બોલિવૂડની આ 4 અભિનત્રીઓ પાસે છે. પોતાનું પ્રાઇવેટ જેટ, ચોથું નામ જાણીને ચકિત રહી જશો તમે.

0

દરેક માણસ મોટો બનવાનું અને પૈસા કમાવાનું ઈચ્છે છે. તે ઈચ્છે છે કે તેની પાસે એટલા પૈસા હોય જેનાથી તે તેની અને તેના કુટુંબની જરૂરિયાતો પૂરી કરી શકે. પણ કોઈપણ વસ્તુ મેળવવા માટે મહેનતની જરૂર રહે છે. એવા ઘણા ઓછા લોકો હોય છે. જે વગર મહેનતે નામના મેળવી લે છે. એવા લોકોનું નસીબ તેમની સાથે હોય છે. પણ સૌની સાથે એવું થતું નથી. સમાજમાં એક પૈસાદાર અને સફળ વ્યક્તિ બનવા માટે આકરી મહેનતની જરૂર રહે છે. શું તમે મહેનત કર્યા વગર કોઈને પૈસાદાર બનતા જોયા છે? કદાચ નહિ, કેમ કે એવું બનતું જ નથી.

વડીલો-ઘરડા કહે છે કે મહેનત વગર ફળ નથી મળતું. ગ્લેમર ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે. જ્યાં ઓળખ ઉભી કરવા માટે લોકોને ઘણી મહેનત કરવી પડે છે. બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ રહેલી છે. જેમણે ઘણો સંઘર્ષ કર્યા પછી એક શિખર પ્રાપ્ત કર્યું છે. આજે તેમની પાસે નામ અને આબરૂની કોઈ ખામી નથી. તે એટલી પૈસાદાર છે કે તેમની પાસે પોતાની પ્રાઈવેટ જેટ પણ છે. આજે આ પોસ્ટમાં અમે તમને બોલીવુડની એવી જ અભિનેત્રીઓ વિષે જણાવીશું જે એક પ્રાઈવેટ જેટની માલિક છે.

૧) શિલ્પા શેટ્ટી કુન્દ્રા :-

શિલ્પા શેટ્ટીએ વર્ષ ૨૦૦૯ માં જાણીતા ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધા હતા. રાજ કુન્દ્રા એક સફળ અને પૈસાદાર બિજનેશમેન છે. વર્ષ ૨૦૦૪ માં રાજ કુન્દ્રાએ બ્રિટેનના સૌથી પૈસાદાર ૧૯૮ લોકોમાં સ્થાન મળેલું છે. રાજ લંડનમાં આવેલી ભારતીય મૂળના મુખ્ય વેપારી છે. રાજ કુન્દ્રા સાથે લગ્ન પછી શિલ્પા બોલીવુડની સૌથી પૈસાદાર હિરોઈન બની ગઈ છે. આજે તેની પાસે ધન દોલતની કોઈ કમી નથી. તે એક પ્રાઈવેટ જેટની માલિક છે.

૨) પ્રિયંકા ચોપડા :-

પ્રિયંકા આજે બોલીવુડની ટોપ હિરોઈન માની એક છે. માત્ર બોલીવુડમાં જ નહિ પ્રિયંકાનું નામ હવે હોલીવુડમાં પણ જાણીતું છે. પ્રિયંકાને કારણે જ ભારતનું નામ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ ઊંચું થયું છે. પ્રિયંકા ભારતની સૌથી જાણીતી હિરોઈન છે. પ્રિયંકા આજે જે શિખર ઉપર છે. ત્યાં પહોચવા માટે તેમણે આકરી મહેનત કરી છે. તેની આકરી મહેનતનું પરિણામ છે કે આજે તે એક પ્રાઈવેટ જેટની માલિક છે.

૩) એશ્વર્યા રાય બચ્ચન :-

રૂપ સુંદરી એશ્વર્યા રાયને કોણ નથી જાણતું. એશ્વર્યા એક એવી હિરોઈન છે. જે માત્ર સુંદરતા જ નહિ પણ પોતાના જોરદાર અભિનય માટે પણ ઓળખવામાં આવે છે. ભલે આજે પ્રિયંકા અને દીપિકા હોલીવુડમાં ઘણી ખ્યાતી મેળવી રહી હોય, પણ ખરેખર જોઈએ તો ભારતને વિશ્વમાં ઓળખાણ એશ્વર્યાએ અપાવી છે. બચ્ચન કુટુંબમાં ૩ પ્રાઈવેટ જેટ છે. અમિતાભ બચ્ચનનું તો પ્રાઈવેટ જેટ છે જ. તે ઉપરાંત અભિષેક અને એશ્વર્યાનું પણ તેમનું પોતાનું પ્રાઇવેટ જેટ છે.

૪) મલ્લીકા શેરાવત :-

મલ્લિકા શેરાવતનું નામ બોલીવુડની સૌથી હોટ અભિનેત્રીઓમાં આવે છે. આમ તો તે આજકાલ બોલીવુડથી દુર છે પણ તેનું સ્થાન આજે પણ કોઈ હિરોઈન નથી લઇ શકી. મલ્લિકા બોલીવુડની પહેલી એવી હિરોઈન છે. જેમણે ફિલ્મોમાં સૌથી બોલ્ડ દ્રશ્યો આપ્યા છે. મલ્લિકાનું પણ નામ ઇન્ટરનેશનલ લેવલ ઉપર જાણીતું છે. ભલે તેમણે વધુ ફિલ્મોમાં કામ નથી કર્યું. પણ તેનું નામ બોલીવુડની સૌથી પૈસાદાર અભિનેત્રીઓમાં આવે છે. મલ્લિકા પાસે પણ પોતાનું પ્રાઈવેટ જેટ રહેલું છે.