વ્યક્તિનું રસ્તામાં ખોવાઈ ગયું પર્સ, પછી અચાનક બેંક ખાતામાં આવવા લાગ્યા પૈસા, આવી રીતે ખબર પડી હકીકત

0

આજના સમયમાં ડીજીટલ યુગ ચાલી રહ્યો છે, અને દરેક કામ ઘણા ઝડપી થઈ જાય છે. પહેલાના સમયમાં જે કામ કેટલાય દિવસોમાં થતા હતા, તે કામ આજના સમયમાં મીનીટોમાં થાય છે. આજકાલ મીડિયા ઉપર અનેક પ્રકારના કિસ્સાઓ વાયરલ થતા રહે છે, અને ઘણા કિસ્સા એવા હોય છે જેની ઉપર આપણને ગર્વ થાય છે. આવો જ એક કિસ્સો આજે અમે તમને જણાવીશું.

તમારા બેંક ખાતામાં જો અચાનક પૈસા આવવા લાગે, તો સ્પષ્ટ છે કે તમે થોડા ગભરાઈ જરૂર જશો અને વિચારશો કે ખરેખર આ પૈસા આવ્યા ક્યાંથી? કાંઈક એવું જ બન્યું છે લંડનમાં રહેતા ટીમ કેમરાન સાથે. તેના બેંક ખાતામાં ચાર વખત થોડા થોડા કરીને પૈસા આવ્યા. જયારે આ પૈસા આવવાનું સાચું કારણ ખબર પડી તો તે પણ આશ્ચર્યચકિત રહી ગયા.

ખાસ કરીને કેમરોન એક દિવસ પોતાનું કામ પૂરું કરી ઘરે પાછો ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેનું પર્સ પડી ગયું. તે પર્સમાં તેનું એટીએમ કાર્ડ અને થોડા પૈસા હતા. કેમરોન તો પોતાનું પર્સ ખોઈને ઘરે પાછા આવી ગયા. પરંતુ તેનું પર્સ એક વ્યક્તિને મળી ગયું. તે વ્યક્તિ ઈમાનદાર હતા અને તેને કેમરોનની ભાળ મેળવવા માટે ઓનલાઈન બેંકિંગનો સહારો લીધો.

મીડિયા અહેવાલ મુજબ કેમરોને જણાવ્યું કે, જે વ્યક્તિને તેનું પર્સ મળ્યું હતું, તેણે તેના ખાતામાં ચાર વખત પૈસા ટ્રાંસફર કર્યા અને દરેક વખરે એક નવો મેસેજ પણ મોકલ્યો. વ્યક્તિએ તે મેસેજ સાથે પોતાનો ફોન નંબર મોકલ્યો અને ફોન કરવાનું કહ્યું.

કેમરોને ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી. સાથે જ તેમણે લેવડ દેવડના ફોટા પણ શેર કર્યા છે. લોકોએ તે વ્યક્તિની ઘણી પ્રસંશા કરી છે, જેને કેમરોનનું પર્સ મળ્યું હતું તેણે તેને પાછું આપવા માટે ગજબની રીત શોધી.

આમ તો ટ્વીટર ઉપર એક વ્યક્તિએ કેમરોનને એ પણ પૂછ્યું કે, ખરેખર પૈસા મોકલવા વાળા તે વ્યક્તિને તમારી બેંકની જાણકારી કેવી રીતે મળી? તેની ઉપર કેમરોને જવાબ આપ્યો કે, બ્રિટેનમાં કાર્ડ ઉપર જ બેંકની તમામ જાણકારી દર્શાવેલી રહે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.