100 ની ઉંમરમાં પણ દોડી શકે છે અહીંના લોકો, મહિલાઓ 65 ની ઉંમરમાં પણ બને છે માં

0

માણસ યુવાન અને સુંદર દેખાવા માટે ઘણા ઉપાય કરે છે. પરંતુ ઉંમર વધવાની સાથે સાથે માણસની સુંદરતામાં ફેરફાર થતો રહે છે, અને તે કુદરતનો નિયમ છે. પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિષે જણાવવાના છીએ, જ્યાં મહિલા ૭૦ વર્ષની ઉંમરમાં પણ ઘણી સુંદર દેખાય છે. અને અહિની મહિલાઓને જોઈને કોઈ તેમની સાચી ઉંમર પણ નથી જણાવી શકતા.

અને આહાર વિહારનો માણસની ઉંમર સાથે ઊંડો સંબંધ છે એ વાત વૈજ્ઞાનિક કસોટી પર સાચી સાબિત થઈ છે. અને એના ઉદાહરણ રૂપે આ જગ્યા પરના લોકોને લઈ શકાય છે. અમે જેમની વાત કરી રહ્યા છીએ એ છે ‘હુંજા જનજાતિ’ ના લોકો. એક રીપોર્ટ અનુસાર જણાવવામાં આવ્યું છે કે, આ જનજાતીના લોકો લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાતા રહે છે.

આર્યાવતના ખોળામાં જન્મેલી આ હુંજા પ્રજાતિ પહેલા ભારતનો મહત્વનો ભાગ હતી, જે હવે પાકિસ્તાનના કબ્જા વાળા કશ્મીરના ગિલગીટ-બાલ્ટિસ્તાનના પહાડોમાં વસે છે. અહિયાંની ઘાટીઓ હુંજા જનજાતિઓને કારણે પ્રસિદ્ધ છે. તેમજ આ ઘાટીઓને કારણે આ જનજાતિઓને પોતાની અલગ ઓળખ મળી છે.

ભારતની ઉત્તરી વિસ્તારમાં આવેલી આ જનજાતિની મહિલાઓ ૬૫ થી ૭૦ વર્ષની ઉંમરમાં પણ બાળકોને જન્મ આપી શકે છે. અહિયાંની આબોહવાને કારણે આ લોકોમાં રોગ સામે લડવાની શક્તિ વધુ હોય છે. તેને કારણે જ તે લોકો ઘણા ઓછા બીમાર પડે છે અને તંદુરસ્ત રહે છે.

આ જનજાતિના લોકો ૧૦૦ વર્ષ સુધી સરળતાથી જીવી શકે છે. અને એમની સરેરાશ ઉંમર ૧૧૦ થી ૧૨૦ વર્ષ માનવામાં આવે છે. તેમની યુવાની અને સુંદરતાનું રહસ્ય તેમના ખાવા-પીવામાં છુપાયેલું છે. તે લોકો મોટાભાગે બાજરો, જુવાર, ખુમાની અને મેવાનું સેવન કરે છે.

આ જાતિના લોકો ખુશ મિજાજી હોવાથી પણ તેમેનું સ્વાસ્થ્ય મોટી ઉંમર સુધી સારું રહે છે. કહેવત છે ને કે “મન ચંગા તો કખરોટ મેં ગંગા”, “મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ” માટે જો આપણે પણ સ્વસ્થ રહેવું હોય તો ખુશ મિજાજી રહેવું, પોજીટીવ થીંકીંગ રાખવી, જેથી સ્વાસ્થ્ય સારું રહે.

ઉત્તમ જીવન શૈલી, ઉત્તમ આહાર, નિયમિત વ્યાયામ અને ખુશમિજાજ મનોસ્થિતિ સહીત અનેક સદ્દગુણોને કારણે અહીંના લોકો ખરેખર જીવવા માટે ખોરાક માટેની વૈજ્ઞાનિકોની સલાહ પર અમલ કરે છે અને હંમેશા સ્વસ્થ, યુવાન અને સુંદર બની રહે છે. કહેવામાં આવે છે કે, કેન્સર સહીત અનેક જીવલેણ બીમારીઓ સાથે આમનું કંઈ લેવા દેવા નથી.

આ સમુદાયના લોકોને બુરુશો પણ કહેવામાં આવે છે. એમની ભાષા બુરુશાસ્કી છે. એમને દક્ષસકદર મહાનની સેનાના વંશજ માનવામાં આવે છે, અને કહેવામાં આવે છે કે ચોથી સદીમાં હુંજા વસ્તી આબાદ થઇ હતી.

અહીંની મહિલાઓ 65 વર્ષની ઉંમરમાં પણ સંતાનને જન્મ આપી શકે છે. આવી મહિલાઓ સરેરાશ 15 થી 20 % છે. અહીંના લોકોએ એ સાબિત કર્યું છે કે પૌષ્ટિક ખાનપાન અને ઉત્તમ જીવનશૈલીથી ઉંમરને છેતરી શકાય છે, તથા લાબું અને સ્વસ્થ જીવન જીવી શકાય છે. હુંજા લોકો ખુબાની(એપ્રિકોટ) ખાય છે જે એન્ટીકેન્સર છે. અહીં ઢળતી ઉંમરમાં પણ લોકો ઝડપી દોડ લગાવે છે, અને દાદી નાની બનવાની ઉંમરમાં પણ મહિલાઓ બાળકોને જન્મ આપે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.