી અને આ ફિલ્મમાં રાજેશ ખન્ના પહેલા ધર્મેન્દ્રને ઓફર થઇ હતી.

ધર્મેન્દ્ર જણાવે છે કે આનંદના ડાયરેક્ટર ઋષિકેશ મુખર્જી પહેલા તેને લઈને ફિલ્મ બનાવવાના હતા પરંતુ પાછળથી કોઈ કારણોસર રાજેશ ખન્નાના હાથમાં આ ફિલ્મ જતી રહી. તે વાત ઉપર ધર્મેન્દ્ર ઘણો ગુસ્સે થયો હતો અને તેનો ગુસ્સો એટલો હતો કે નશામાં તેણે ઋષિકેશ મુખર્જી સામે ફોન ઉપર ઘણી નારાજગી દર્શાવી હતી. તે ઉપરાંત કરણ દેઓલે પણ પોતાની એક વાત શેર કરી હતી કે તેને સ્ટારકીડ થવાનો ફાયદો પણ મળ્યો હતો અને લોકોને કારણે તેને ઘણી મુશ્કેલી પણ ઉઠાવવી પડી હતી.

કરણે જણાવ્યું કે એક વખત થોડા છોકરાઓએ તેને માર્યો અને કહ્યું કે સની દેઓલનો દીકરો છો તો ઉઠ અને માર. તેની બધા મજાક ઉડાવતા હતા અને બધા સમજતા હતા કે કરણ ઘણો અભિમાની છે. હંમેશા તે એ વાતને લઈને ઘરમાં રડતો હતો કે તેને સ્કુલમાં ખોટો સમજવામાં અવતો હતો. તેની સાથે જ તેને કોઈ મહત્વ પણ આપતા ન હતા.

તમને જણાવી આપીએ કે ૨૦ સપ્ટેમ્બરના રોજ ફિલ્મ ‘પલ-પલ દિલ કે પાસ’ રીલીઝ થવાની છે. આ ફિલ્મમાં સની દેઓલના નિર્દેશનમાં ડેબ્યુ કરી રહ્યો છે અને તેનો મોટો દીકરો તેનાથી પોતાના અભિનયની શરુઆત કરવા જઈ રહ્યા છે. જયારે ફિલ્મને ધર્મેન્દ્રના હોમ પ્રોડક્શનમાં બનાવવામાં આવી છે.

ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડિયો :