શ્રીદેવીનું મીણનું પૂતળું જોઈને છલકાયો લોકોનો ગુસ્સો, આ સ્ટાર્સ સાથે પણ નથી મળતું આવતું તેમનું સ્ટેચ્યુ

0

મેડમ તુસાદમાં પોતાનું સ્ટેચ્યુ જોવું બોલીવુડ કે હોલીવુડમાં કામ કરવા વાળા દરેક કલાકારનું સપનું હોય છે. તે તેમના માટે ગૌરવની વાત હોય છે. મેડમ તુસાદમાં વેક્સ સ્ટેચુ લાગવાનો અર્થ છે કે, તમે તમારા જીવનમાં એટલી ખ્યાતી મેળવી લીધી છે કે તમે તેને લાયક થયા. તે પોતાના માટે કોઈ સફળતાથી ઓછું નથી હોતું.

પોતાના મીણના સ્ટેચ્યુનું અનાવરણ કરવા માટે કલાકારો ખાસ કરીને મ્યુઝીયમ પહોંચે છે. હાલમાં જ સિંગાપુર મેડમ તુસાદમાં સ્વ. શ્રીદેવીના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું. તે દરમિયાન તેમનો આખો પરિવાર હાજર હતો. શ્રીદેવીના આ સ્ટેચ્યુને મિસ્ટર ઇન્ડિયાના ગીત ‘હવા હવાઈ’ નો લુક આપવામાં આવ્યો હતો.

શ્રીદેવીના મીણના સ્ટેચ્યુનો ફોટો સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થયો, અને અમુક ફેંસને આ ફોટો જરાપણ પસંદ ન આવ્યો. તેમનું માનવું હતું કે, આ સ્ટેચ્યુ શ્રીદેવીની સુંદરતા સાથે ન્યાય નથી કરતો. તેમના મુજબ શ્રીદેવી આ મીણના સ્ટેચ્યુથી ઘણી વધુ સુંદર હતી. ઘણી વખત મીણની ગુણવત્તા ખરાબ હોવાને કારણે જ સ્ટેચ્યુ એવા નથી બનતા જેવા તે સ્ટાર દેખાય છે. તેવામાં આજની આ પોસ્ટમાં અમે તમારા માટે થોડા પ્રસિદ્ધ વ્યક્તિઓના સ્ટેચ્યુના ફોટા લઈને આવ્યા છીએ જે તેમના જેવા જરાપણ નથી દેખાતા.

રણવીર સિંહ :

પેરીસમાં લગાવેલુ રણવીર સિંહનું મીણનું સ્ટેચ્યુ તેમના જેવું ઓછું અને કોરિયોગ્રફર શામક દાવર જેવી વધુ દેખાય છે.

શાહરૂખ ખાન :

લંડનના મેડમ તુસાદમાં મૂકાયેલા શાહરૂખ ખાનના આ મીણના સ્ટેચ્યુને ફિલ્મ ‘ફેન’ ના કેરેક્ટર ગૌરવનું રૂપ આપવામાં આવ્યું હતું. આ મીણનું સ્ટેચ્યુ ખાસ કરીને શાહરૂખ જેવુ નથી દેખાતું.

અમિતાભ બચ્ચન :

૨૦૦૦માં લંડનમાં મેડમ તુસાદમાં પોતાનું મીણનું સ્ટેચ્યુ મેળવનારા બીગ-બી પહેલા ભારતીય કલાકાર હતા. આમ તો આ સ્ટેચ્યુ અમિતાભ બચ્ચનના રીયલ લુકથી એકદમ અલગ દેખાય છે.

સલમાન ખાન :

જેમ કે તમે જોઈ શકો છો કે, સલમાન ખાનનું સ્ટેચ્યુ પણ તેનાથી એકદમ અલગ દેખાઈ રહી છે. આ વેક્સના સ્ટેચ્યુમાં ભાઈની આંખ અને મોઢામાં ખામી જોવા મળી રહી છે.

કેટરીના કેફ :

વર્ષ ૨૦૧૫માં કેટરીના કેફે પોતાના આ મીણના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. પરંતુ કેટરીના કેફના ફેંસ આ સ્ટેચ્યુ જોઇને ઘણા નારાજ થયા હતા. તેમના જણાવ્યા મુજબ કેટરીનાનું આ સ્ટેચ્યુ તેના જેવુ જરાપણ ન હતું.

કરીના કપૂર :

આ સ્ટેચ્યુ ખાસ કરીને કરીના કપૂર જેવુ નથી દેખાતું. કરીનાના આ સ્ટેચ્યુને ફિલ્મ ‘રા વન’ ના ગીત ‘છમ્મક છલ્લો’ નું રૂપ આપવામાં આવ્યું હતું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.