પરિવારને સારું ઘર મળી શકે એટલા માટે એક વખતમાં લગાવ્યા 3270 પુશઅપ્સ, જુઓ વિડિઓ.

0

૬ વર્ષના બાળકે એક વખતમાં લગાવ્યા ત્રણ હજારથી વધુ પુશઅપ્સ – વિડીયો વાયરલ

મિત્રો નાના બાળકને ક્યારેય નીચા ન સમજવા જોઈએ, ઘણી વખત આ નાના તોફાની એવા એવા કારસ્તાન કરી જાય છે. જે કરવામાં મોટા મોટા લોકોને પણ પરસેવો આવી જાય છે. આજે અમે તમને એક એવી જ મહેનતુ અને કારસ્તાની બાળક વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ બાળકે પુશઅપ્સ લગાવવામાં એક એવો રેકોર્ડ બનાવ્યો છે. જે કરવો તો દુર પણ સાંભળીને જ તમે થાક અનુભવવા લાગશો. એક સાથે વધુમાં વધુ પુશઅપ્સ લગાવવા કોઈ સરળ કામ નથી હોતું.

ઘણા લોકો તો ૫૦ પુશઅપ્સ લગાવ્યા પછી જ પોતાને બોડીબિલ્ડર માનવા લાગી જાય છે. પછી એક સાથે ૧૦૦ પુશઅપ્સ લગાવવાની વાત કરવામાં આવે તો તેનાથી પણ લોકોને પરસેવો આવી જાય છે. આ ટાસ્ક ઘણા મોટા લોકોને ઘણો મુશ્કેલ લાગે છે. પરંતુ ૬ વર્ષના આ બાળકે તો એક જ વખતમાં આશ્ચર્યજનક રીતે ૩૨૭૦ પુશઅપ્સ લગાવી દીધા.

ખાસ કરીને અમે અહિયાં જે બાળકની વાત કરી રહ્યા છીએ તેનું નામ ઈબ્રાહીમ લ્યાનોવ છે. ઈબ્રાહીમ રૂસ દેશના નોવી રેદાંતનો રહેવાસી છે. તેણે પુશઅપ્સ એક હરીફાઈ માટે લગાવ્યા હતા. ઈબ્રાહીમ ઈચ્છતો હતો કે તેના ઘરવાળાને રહેવા માટે એક સારું ઘર મળી શકે. તે પુશઅપ્સ હરીફાઈમાં જીતવા વાળા વિજેતાને એક વિશાળ ઘર ભેંટમાં આપવામાં આવી રહ્યું હતું. એટલે ઈબ્રાહિમે તેના કુટુંબ માટે જીતવા માટે પોતાની તમામ શક્તિ લગાવી દીધી. એક વખતમાં ૩૨૭૦ પુશઅપ્સ લગાવીને ઈબ્રાહિમે ‘રશિયા બુક ઓફ રેકોર્ડ’ માં પોતાનું નામ નોંધાવી લીધું.

તેને આવી સરસ રીતે પુશઅપ્સ કરવાની તાલીમ પોતાના પિતાજી પાસેથી મળી છે. ઈબ્રાહીમના પપ્પા તે ક્લબના નિયમિત સભ્ય છે, જ્યાં તે પુશઅપ્સ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વખતે થોડા સમયથી પોતાના પુત્ર ઈબ્રાહીમને દરરોજ પુશઅપ્સની તાલીમ આપતા રહેતા હતા. ઈબ્રાહીમે પણ તેને સારી રીતે શીખી અને પોતાના પિતાજીનું નામ ઉજ્વળ કરીને તેમના માટે ઇનામમાં એક સરસ એવું ઘર પણ જીતી લીધું.

ઈબ્રાહીમના પુશઅપ્સનો આ વિડીયો હાલના દિવસોમાં ઈન્ટરનેટ ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જે કોઈ તે જોઈ રહ્યા છે, તેને પોતાની આંખો ઉપર વિશ્વાસ નથી આવી રહ્યો. ખરેખર આ ૬ વર્ષનો નાનો એવો બાળક આટલા બધા પુશઅપ્સ કેવી રીતે લગાવી રહ્યો છે. લોકો ઈબ્રાહીમના આ ટેલેન્ટથી ઘણા ખુશ થઇ રહ્યા છે. અમને વિશ્વાસ છે કે જયારે તમે પોતે પણ આ બાળકને આવી રીતે પુશઅપ્સ કરતા જોશો તો આશ્ચર્યચકિત બની જશો. હાલ તમે પણ આ વિડીયો અહિયાં જોઇને મજા કરી શકો છો.

આ કોઈ પહેલી વખત નથી જયારે કોઈ નાના બાળકે આટલા બધા પુશઅપ્સ લગાવીને ઇનાજ જીત્યું હોય. મીડિયા અહેવાલ મુજબ ગયા વર્ષે ૨૦૧૮માં પણ એક પાંચ વર્ષના છોકરાએ ૪,૧૫૦ પુશઅપ્સ લગાવ્યા હતા. તેની આ સફળતા માટે રૂસના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુનિતે નજીકના ગણવામાં આવતા રમજાન કાદીરોવના બાળકને મર્સીડીઝ કારની ચાવી આપી હતી.

આમ તો એક સાથે કેટલા પુશઅપ્સ લગાવી શકાય છે? અમને કમેંટ સેક્શનમાં જરૂર જણાવશો. સાથે જ આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને બીજા સાથે શેર જરૂર કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

 

વિડિયો :