હવે સ્કર્ટમાં દેખાઈ પોલિંગ ઓફિસર, પહેલા પીળી સાડીમાં વાયરલ થયા હતા ફોટા, જોઈ લો

0

તમને બધાને પીળી સાડી વાળી મહિલા તો યાદ જ હશે. એમનું નામ રીના દ્વિવેદી છે, અને તે લખનઉના પીડબ્લ્યુડી વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ પર કાર્યરત છે. હકીકતમાં લોકસભાની ચૂંટણીમાં રીના મોહનલાલગંજના નગરામમાં મતદાન કરાવવા માટે પહોંચી હતી, અને એ દરમ્યાન એમણે પીળી સાડી પહેરી હતી, જેમાં તે ઘણી સુંદર દેખાઈ રહી હતી.

એમના એ ફોટાએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હતી. અને હાલમાં એમના બીજા ફોટા વાયરલ થઇ રહ્યાં છે. એ ફોટામાં તે સ્કર્ટમાં જોવા મળી રહી છે. અને આ ફોટા અંદમાન નિકોબાર દ્વીપ પરના છે. રીનાનું કહેવું છે કે, બાળપણથી જ એમને ફિટ રહેવાનો શોખ છે. અહીં સુધી કે તે ડ્રેસની પસંદગી પણ એ વિચારીને જ કરે છે, જેમાં તે સુંદર દેખાય.

જણાવી દઈએ કે, રીનાને ફિલ્મોની પણ ઓફર મળી ચુકી છે, પણ એમણે એને ઠોકર મારી દીધી હતી. રીનાને જણાવ્યું હતું કે, એમને ભોજપુરી ફિલ્મોની ઓફર પણ મળી ચુકી છે, પણ 13 વર્ષના દીકરાને કારણે એ ઓફરને ઠોકર મારી દીધી હતી.

આ વર્ષે લોકસભાની ચૂંટણી દરમ્યાન રીનાનો પીળી સાડી વાળો લુક ઘણો ચર્ચામાં રહ્યો હતો. અને એમના ફોટા ખુબ વાયરલ થયા હતા. સોશિયલ મીડિયા પર એમના ફોટા છવાયેલા રહ્યા અને જોતજોતામાં એ મહિલા સામાન્યથી ખાસ થઇ ગઈ.

લોકસભાની ચૂંટણીના થોડા મહિના પછી તે ફરીથી લાઈમલાઈટમાં આવી ગઈ છે. અને એનું કારણ એમનો સ્કર્ટ વાળો ફોટો છે. એમના લેટેસ્ટ ફોટામાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે, અને પોતાના આ ફોટાથી એમણે લાખો લોકોના દિલ ઘાયલ કરી દીધા છે. લોકો એમની સુંદરતાના દીવાના બની ગયા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ ફોટામાં રીના જેટલી ખુશમિજાજ લાગી રહી હતી, પણ અસલમાં એમનું જીવન તકલીફોથી ભરેલું છે. ઇન્ટરવ્યૂ દરમ્યાન રીનાએ જણાવ્યું હતું કે, 2004 માં એમના લગ્ન પીડબ્લ્યુડી વિભાગમાં કામ કરવાવાળા સિનિયર સહાયક સંજય દ્વિવેદી સાથે થયા હતા. વર્ષ 2013 માં એમના પતિ સંજયનું મૃત્યુ થઇ ગયું હતું. રીનાને પતિને કારણે નોકરી મળી. એમનો 13 વર્ષનો દીકરો પણ છે.

રીનાને ભોજપુરી ફિલ્મોની ઓફર પણ મળી ચુકી છે, પણ એમણે પોતાના દીકરાને કારણે એને નકારી દીધી હતી. હવે આવી ઓફર મળશે તો વિચારશે. થોડા સમય પહેલા એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા રીનાએ જણાવ્યું હતું કે, લોકો મને આવીને કહી રહ્યા છે કે તમે બિગબોસની આવનારી સીઝનના કન્ટેસ્ટન્ટ છો. મને લાગ્યું કે, એ લોકો મજાક કરી રહ્યા છે. હમણાં મારી પાસે એવી કોઈ ઓફર નથી આવી. જો આવશે તો જરૂર જોઇશ કે એ બાબતે મારે શું કરવું છે. જો કે હવે એવું નહિ થાય, કારણ કે બિગબોસ 13 માં આ વખતે ફક્ત સેલિબ્રિટી જ જશે.

બીજા સરકારી અધિકારીઓ કરતા અલગ દેખાવાવાળી રીના દ્વિવેદી હવે આખા દેશમાં ફેમશ થઈ ગઈ છે. આ પહેલા સોશિયલ મીડિયા પર ચાઇ પી લો, ખાના ખા લો જેવા વિડીયો પોસ્ટ કરવાવાળી સોમવતી મહાવર અને પાકિસ્તાની તૈમુરના નામથી ફેમસ બાળક અહમદ શાહ પણ રાતોરાત પ્રખ્યાત થઇ ગયા હતા. હાલ રાનુ મંડળ પણ ચર્ચામાં છે. તે રેલવે સ્ટેશન પર ગીત ગાતી હતી, પછી એમને હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મમાં ગીત ગાવાની ઓફર આપી, અને હવે તે ખુબ જ પ્રખ્યાત થઇ ગઈ છે. એમનું ગીત રિલીઝ પણ થઇ ગયું છે, અને લોકોને ખુબ પસંદ આવી ગયું છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.