પોતાના ઘરેણાં વેચીને જીવન જીવી રહી છે ‘અગલે જનમ મોહે બીટીયા હી કીજો’ની એક્ટ્રેસ, આવી રીતે થઈ બરબાદ.

0

મુંબઈ. બેંક ગોટાળાથી આખા દેશને મોટો ઝટકો લાગ્યો છે. પરંતુ પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ (PMC) બેંક ઉપર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવવાથી ‘અગલે જનમ મોહે બિટિયા હી કીજો’ ની હિરોઈન નુપુર અલંકારની હાલત ઘણી ખરાબ થઇ ગઈ છે.

સ્થિતિ એ આવી ગઈ છે કે તેને પોતાના ઘર ખર્ચ માટે પોતાના ઘરેણા વેચવા પડી રહ્યા છે. જાણકારી મુજબ નુપુર અલંકારનું મોટાભાગનું રોકાણ પીએમસી બેંકમાં જ કરવામાં આવ્યું હતું. પરંતુ ગઈ ૨૩ સપ્ટેમ્બરના રોજ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ આ બેંક ઉપર ફ્રોડના કેસને લઈને ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા છે.

હવે તેમાં આવતા છ મહિનામાં કોઈ પૈસા જમા નહિ થઇ શકે. સાથે જ કોઈ પણ એકાઉન્ટ માંથી ૧૦૦૦ રૂપિયાથી વધુ નહિ કાઢી શકો. આમ તો પાછળથી આ રકમ વધારીને ૧૦,૦૦૦ અને પછી ૨૫,૦૦૦ કરવામાં આવશે.

અભિનેત્રીને ૫૦૦ રૂપિયા પણ લેવા પડ્યા ઉછીના

દ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા પોતાના એક ઈન્ટરવ્યુંમાં નપુરે જણાવ્યું કે તેના અને પરિવારના બીજી વ્યક્તિના પણ એકાઉન્ટ ફ્રીજ થઇ ગયા છે. હવે એવી હાલત થઇ ગઈ છે કે ઘર ચલાવવા માટે ઘરેણા વેચવાનો વિકલ્પ છે. તેમણે જણાવ્યું કે હું પહેલા પણ મારા દોસ્તો પાસેથી ઉછીના લઇ ચુકી છું.

મેં મારા એક દોસ્ત પાસેથી ૩૦૦૦ રૂપિયા ઉછીના લીધા, પછી તેની પાસેથી ૫૦૦ રૂપિયા ઉછીતા લીધા, હાલમાં હું ૫૦,૦૦૦ રૂપિયાના દેવામાં ડૂબી ચુકી છું. હવે મારી પાસે વધુ વિકલ્પ રહ્યા નથી.

તેમણે જણાવ્યું, ખબર નહિ આ સમસ્યા ક્યારે દુર થશે. અમને નથી ખબર કે બેંકમાં જે ચાલી રહ્યું છે તે ક્યારે ઠીક થશે. પરંતુ આ સમયે હું ઘણી આર્થિક તંગી માંથી પસાર થઇ રહી છું. હકીકતમાં મારી પાસે કોઈ બીજી બેંકમાં એકાઉન્ટ પણ હતા. પરંતુ થોડા વર્ષો પહેલા મેં તે બધું બંધ કરી આ બેંકમાં પૈસા ટ્રાન્સફર કરાવી લીધું હતું. ત્યાં સુધી કે મારી માતા, બહેન, પતિ, નણંદ અને સસરાના પણ બેંક એકાઉન્ટ આ બેંકમાં છે.

મારી મહેનતની કમાણી ઉપાડવામાં આટલી મુશ્કેલી કેમ? નુપુર

નુપુરે પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે બેંક એકાઉન્ટમાં જમા તેના પૈસા તેની મહેનતની કમાણી છે. કોઈ ફ્રોડની સજા આવા લોકોને કેમ આપવામાં આવી રહી છે, જેમણે કાંઈ જ કર્યું નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ.

ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.