ફોટો : પાણીની અંદર બેબી બમ્પ દેખાડતી જોવા મળી આ એક્ટ્રેસ, ગર્ભવતી મહિલાઓને આપ્યો આ ખાસ સંદેશ.

0

મુસાફિર, રેસ, દે દના દન, વન ટુ થ્રી અને ટેક્સી નંબર નૌ દો ગ્યારહ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુકેલી સમીરા રેડ્ડી, હવે બોલીવુડ માંથી લગભગ નિવૃત્ત થઇ ગઈ છે. તેમણે ૨૦૧૪માં અક્ષય વર્દ સાથે લગ્ન કર્યા પછીથી જ તેમણે પરિવારને પ્રાથમિકતા આપવાનું શરુ કરી દીધું હતું. આમ તો તે સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે અને ક્યારેક ક્યારેક મીડિયાના સમાચારોનો ભાગ પણ બની જાય છે. એ અંગે હાલના દિવસોમાં સમીરાના થોડા ફોટા ઘણી ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં સમીરા ગર્ભવતી છે અને પાણીની અંદર થોડા સુંદર પોઝ આપતા જોવા મળી રહી છે.

સમીરા બીજી વખત ગર્ભવતી બની છે. પહેલી પ્રેગનેન્સી દરમિયાન તે ઘણી સ્ટ્રેસ પણ હતી અને ડીલીવરી પછી ડીપ્રેશનમાં પણ ગઈ હતી. પરંતુ બીજી પ્રેગનેન્સીમાં વાત થોડી અલગ છે. આ વખતે તે તમામ મહિલાઓને એક ખાસ સંદેશ આપવા માંગે છે. એટલા માટે તેમણે એક ફોટોશૂટ કર્યો અને સાથે #ImperfectlyPerfect (પરફેક્ટ ન હોય તો પણ પરફેક્ટ) ટ્રેડ શરુ કરતા એક ખુબ જ કામની વાત કરી.

ખાસ કરીને સમીરાનુ કહેવું છે કે આજના સોશિયલ મીડિયાના જમાનામાં આપણે જોઈએ છીએ કે ઘણી મહિલાઓ સ્લીમ બોડી સાથે પોતાના બેબી બંપ દેખાડે છે. આ ટ્રેડને જોઈ ઘણી મહિલાઓ ગર્ભાવસ્થાના સમયે પોતાના જાડા શરીરને લઈને ટેન્શનમાં આવી જાય છે અને તેને છુપાવીને રાખે છે પરંતુ તેને જાણી લેવું જોઈએ કે ગર્ભાવસ્થા દરમિયાન હાથ પગ અને ચહેરાની જાડુ થવું સામાન્ય છે, અંતમાં તમારી અંદર એક બાળક ઉછરી રહ્યું છે.

તમે ગર્ભવતી છો કે નથી પરંતુ તમારે તમારા શરીર સાથે પ્રેમ કરતા શીખી લેવું જોઈએ. તમે આમ પણ તમારી રીતે સુંદર છો. તેમા શરમાવાની કોઈ વાત નથી. સમીરા પોતાનો અનુભવ શેર કરતા જણાવે છે કે પ્રેગનેન્સી દરમિયાન જયારે તેમણે સોશિયલ મીડિયા ઉપર એક ફોટો શેર કર્યો હતો તો લોકો તેણે જાડી કહેવા લાગ્યા.

ઘણા તો એવું કહી ગયા હતા કે હું મારા પતિ કરતા પણ વધુ ઉંમરની દેખાઈ રહી છું. પરંતુ મેં એ નેગેટીવ કોમેન્ટસ ઉપર ધ્યાન આપ્યું નહિ. તમારે જીવનમાં હંમેશા પોઝેટીવ થેવું જોઈએ.

સમીરાની એ કેમ્પેનનો સાચો અર્થ એ છે કે મહિલાઓ પોતાના શરીર સાથે પ્રેમ કરતા શીખી જાય અને તે જેવી છે તેવા દેખાડવામાં કોઈ શરમ ન રાખે. તમે તમારા હિસાબે કપડા પહેરો અને લોકો શું કહેશે તેના વિષે ન વિચારો તમારી અંદરની સુંદરતા વધુ મહત્વ ધરાવે છે.

સમીરાની એ પહેલ એક એવો મુદ્દો ઉભો થયો છે, જેની ઘણું વહેલા જરૂર હતી. તે સમાજ મહિલાઓને બોડી શેમ કહેતા રહે છે તેમની ઉપર પરફેક્ટ દેખાવાનું ઘણું દબાણ આપે છે. તમે સોશિયલ મીડિયા ઉપર સારા ફિગર વાળી મહિલાના ફોટા જુવો છો અને પોતાને તેવા બનાવવા માટે મજબુર કરવા લાગો છો. પરંતુ તમને પોતાને સ્વસ્થ રાખવા ઉપર વધુ ધ્યાન આપવાનું છે નહિ કે સારું ફિગર મેળવવા ઉપર.

ખરેખર તમને સમીરાના આ ફોટા કેવા લાગ્યા અમને કોમેન્ટના જરૂર જણાવો. તેણે બીજા સાથે પણ શેર કરો, જેથી તે સંદેશ તમામ મહિલાઓ સુધી જઈ શકે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.