પૌત્રી નવ્યાના બોયફ્રેન્ડને ગળે મળી જયા બચ્ચન, પબ્લિક બોલી “જમાઈ રાજા મળી ગયા કે શું?” જુઓ વિડીયો

0

આ વાતમાં કોઈ શંકા નથી કે બચ્ચન પરિવારની પોપ્યુલરિટી બોલીવુડ અને સામાન્ય જનતા વચ્ચે ખુબ વધારે છે. આવામાં તેમની ફેમીલી સાથે જોડાયેલી દરેક વ્યક્તિની ખબરો ઈંટરનેટ પર વાઈરલ થતી રહેતી હોય છે. આજે અમે તમને એક ખાસ વિડીઓ બતાવવા જઈ રહ્યા છીએ. આ વિડીઓ એક ફેશન શોનો છે. આમાં જયા બચ્ચન શો સમાપ્ત થયા બાદ એક વ્યક્તિને ભેટી પડે છે. રહસ્યની વાત એ છે કે તે જેને ભેટે છે, તે વ્યક્તિનું નામ જયાની પૌત્રી નવ્યા નવેલી નંદાની સાથે પણ જોડાયેલું છે.

વીતેલા અમુક મહિનાઓમાં નવ્યા અને આ વ્યક્તિને એકસાથે ઘણી વાર જોવામાં આવેલા છે. આવામાં ખબરો આવી રહી છે કે તે બન્ને રીલેશનશીપમાં છે. હવે આ વાત કેટલી સાચી છે અને આ છોકરો છે કોણ? આ તમામ સવાલોના જવાબ માટે ખબર વાચતા રહો. નવ્યા પોતાની માતા શ્વેતા બચ્ચન નંદાની જેમ જ મીડિયા લાઈમ લાઈટથી દુર રહેવું પસંદ કરે છે. જો કે બચ્ચન પરિવાર સાથે નામ જોડાયેલું હોવાથી મીડિયાવાળા તેમને ગમે ત્યાંથી શોધી કાઢે છે. આથી તેમની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી બધી વાતો તમારા સુધી પહોચી જાય છે.

ચાલો હવે નવ્યાના આ બોયફ્રેન્ડના વિષે પણ જાણી લઈએ. આ વ્યક્તિ બીજું કોઈ નહી પરંતુ બોલીવુડ એક્ટર જાવેદ ઝાફ્રીના પુત્ર મીઝાન ઝાફ્રી છે. મીઝાન અને નવ્યાની સાથે અમુક ફોટાઓ પહેલા પણ વાઈરલ થઇ ચુકી છે. એવામાં લોકોને શંકા હતી કે આ બન્ને વચ્ચે જરૂર કઈક ચાલી રહ્યું છે. હવે હાલમાં જ જયારે નવ્યાની નાની જયા બચ્ચને મીઝાનને ભેટ્યો, તો આ ખબરોને વધારે ગતી મળી. આ આખી બાબત અબુજાની અને સંદીપ ખોસલાના ફેશન શોની છે.

આ લોકો પોતાના સફરની ૩૩મી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. તેમાં ગેસ્ટના રૂપમાં જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન પણ હાજર હતા. ત્યાં જ રેમ્પ પર ચાલી રહેલા મોડલ્સમાં જાવેદ ઝાફ્રીના પુત્ર મીઝાન પણ હતા. એવામાં જેમ આ ફેશન શો સમાપ્તિ તરફ આગળ વધ્યો, જયા બચ્ચન થોડા ઉત્સાહમાં આવી ગઈ અને ઉત્સાહની સાથે તેમણે સ્ટેજ પર જઈને મીઝાનને ભેટી પડ્યા. આ સુંદર પળ કેમેરામાં પણ કેદ થઇ ગયો.

હવે આ વિડીયો ઈંટરનેટ પર વાઈરલ થઇ રહ્યો છે. લોકોને હવે વિશ્વાસ આવી રહ્યો છે કે મીઝાન અને નવ્યાની વચ્ચે કઈક તો છે. એક યુઝરે તો કમેંટ કરીને એ પણ પૂછી લીધું કે “ જયા મેમ! લાગે છે તમને જમાઈ રાજા મળી ગયા.” જો કે જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પિંકવિલાને આપેલા એક ઈંટરવ્યુમાં મીઝાને આ વાત ક્લીયર કરતા કહ્યું હતું કે, હું રીલેશનશીપમાં જરૂર છું, પરંતુ તે છોકરી નવ્યા નથી.

અમે બન્ને માત્ર સારા મિત્ર છીએ. હવે તે સાચું બોલી રહ્યા હતા કે વાતને ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એ તો તેમને જ ખબર. તમને એ પણ જણાવી દઈએ કે નવ્યાનો બોલીવુડ ફિલ્મોમાં આવવાનો અત્યારે કોઈ હેતુ નથી. આ વાત તેમની માં શ્વેતાએ એક ઈંટરવ્યુમાં કહી હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડિયો :