લર્નિંગ લાઈસન્સને લઈને આવ્યા મોટા સમાચાર, હવે RTO નહિ આ જગ્યાએ જવું પડશે લોકોએ

0

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા પછી નિયમોમાં ઘણા ફેરફાર થયા છે. નિયમ ભંગ કરવા પર લાગતા દંડમાં વધારો થવાને લીધે લોકોને ઘણી મુશ્કેલી થઈ રહી છે. જો કે ગુજરાતમાં તંત્ર દ્વારા થોડા દિવસોની સમય મર્યાદા વધારવામાં આવતા, લોકોને થોડી રાહત થઇ છે.

પણ બીજી તરફ આ નવા ટ્રાફિક નિયમોને લીધે રાજ્યના આરટીઓ ઉપર કામનું ભારણ વધ્યું છે. જેને લીધે આરટીઓ પર લાંબી લાઈનો લાગી રહી છે. એટલે રાજ્ય સરકારે આરટીઓનો ભાર ઓછો કરવા માટે એવો નિર્ણય કર્યો છે કે, હવે આઈટીઆઈમાં લર્નિંગ લાઈસન્સની કામગીરી શરૂ કરવામાં આવશે. લર્નિંગ લાઈસન્સ મેળવવા માંગતા લોકોની સંખ્યામાં વધારો થતા ઠેર ઠેર લાંબી લાઈનો લાગી રહી છે, અને લોકોએ કલાકોનો સમય બગાડવો પડી રહ્યો છે.

એવામાં આ નિર્ણય લીધા પછી હવેથી આરટીઓમાં લર્નિંગ લાઈસન્સની કામગીરી બંધ થશે. હા પણ, થોડા દિવસ સુધી આરટીઓમાં લર્નિંગ લાયસન્સની કામગીરી ચાલુ જ રહેશે. એ દરમ્યાન આઈટીઆઈમાં એને લગતી સગવડ થઇ જતા લર્નિંગ લાઈસન્સની કામગીરી આઈટીઆઈમાં શરૂ કરવામાં આવશે.

મળતી જાણકારી અનુસાર રાજ્ય સરકારે આ અંગેની તાલીમ 11 ઓક્ટોબરે ગોઠવી છે, જેના કારણે અત્યારે થોડા દિવસ સુધી લોકો આરટીઓમાંથી લર્નિંગ લાઈસન્સ મેળવી શકશે. એ પછી આ કામગીરી આઈટીઆઈમાંથી થશે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે, આ કામ માટે આઈટીઆઈને પ્રતિ લર્નિંગ લાઇસન્સ 100 રૂપિયાનું વળતર આપવામાં આવશે. જેમાંથી આઈટીઆઈને ઇન્સ્ટ્રક્ટરનો પગાર ચુકવવાનો રહેશે.

એટલું જ નહિ હવે પછી નવા નિયમ અનુસાર આરટીઓ દ્વારા કોઈપણ વાહનચાલકોએ લર્નિંગ ડ્રાઇવિંગ લાઈસન્સ લેવું હશે, તો તેમણે ફરજિયાત રૂપે એની ફી ની સાથે પાકા લાઈસન્સની ફી પણ ભરી દેવી પડશે. અને તેના માટે વાહનચાલકોએ એન્ડોર્સમેન્ટ પ્રક્રિયા પૂરી કરવી પડશે. અત્યાર સુધી લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે વાહન ચાલકોએ 150 રૂપિયા ભરવાના થતા હતા, પણ હવે પછી તેમણે તેની સાથે ફરજિયાત 1050 રૂપિયા(પાકા લાઈસન્સની ફી) પણ ભરી દેવા પડશે.

એટલે કે નવા નિયમ મુજબ હવે પછી લાઈસન્સ કઢાવવા માટે કોઈપણ વાહન ચાલકે 1050 રૂપિયા એક મહિનો વહેલા આપવા પડશે. અને જો કોઈ વ્યક્તિ પાસે ટુ વ્હીલરનું લાઈસન્સ છે અને તેને રિક્ષા અથવા તો ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવું છે, તો જે તે વાહનચાલકે આ અંગે લાઈસન્સમાં ઉમેરો કરી અને નક્કી કરેલી ટેસ્ટ આપવી પડશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.