ઘરના મુખ્ય દરવાજા ઉપર કોઈને બતાવ્યા વગર રાખી દો આ વસ્તુ, મળશે માં લક્ષ્મીની કૃપા

આ દુનિયામાં દરેક વ્યક્તિને ધનની ઘણી જ જરૂર છે. ધન વગર એ કોઈ પણ કામ પુરા નથી કરી શકાતા. જો તમે કોઈ કામ કરો છો તો તેમાં ધનની જરૂર પડે છે. તેવામાં વ્યક્તિ ધન કમાવા માટે દિવસ રાત મહેનત કરે છે, અને તમામ શક્ય પ્રયત્ન કરે છે. પરંતુ તેને સફળતા નથી મળી શકતી તેને નિરાશા જ મળે છે. ક્યારેય તમે તે બાબત ઉપર વિચાર કર્યો છે, કે એવું કેમ બને છે? આપણે આપણા રોજીંદા જીવનમાં થોડી એવી ભૂલો કરી દઈએ છીએ, જેના કારણે આપણે ધન સંબંધિત તકલીફોનો સામનો કરવો પડે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ થોડી એવી વસ્તુ છે, જેના કારણે જ આપણા ઘરમાં ધનનું આગમન થઇ શકે છે. આજે અમે તમને એવી જ થોડી વાસ્તુ ટીપ્સ વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા ઘરમાં ધનની કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા નહિ રહે. જે વસ્તુ વિષે અને તમને જાણકારી આપીશું તે વસ્તુ તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાવવાની છે. આવો જાણીએ આ વસ્તુ કઈ છે.

કાચનું વાસણ :

તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર એક કાચનું વાસણ મૂકી દો. જો તમને કાચનું વાસણ રાખવામાં કોઈ પ્રકારની કોઈ સમસ્યા છે તો સુશોભન તરીકે તમે તમારા ઘરમાં મુખ્ય દરવાજા ઉપર કાચની ફૂલદાની પણ રાખી શકો છો. અને તેની અંદર થોડા તાજા ફૂલ અને પાણી ભરીને મુકો. જો તમે આમ કરો છો તો તમારા ઘરમાં સકારાત્મકતા જળવાયેલી રહે છે અને તમારા ઘર પરિવારમાં ખુશાલી આવશે.

માળા :

તમે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર બેલપત્ર(બીલીપત્ર) કે આંબાના પાંદડાની માળા લગાવી શકો છો. જો તમે આમ કરો છો તો તેનાથી તમારા ઘરમાં સકારાત્મકતા આવે છે, અને નકારાત્મક ઊર્જાઓનો નાશ થાય છે. જો તમારા ઘર પરિવારમાં કોઈ પ્રકારની કોઈ તકલીફ, દુ:ખ કે અશાંતિ છે, તો તે બધાથી છુટકારો પ્રાપ્ત થશે. જયારે આ પાંદડા સુકાઈ જાય તો તમે તેને માળામાં ફેરવી દો.

લક્ષ્મીજીના પગલા :

તમે તમારા ઘરના મુખ્ય પવેશ દ્વાર ઉપર લક્ષ્મીજીના પગલાના નિશાન બનાવી શકો છો, જે અંદરની તરફ જતા હોય. જો તમે આમ કરો છો તો તમારા ઘરમાં સમૃદ્ધી આવશે.

શુભ લાભ :

તમે તમારા ઘર ઓફીસ કે દુકાનમાં મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર શુભ લાભનું નિશાન બનાવી શકો છો. જો તમે આમ કરો છો તો તમારા ઘરમાં સુખ-સમૃદ્ધી આવશે.

સાથીયો :

તમે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર સાથીયો બનાવી શકો છો. જો તમે આમ કરો છો તો તમારા ઘરમાં સુખ-સમૃદ્ધી અને સૌભાગ્યમાં વધારો થશે. અને તેની સાથે જ નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ નહિ કરી શકે.

ઘરનો ઊમરો :

જો તમારા ઘરમાં ધન સંબંધિત તકલીફ છે, અને તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની કમી ન રહે, તો તમે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર ઘરનો ઊમરો (દહલીજ) જરૂર બનાવો. અને પ્રયત્ન કરો કે ઘરનું મુખ્ય દ્વાર બીજા દરવાજાથી મોટું હોવું જોઈએ. તે સાથે જ જમીનથી ઊંચું પણ હોય.