પાકિસ્તાનમાં પરફોર્મ કર્યા પછી મીકા સિંહ વાઘા બોર્ડર પહોંચ્યો અને ભારત માતા કી જયના નારા લગાવ્યા

0

મીકાએ ૮ ઓગસ્ટના રોજ કરાચીના એક અબજોપતિની દીકરીના લગ્નમાં હાજરી આપી હતી

દેશમાં વિરોધ થયો તો સિનેમા વર્કસ એસોસીએશને આ ગાયકને પ્રતિબંધિત કરી દીધો

પાકિસ્તાનમાં પરફોર્મ આપ્યા પછી ઓલ ઇન્ડિયા સિનેમા વર્કર્સ એસોસીએશન દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલા ગાયક સ્વતંત્રતા દિવસ ઉપર વાઘા બોર્ડર પહોચ્યા અને ત્યાં ભારત માતાની જયના સુત્રોચાર લગાવ્યા. મીકાએ ત્યાં રહેલા લોકો પાસે પણ ભારત માતાની જય અને વન્દેમાતરમના સુત્રોચાર કરાવ્યા.

તેનો એક વિડીયો તેણે પોતે ગાયકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યો. મીકાએ ૮ ઓગસ્ટના રોજ કરાચીમાં એક અબજોપતિની દીકરીના લગ્નમાં પરફોર્મ આપ્યું હતું. તેની દેશ આખામાં ઘણી ટીકા થઇ હતી. ત્યાર પછી સીને વર્કર્સ એસોસીએશને તેને બીજા આદેશ સુધી પ્રતિબંધિત કરી દીધા હતા.

જવાનોને સલામ

વાઘા-અટારી બોર્ડર ઉપર સ્વતંત્રતા દિવસ ઉપર સુંદર કાર્યક્રમનું આયોજન થયું. મીડિયા અહેવાલ મુજબ ભારત તરફથી લગભગ ૩૦ હજાર લોકો હાજર હતા. દેશભક્તિના જોશ સાથે તરબોળ લોકો વચ્ચે મીકા સિંહ પહોચ્યા. તે કાર્યક્રમ શરુ થવાના ઘણા વહેલા જ ત્યાં પહોચી ગયા હતા. દર્શક સામેથી પસાર થઈને મીકા થોડી વાર માટે અટક્યા અને તેમણે લોકોને ભારત માતાની જય અને વંદે માતરમના સુત્રોચાર લગાવરાવ્યા. મીકાએ બીએસએફના અધિકારીઓ અને જવાનોને સલામ પણ કરી.

પોસ્ટમાં શું લખ્યું

વિડીયો સાથે પોસ્ટ કરવામાં આવેલા કેપ્શનમાં મીકાએ લખ્યું, ભારત માતાની જય, તેનું સુંદર સ્વાગત માટે આભાર. બધાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ અને જવાનોને સલામ. આપણે સુંદર અને સુરક્ષિત જીવન પસાર કરી શકીએ તે માટે આપણા જવાન કોઈ તહેવાર નથી મનાવી શકતા. જય હિન્દ.

મીકાએ દેશથી વધુ પૈસાને મહત્વ આપ્યું

સીને વર્કસ એસોસીએશનના અધ્યક્ષ સુરેશ શ્યામલ ગુપ્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું, કોઈ પણ પ્રોડક્શન હાઉસ, મ્યુઝીકલ કંપનીની ઓનલાઈન કંટેંટ પ્રોવાઈડર મીકા પાસે કામ નહિ કરાવીએ. જો કોઈ એવું કરે છે તો તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. એવા સમયમાં જયારે બંને દેશો વચ્ચે તનાવ ચરમ ઉપર છે, મીકાએ દેશના હિતને બદલે પૈસાને મહત્વ આપ્યું. વિશેષ વાત એ છે કે મીકાએ અત્યાર સુધી તેના વિષે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.