ફાઈવ સ્ટાર હોટલમાં 102 દિવસ રહી જલસા કર્યા બાદ, લાખોનું બિલ ચૂકવ્યા વગર વ્યક્તિ ફરાર, જાણો વધુ વિગત

0

ફાઈવ સ્ટાર હોટલ પોતાની રોયલ સર્વિસ માટે ઓળખાય છે. અને પૈસાદાર લોકોને જ પોસાય છે. સામાન્ય હોટલમાંથી બિલ ચૂકવ્યા વગર અમુક લોકો ભાગી જતા હોય છે. પણ ફાઈવ સ્ટાર હોટલોમાંથી પણ કોઈ બિલ ચૂકવ્યા જતા રહે એવા કેસ ભાગ્યે જ જોવા મળે છે. અને આવો એક કેસ હૈદરાબાદમાંથી સામે આવ્યો છે.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર એક વ્યક્તિ હૈદરાબાદની એક ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાયો હતો. અને 2-5 દિવસ નહિ પણ 100 દિવસથી વધારે તે ત્યાં સમય રહ્યો હતો. પછી અચાનક જ હોટલનું બિલ ચૂકવ્યા વગર ત્યાંથી જતો રહ્યો. તમને જાણીને આશ્ચય થશે કે એ વ્યક્તિનું કુલ 25.96 લાખ રૂપિયાનું બિલ બન્યું હતું. જેમાંથી 12.34 લાખ રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી હતું.

એ વ્યક્તિ આટલી મોટી રકમ ચૂકવ્યા વગર જ કોઈને જાણ ન થાય એ રીતે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ હોટલ મેનેજમેન્ટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે શનિવારે પોલીસે જણાવ્યું હતું કે, હોટેલ તાજ બંજારાના મેનેજમેન્ટ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અને ફરિયાદમાં છેતપિંડી અને વિશ્વાસઘાતનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આવું કરનાર વેપારી વિશાખાપટ્ટનમનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ કેસમાં હોટેલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, એ આરોપી કુલ 102 દિવસ સુધી એમની હોટલના લક્ઝરી રૂમમાં રોકાયો હતો. અને એનું 25.96 લાખ રૂપિયાનું બિલ બન્યું હતું. એમાંથી તેણે 13.62 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી, અને પછી તે આ વર્ષે એપ્રિલ મહિનામાં કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર હોટલ છોડીને ચાલી ગયો હતો.

બિલ ચુકવણી બાકી હોવાથી હોટેલ મેનેજમેન્ટ દ્વારા એ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા ફોન નંબર પર કોલ કરવામાં આવ્યો, તો તેણે વાયદો કર્યો હતો કે તે સંપૂર્ણપણે બિલ ચૂકવી દેશે. પછી ફરીથી એ વ્યક્તિને ફોન કરતા એણે ફોન બંધ કરી દીધો. એટલે છેવટે હોટેલ મેનેજમેન્ટ દ્વારા બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ કેસમાં પોલીસના વરિષ્ઠ અધિકારી પી.રવિએ એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હોટેલ મેનેજમેન્ટની અરજી પર અમે પ્રાથમિક ફરિયાદ દાખલ કરી છે અને તપાસ શરુ કરી દીધી છે. આ બાબતે વેપારી નારાયણે દાવો કર્યો છે કે, તે હોટેલમાં પુરા બિલની ચુકવણી કરીને આવ્યો હતો. અને કથિત રૂપે તેમની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહી છે. આથી હવે તેઓ હોટેલ સામે કાનૂની કાર્યવાહી કરવા માટે વિચાર કરી રહ્યા છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.