Categories
વિશેષ હોમ

ખૂબ જ કામના છે આ મેકઅપ ટિપ્સ, તમે પણ એકવાર કરી જુઓ ટ્રાય.

તમે પણ આ મેકઅપ ટિપ્સને અજમાવી જુઓ, ખૂબ જ કામ આવશે

આજના સમયમાં મેકઅપ કરવું એક કલા છે અને તેના માટે પ્રેક્ટિસની સાથે-સાથે કેટલીક ટ્રીક્સની પણ જરૂર હોય છે. જો તમે મેકઅપ કરવા માટે બહાર બ્યુટી પાર્લરમાં જવો છો, તો તમારે પૈસા વધારે ખર્ચ કરવા પડે છે પણ આજે અમે તમારી માટે કેટલીક સ્માર્ટ ટિપ્સ લઈને આવ્યા છે જેને અપનાવીને તમે ઝડપથી પોતાના ઘરે જ મેકઅપ કરી શકો છો. એટલું જ નહિ આ મેકઅપ હેક્સથી જો તમારા કોઈ મેકઅપ પ્રોડક્ટ્સ પુરી થઇ હોય તો તમે તમારી પ્રોડક્ટ્સની અછતને પણ દૂર કરી શકો છો.

લિપસ્ટિક હેક્સ :

પોતાના લુકને સુંદર રીતે કમ્પ્લીટ કરવા માટે લિપસ્ટિક લગાવવું ખુબ જ જરૂરી છે, પણ લિપસ્ટિકનો ઉપયોગ ફક્ત હોઠ પર લગાવવી આટલો જ નથી. જો તમારા કેટલાક મેકઅપ પ્રોડક્ટ્સ ખતમ થઇ ગયા હોય, તો તમે તેની જગ્યાએ લિપસ્ટિકનો ઉપયોગ કરી શકો છો. જેવું કે તમે પોતાના આઈશૈડો કે બ્લશ પૂર્ણ થઇ ગયા હોય તો તમે આંખના નીચે અને ગાલ પર આછી લિપસ્ટિક લગાવીને આને મિક્ષ કરી લો. કલર કરેક્ટર પૂરું થઇ ગયું હોય, તો તમે લિપસ્ટિકને કલર કરેક્ટરની જેમ જ ઉપયોગ કરવામાં આવી શકે છે.

વિંગ્ડ આઇલાઇનર ટ્રિક્સ :

પરફેક્ટ આઇલાઇનર લગાવવું સરળ કામ નથી પરંતુ આને સરળ બનાવી શકાય છે. ટેપના બે ટુકડા લો અને આને આઈબ્રોની તરફ આંખના કિનારા પર ચોટાડી દો. હવે આને આધારે વિંગ્ડ આઇલાઇનર બનાવો.

ઘરે બનાવો લિપ બામ

બધા જુના અને ઉપયોગ કરેલ લિપ બામની બોટલ્સ અને ટ્યુબ લઇ લો. હવે આ કન્ટેનર્સથી બચેલ બામ કાઢી લો અને તેને ગેસ પર ગરમ કરી લો. થોડું નારિયળ તેલ મિક્ષ કરી લો અને મિશ્રણને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી ઘટ્ટ ના થઇ જાય. બસ હવે તેને પાછું એક ડબ્બામાં સ્ટોર કરી લો.

આઈબ્રો હેક્સ :

આઈબ્રો ને યોગ્ય શેપ આપવા માટે તમારે આઈબ્રો પેન્સિલની જરૂરત નથી. તેની માટે તમારે મસ્કારની જૂની બોટલ જ કામ આવી જશે. હવે સ્મજ કર્યા વિના મસ્કારા વૈંડ થી આઈબ્રોને બરાબર શેપ આપવાનો પ્રયત્ન કરો. તેનાથી તમારી આઈબ્રો સુંદર દેખાશે.

આવી રીતે તમે પણ આ બધી વાતોને ધ્યાનમાં રાખીને ઘરે એકદમ સરળ રીતે મેકઅપ કરી શકો છો અને મેકઅપની અછતને પુરી કરવાની સાથે તમે સમયની પણ બચત કરી શકો છો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

Categories
આધ્યાત્મ વિશેષ હોમ

આ મંદિરમાં મનોકામના પુરી કરે છે ભગવાન ગણેશ, દરરોજ હજ્જારોની સંખ્યામાં આવે છે શ્રદ્ધાળુઓ.

ભક્તોની દરેક મનોકામના પુરી કરે છે ભગવાન ગણેશ એટલે જ હજ્જારોની સંખ્યામાં આવે છે દર્શન કરવા માટે.

આપણા દેશભરમાં એવા ઘણા ચમત્કારિક મંદિર છે, જે પોતાના ચમત્કારોને લઈને દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, આપણે જો ભગવાન ગણેશજીના મંદિરોની વાત કરીએ તો દેશભરના શ્રદ્ધાળુ ગણેશ મંદિરમાં જઈને પોતાના જીવનના કષ્ટ દૂર કરવાની ભગવાન ગણેશને પ્રાર્થના કરે છે, આમ તો દેશમાં ઘણા ગણેશ મંદિરો છે, જે શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર બનેલ છે, જેવું કે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન ગણેશજીને બધા દેવતાઓમાં પ્રથમ પૂજનીય અને તેમની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે. અમે તમને દેશના એક એવા ગણેશ મંદિર વિષે જાણકારી આપવા જઈ રહ્યા છે, જે આસ્થા અને ચમત્કારને પોતાનામાં સમાઈને બેઠા છે, એવું કહેવામાં આવે છે કે આ ગણેશ મંદિર કલ્કિ અવતારની પ્રતિરૂપ છે અને આ મંદિરમાં ભગવાન ગણેશજી ઈચ્છાઓ સાંભળે છે.

અમે તમને જે ગણેશ મંદિર વિષે જાણકારી આપી રહ્યા છે, તે મંદિર જબલપુર રતન નગરના સુપ્તેશ્વર ગણેશ મંદિર છે અને આ ભક્તોની આસ્થાના પ્રમુખ કેન્દ્ર બનેલ છે. આ મંદિર બીજા મંદિરો કરતા એકદમ અલગ છે. કારણ કે અહીં જે વિશાળ મંદિર સ્થિત છે તે પર્વતો ઉપર બનેલ છે અને બીજી વિશેષતા એ છે કે ગણેશજીની મૂર્તિનો આકાર સતત વધતો જ રહે છે. આ મંદિરમાં પ્રાકૃતિક રૂપથી પથ્થર સ્વરૂપમાં ગણેશ ભગવાન પ્રકટ થયા હતા, જે આ મંદિરમાં ભગવાન ગણેશની ઉપાસના કરે છે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થયા છે, આ મંદિરમાં ભક્તોની સંખ્યા સતત વધતી રહે છે, જે ભક્તની ઈચ્છા પૂર્ણ થાય છે, તે આ મંદિરમાં આવીને ભગવાનને સિંદૂર અર્પિત કરે છે.

આ મંદિરમાં લગભગ 50 ફિટની ઉંચાઈ પર શીલા સ્વરૂપમાં ગણેશજી વિરાજમાન છે અને આ ભગવાન કલ્કિ સ્વરૂપ માનવામાં આવે છે, જેવું કે તમે બધા જાણો છો કે ગણેશજીની સવારી ઉંદર છે પરંતુ અહીં તે ઘોડા પર દેખાઈ આવે છે, આમની વિશાળકાય સુંઢ ધરતીથી બહાર છે અને બાકી ધડ પ્રતીકાત્મક રૂપથી બહાર છે, બાકીના શરીરના ભાગ પાતાળ એટલે કે ઘણા ફૂટ નીચે સુધી જણાવવામાં આવે છે, અહીં ભગવાનને સિંદૂર અર્પિત કરવાની વિધિ છે, પૂર્ણ શીલા જ સિંદૂર રંગમાં રંગાયેલું છે, અહીં ભગવાનને ધજા અને કપડાં અર્પણ કરવામાં આવે છે, તેની સાથે જ અનુષ્ઠાન પણ થાય છે, ભગવાન ગણેશજીનું આ મંદિર દોઢ એકરમાં બન્યું છે.

આ મંદિરના સમિતિ સચિવનું એવું જણાવ્યું છે કે સુપ્તેશ્વર ગણેશ મંદિરમાં કોઈ ગુંબજ કે દીવાલ બનેલ નથી, અહીં પ્રાકૃતિક રૂપથી ભગવાન ગણેશજીની ઉત્પત્તિ થઈ હતી, જે ભક્ત અહી દર્શન કરવા માટે આવે છે તેમને પ્રાકૃતિક પર્વત અને હરિયાળીનો અનુભવ થાય છે, ભગવાન ગણેશજી અહી જે સ્વરૂપમાં પ્રકટ થયા હતા, તે જ સ્વરૂપમાં તેમની પૂજા થાય છે, આવું માનવામાં આવે છે કે જે ભક્ત 40 દિવસ નિયમિત રીતે ભગવાન ગણેશજીના દર્શન કરે છે તેમની બધી મનોકમનાઓ પૂર્ણ થાય છે, ઈચ્છાઓ પૂર્ણ થયા પછી લોકો દર્શન અનુષ્ઠાન કરે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

Categories
વિશેષ હોમ

ચાણક્ય નીતિ : આજીવન આ 4 વસ્તુથી સંતોષ નથી પામતો માણસ, થઇ જાય છે બરબાદ.

ચાણક્ય અનુસાર આ 4 વસ્તુથી સંતોષ ના થવાથી માણસનું જીવન થઇ જાય છે બરબાદ

મનુષ્ય પોતાના જીવનમાં સુખની પ્રાપ્તિ માટે અનેક વસ્તુની શોધ કરતા રહે છે, તેની પાછળ ભાગતો રહે છે અને એક શ્રેષ્ઠ જીવન મેળવવાનો પ્રયાસ કરે છે. આમ ધન-સંપત્તિ, એશ્વર્ય, સમ્માન, શારીરિક અને માનસિક સુખ સાથે ઘણી વસ્તુઓ આવે છે પરંતુ કેટલીક વસ્તુઓની બાબતમાં મનુષ્ય જીવનભર અસંતુષ્ટ રહે છે. ચાણક્ય પોતાના શ્લોકમાં એવી 4 વસ્તુઓનો ઉલ્લેખ કરે છે, જેની માટે મનુષ્ય આજીવન લાલચમાં રહે છે.

धनेषु जीवितव्येषु स्त्रीषु भोजनवृत्तिषु।

अतृप्ताः मानवाः सर्वे याता यास्यन्ति यान्ति च॥

આ શ્લોકમાં ચાણક્ય જણાવે છે કે મનુષ્ય કેટલું પણ ધન કેમ ન કમાઈ લે, તેને હજુ વધારે ધનની લાલચ લાગી રહેલી હોય છે. આજીવન તેમની આ જ પ્રયાસ રહે છે કે વધુમાં વધુ પૈસા પ્રાપ્ત થઇ જાય. આવા વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ રહેતો નથી અને ઘણી વખત વધુ મેળવવાના પ્રયાસમાં ખોટા રસ્તા પકડી લે છે. એવામાં પૈસાની લાલચ તેમના જીવનને નષ્ટ કરી નાખે છે.

ચાણક્યે ઉંમરનો પણ ઉલ્લેખ કરતા જણાવે છે કે વ્યક્તિ જેણે જન્મ લીધો છે તે ક્યારેય મરવા માંગતો નથી. એવામાં તે ઉંમરને લઈને પણ સંતુષ્ટ રહેતો નથી.

આ શ્લોકના અંતમાં ચાણક્ય સ્ત્રી અને ભોજનનો ઉલ્લેખ કરે છે. તે જણાવે છે કે મનુષ્ય આમનાથી પણ ક્યારેય સંતુષ્ટ થતા નથી. જરૂરત મુજબ પ્રેમ પૂર્ણ થવા છતાં પણ મનુષ્યને આની લાલચ રહેતી હોય છે. મોટાભાગે જોવામાં આવે તો આ બંને બાબતમાં મનુષ્યની અસંતુષ્ટિ તેને બરબાદ કરી નાખે છે.

ચાણક્ય અનુસાર ધન, ઉંમર, સ્ત્રી અને ભોજનને લઈને મનુષ્ય ક્યારેય સંતુષ્ટ થતો નથી. વ્યક્તિને આ ગમે તેટલું પણ મળી રહે અપૂરતું જ રહે છે. આના પર નિયંત્રણ મેળવનાર વ્યક્તિ જ સુખની પ્રાપ્તિ કરે છે અને આની આગળ હારી જનાર લોકો નષ્ટ થઇ જાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

Categories
બોલીવુડ વિશેષ હોમ

વર્ષો પછી ઉભરાઈ ગયું નેહા કક્કડની પીડા, જણાવ્યું : ‘માતા-પિતા ઇચ્છતા નહોતા કે તે જન્મે’

નેહા કક્કડે પોતે જણાવ્યું કે તેના માતા-પિતા ઇચ્છતા નહોતા કે તે જન્મે લે.

6 જૂન 1988 ને જન્મેલી નેહા 32 વર્ષથી થઇ ગઈ છે. પોતાના જન્મદિવસના ખાસ દિવસે નેહાએ પોતાના જીવનના સંધર્ષની કહાનીને સંગીત દ્વારા દેખાડ્યું છે. એક સિંગરના મોઢેથી તેના સ્ટ્રગલનો વિડીયો નેહા એ પોતાના યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યો. જણાવી દઈએ કે આ વીડિયોમાં નેહાએ પોતાના જન્મથી લઈને એક સિંગર બનાવ સુધીની કહાની જણાવી છે. નેહા એ જે યુટ્યુબ વિડીયો શેયર કર્યો છે, તેમાં ગીત અને રેપ દ્વારા નેહાનું ઘર, પરિવારની સમસ્યા અને સફળતાની સફરને દેખાડી છે.

નેહાએ પોતાના વીડિયોમાં ઘણા દર્દનાક ખુલાસો પણ કર્યા છે. સંગીતના માધ્યમથી તેમને જણાવ્યું કે તે એક ગરીબ, ઓછું ભણેલા-ગણેલા અને સીધા પરિવારમાં જન્મી હતી. ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી, એટલા માટે તેના માતા-પિતા તેમને જન્મ આપવા માંગતા નહોતા. એવા જ કેટલાક ખુલાસા તેમણે પોતાના આ ગીતમાં કર્યા છે. આવો જાણીએ નેહાની કહાની નેહાની જુબાની…

માતા-પિતા કરાવવા માંગતા હતા ગર્ભપાત

પોતાના નવા વીડિયોમાં નેહાએ જણાવ્યું કે ઘરની આર્થિક સ્થિતિ ખુબ નબળી હતી, એટલા માટે માતા-પિતા તેને જન્મ આપવા માંગતા નહોતા. નેહાએ જણાવ્યું કે માંને ગર્ભધારણ કર્યાને ઘણો સમય થઇ ચુક્યો હતો એટલા માટે માં ગર્ભપાત કરી શકી નહોતી.

માતાના જાગરણમાં ગાતી હતી નેહા

નેહા કક્ક્ડ બાળપણથી જ સંગીતમાં રસ રાખતી હતી. તેમણે 4 વર્ષની ઉંમરમાં જ ગીત ગાવાનું શરુ કરી દીધું હતું. નેહાએ આ વીડિયોમાં જણાવ્યું કે હું અને મારી બહેન સોનુ કક્ક્ડ જાગરણમાં ગીત ગાઈને આસપાસના વિસ્તારમાં ખુબ લોકપ્રિય થઇ ગયા હતા, કેમ કે ઘરમાં પૈસા નહોતા એટલા માટે માતાના જાગરણમાં અમે ભજન ગાઈને પૈસા કમાઈ લેતા હતા. તેથી આગળ નેહાએ જણાવ્યું કે મારી બહેન સોનુ પહેલાથી જ જાગરણમાં ભજન ગાતી હતી તેમને જોઈને હું પણ શીખી ગઈ.

જન્મથી જ સંધર્ષ

નેહા કક્કડે પોતાના કરિયરમાં ખુબ સંધર્ષ કર્યો છે, ત્યારે તે આજે એક મોટી અને સફળ સિંગર બની શકી છે. તેમણે પોતાના સંધર્ષની કહાની તેમના જન્મના દિવસ એટલે 6 જૂન 1988એ શરુ કરી હતી. નેહાએ પોતાના આ વીડિયોમાં જણાવ્યું કે ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી માતા-પિતા પણ ઓછું ભણેલા-ગણેલા હતા.

ઘરમાં નહોતી 2 ટાઈમની રોટલી

ઘરમાં પૈસા નહોતા, તો રાતે ભૂખથી અમારા અખા પરિવાર રડતું તડપતું રહેતું હતું, અમારા ઘરમાં બે ટાઈમના ભોજનની પણ વ્યવસ્થા નહોતી.

પિતા સમોસા વેંચતા હતા

નેહા અને સોનુ બંને જાગરણમાં ભજન ગાઈને થોડાક પૈસા કમાઈ લેતા હતા, ત્યાં નેહાના પિતાની એક સમોસાની દુકાન હતી. આ રીતે નેહા અને તેમનો પરિવારનું ભરણ પોષણ થતું હતું.

ઇન્ડિયન આઇડલ પછી થઇ ફેમસ

જાગરણમાં ગીત ગાનારી નેહાનો અવાજ ખુબ સારો થઇ ગયો. તેના પછી તેમણે પ્રખ્યાત સિંગિંગ શો ઇન્ડિયન આઇડલમાં ભાગ લીધો, પણ નેહા આ શો જીતી શકી નહિ. તેમ છતાં નેહાએ પાછળ વળીને જોયું નહિ અને પોતાના કરિયરમાં સતત આગળ વધતી રહી. તમને જણાવી દઈએ કે આજે નેહા બોલિવૂડની એક પ્રખ્યાત સિંગર બની ચુકી છે. સાથે જ કરોડો દિલોની ધડકન પણ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

Categories
હોમ

Hello world!

Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!