જુના ફોનમાં જોઈએ છે નવા જેવો અનુભવ? તો કરો આ કામ, મોબાઈલ ચાલશે નવા જેવો

લોકો જયારે નવો ફોન ખરીદે છે તો તેની સ્પીડ ખુબ ઝડપી હોય છે. પરંતુ થોડાક સમય જુનો થતા હેન્ગ થવા લાગે છે. સ્માર્ટફોન હૈંગ હોવાના ઘણા કારણ હોઈ શકે છે. જેમ કે ફોનમાં કેટલી એપ છે. એપનું બેકગ્રાઉન્ડમાં ચાલવું વગેરે. ઉપયોગકર્તા પોતાના ફોનના સેટિંગ માં બદલાવ કરીને ફોનની પરફોરમેન્સ ખુબ સુધારી શકે છે. આવીજ કેટલિયે ટિપ્સ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જેના પછી તમારો ફોન એક નવા ફોનની જેમ ચાલવા લાગશે.

બેકગ્રાઉન્ડ એપ થી બચાવો રેમને

ઘણા એપ એવા હોય છે કે તેને બંધ કર્યા પછી પણ બેકગ્રાઉન્ડમાં રેમનો ઉપયોગ કરે છે. આનાથી ફોન હૈંગ થઇ જાય છે. આનાથી બચવા માટે ફોનની સેટિંગમાં જાઓ. જ્યાં એપના વિકલ્પ પર ક્લિક કરો. અહીંયા ફોનની મેમરી, એસડી કાર્ડ માં સેવ એપ અલગ અલગ દેખાઈ દેશે. સ્ક્રીનને સ્વાઇપ કરવા પર બેકગ્રાઉન્ડમાં ચાલવા વળી એપની જાણકારી મળશે. પછી વગર કામના કે એવા એપ પર ટેપ કરો જેનો ઉપયોગ નથી કરતા. કારણ કે તે રેમની ખપત કરી રહ્યા છે. તે એપ પર ટેપ કર્યા પછી ફોર્સ સ્ટોપના વિલ્કપ પર ક્લિક કરી દો.

કૈચ ને કરતા રહો સાફ

એપ્લિકેશન જેનો ઉપયોગ થાય છે તેનો તેટલોજ કૈચ બને છે. આ કૈચમાં સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ સ્પીડ અને ફોનનો પ્રોસેસર બંને ધીમે થઇ જાય છે. ફોનની સ્પીડ વધારવા માટે આ “કૈચ” ને થોડા-થોડા સમયમાં ડીલીટ કરતા રહેવાનું છે. ડીલીટ કરવા માટે સેટિંગમાં ‘સ્ટોરેજ’ના વિકલ્પને ખોલો. આમાં ‘ક્લિયર કૈચ’ નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરી કૈચને ફોન માંથી હટાવી દો. તેના સિવાય ફોનમાં ‘સેટિંગ’ ના વિકલ્પમાં જઈને એપ્લિકેશન મેનેજર પર ક્લિક કરો. તેના પછી જે વાતમાં પ્રોબ્લેમ છે તેના પર ક્લિક કરો ક્લિયર કૈચ વિકલ્પ પર ક્લિક કરો.

બ્રાઉઝરને રાખો અપડેટ

ફોનમાં જૂનાં બ્રાઉઝર ઇન્ટરનેટની સ્પીડને ધીમે કરી શકે છે. કંપનીઓ પોતાના એપમાં અપડેટ કરીને નાની નાની ખામીઓને દૂર કરતી રહે છે અને એપ સારી થતો રહે છે. એટલા માટે પોતાના ફોનના બ્રાઉઝરને હમેશા અપડેટ રાખો.

એપ ના ડેટા ઓટોસીક કરો નહિ

ફોનની સ્પીડ વધારવા માટે એપના ડેટાને ઓટોસીક કરવું જોઈએ નહિ. ન્યુઝ અને મૌસમની જાણકારી આપવા વાળા ઘણા એપ રિમોટ સર્વરથી જોડાયેલ હોય છે અને દર 15 મિનિટમાં પોતાના ડેટા ઓટો સિંક કરે છે, આનાથી ફોન ખુબ ધીમો થઇ જાય છે. ઉપયોગકર્તાએ આ એપની સેટિંગમાં જઈએ ડેટા ઓટો સિંક ફીચર બંધ કરી દેવું જોઈએ.

ઓછી સ્પેસથી પણ હૈગ થાય છે ફોન

ફોનની ઇન્ટરનલ મેમરીને ક્યારેય પણ ફૂલ થવા દેવાની નથી. આનાથી ફોન અને ઈંટરનેટ બંનેની સ્પીડમાં પ્રભાવ પડે છે. આનાથી બચવાના માટે ઉપયોગકર્તાએ પોતાના ફોનનો ડેટા ક્લાઉડ સેવા ગુગલ ડ્રાઈવ , વન ડ્રાઈવ અને ડ્રોપબોક્ષ માં સેવ કરી લેવું જોઈએ, જેથી તમે ફોનમાં રહેવા વધારાના ફોટોસ અને વિડિઓ ડીલીટ કરી શકો. ઇન્ટરનલ મેમરી ખાલી થવા પર ફોનની સ્પીડ પણ વધી જાય છે.