શ્રીનગર પાસે વસાવવામાં આવશે ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ, મોટા પ્રમાણમાં ઉભી થશે નોકરીની તકો, જાણો વધુ વિગત

0

હાલમાં જ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫A દુર કર્યા પછી ભારતના અનેક મોટા વેપારીઓ કાશ્મીરમાં પોતાના ઉદ્યોગ ઉભા કરવાની ઈચ્છા વ્યક્તિ કરી રહ્યા છે. અને તેના માટે કાર્યવાહી પણ શરુ કરી દીધી છે. ઘણા ઉધોગો એવા પણ છે કે જેનો વિકાસ કાશ્મીરમાં જોઈએ એવો થયો નથી. અને તેથી તે ઉદ્યોગોની કંપનીઓ કાશ્મીરમાં તે ઉદ્યોગ વિકસાવવા માંગે છે. અને પોતાનો નવો ઉદ્યોગ ઉભો કરવા માંગે છે, અને તેથી કાશ્મીરમાં રોજગારીની ઘણી સારી એવી તકો પણ ઉભી થઇ શકે છે. તો આવો જાણીએ કઈ કઈ કંપનીઓ કાશ્મીરમાં પોતાનો ઉદ્યોગો વિકસાવવા માંગે છે. જાણીએ વિગતવાર.

અમુલ અને સ્ટીલબર્ડ સહીત દેશની મોટી કપનીઓએ કરી રોકાણની જાહેરાત

જમ્મુ-કાશ્મીર માંથી આર્ટીકલ ૩૭૦ દુર કર્યા પછી દેશની મોટી કંપનીઓ રાજ્યમાં રોકાણની ઈચ્છા વ્યક્ત કરી ચુકી છે. નોયડા ઈંટરપ્રીન્યોર્સ એસોસીએશન (એનઈ) એ ભારત સરકારને પત્ર લખીને શ્રીનગર આસપાસ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ બનાવવાની માંગણી કરી છે. જો સરકાર આ માંગણીનો સ્વીકાર કરે છે, તો કાશ્મીરમાં મોટાપ્રમાણમાં નોકરીઓ ઉભી થશે.

સ્ટીલબર્ડ કરશે રોકાણ

એશિયાની સૌથી મોટી હેલમેટ નિર્માતા સ્ટીલબર્ડ હાઈ-ટેક ઇન્ડિયા લીમીટેડે જમ્મુ અને કાશ્મીરમાં પોતાનો મેન્યુફેકચરીંગ પ્લાન્ટ ઉભો કરવાની જાહેરાત કરી છે. સ્ટીલબર્ડની ઈચ્છા લગભગ ૧૦૦૦ રોજગારીની તકો ઉભી કરવાનું છે. કંપનીના એમડી રાજીવ કપૂરે જણાવ્યું કે અમે ઓક્ટોમ્બર મહિનામાં આગામી રોકાણકાર શિખર સંમેલન મુજબ વીનિર્માણ સુવિધા સાથે આવવાની યોજના બનાવી રહ્યા છીએ.

અમુલ ઉભા કરશે પ્લાન્ટ

ગુજરાત કોપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) એ કાશ્મીરમાં પોતાનો પ્લાન્ટ ઉભો કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જીસીએમએમએફના પ્રબંધકોએ આ બાબતમાં કાશ્મીરના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી છે અને કાશ્મીરના ડેરી જગતમાં ટેકનીક સપોર્ટ સાથે પ્રબંધન અને દૂધ ખરીદવાની સીસ્ટમ વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.સ્થાનિક સરકાર પાસેથી મદદ ન મળવાને કારણે જમ્મુ-કાશ્મીરમાં ડેરી ઉદ્યોગનો વિકાસ નથી થઇ શક્યો. હજુ સુધી માત્ર બે પ્રોસેસિંગ યુનિટ કામ કરી રહ્યા છે. તેની પ્રોસેસિંગ ક્ષમતા રોજના ૫૦,૦૦૦ લીટર દુધને પ્રોસેસ કરવાની છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.