અડધી રાત્રે લાઈટ ગઈ તો ગુસ્સાથી ફફડી ઉઠ્યા સીએમ યોગી, પછી જે થયું એ કોઈએ વિચાર્યું પણ નહોતું

0

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વીજળી વિભાગ સહીત સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ વિરુદ્ધ સતત ફરિયાદ આવવાના આધાર પર કાર્યવાહી કરતા અમુક અધિકારીઓનું તાત્કાલિક ટ્રાન્સફર કરી દીધું છે. કાર્યકારી ઇજનેર ઇલેક્ટ્રિકલ અને સીએમએસને મંડળ મુખ્યાલય બાંદા કાર્યાલય સાથે જોડી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી સીએમે અડધી રાત્રે ડાકબંગલામાં કરી.

જિલ્લાની બે દિવસીય મુલાકાતમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શહેરના ડાકબંગલામાં શુક્રવારે રાત્રે રોકાયા હતા. આ દરમ્યાન રાત્રે સાડા અગ્યાર વાગ્યે ત્યાં પાવર જતો રહ્યો. સંબંધિત અધિકારીને ત્યાં હાજર અધિકારીઓએ ફોન લગાવ્યો તો એમણે ફોન ઉચક્યો નહિ. એની જાણકારી સીએમ સુધી પહોંચી ગઈ. તેમજ ત્યાં હાજર અન્ય નેતાઓએ પણ વિદ્યુત વિભાગના અધિકારીઓની બેદરકારીની ફરિયાદ કરી.

એનાથી નારાજ થયેલા મુખ્યમંત્રીએ રાત્રે જ કાર્યકારી ઇજનેર રાજાપુર ક્ષેત્ર રાજેશ સુમન જેમની પાસે જિલ્લાનો ચાર્જ પણ હતો, એમનું ટ્રાન્સફર કરીને બાંદાના વિદ્યુત વિભાગના કાર્યાલય સાથે જોડી દીધા. વિચારવા જેવું છે કે, જિલ્લાના શહેરી ક્ષેત્રના કાર્યકારી ઇજનેર હરીબરનનું પહેલા જ ટ્રાન્સફર થઈ ગયું હતું, પરંતુ એમને રિલિવ કર્યા ન હતા. પણ મુખ્યમંત્રીના આદેશ પર એમને તાત્કાલિક રિલિવ કરી દેવામાં આવ્યા.

આ જાણકારી વિદ્યુત વિભાગ એસઈ પીકે મિત્તલે આપી. શનિવારે મુખ્યમંત્રીએ જિલ્લા હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું. જો કે સીએમનું નિરીક્ષણ ઘણું સંક્ષિપ્ત રહ્યું, પરંતુ હાલના ભાજપાના નેતાઓની ફરિયાદ પર ડીએમ સાથે વાતચીત કરી. એમને જાણવા મળ્યું કે આ પહેલા પણ એમની ઘણી ફરિયાદ મળી છે. મીડિયામાં પણ સતત એમના સમાચાર છપાતા રહે છે. આ આધારે સીએમએસ ડો. સંપૂર્ણાનંદ મિશ્રાનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું.

એમની જગ્યાએ બાંદા જિલ્લાના જિલ્લા ચિકિત્સાલયના વરિષ્ઠ બાળ રોગ વિશેષજ્ઞ ડો. આર કે ગુપ્તાને ચિત્રકૂટ જિલ્લા ચિકિત્સાલયના સુપરિન્ટેન્ડન્ટ બનાવવામાં આવ્યા છે. ચિત્રકૂટ જિલ્લાના મુખ્ય ચિકિત્સા અધિકારીનું ટ્રાન્સફર પહેલા પણ કરવામાં આવ્યું હતું, પણ રિલિવ કરવામાં આવ્યા ન હતા. જેને મુખ્યમંત્રીના આદેશ પર તાત્કાલિક રિલિવ કરી દેવામાં આવ્યા છે.

એમના સ્થળાંતર પર બાંદા જિલ્લાના જિલ્લા ચિકિત્સાલયના વરિષ્ઠ સલાહકાર ડો. વિનોદ કુમારને મુખ્ય ચિકિત્સા અધિકારી બનાવવામાં આવ્યા છે. જિલ્લા હોસ્પિટલમાં બે મહિનાથી સતત જનની સુરક્ષા યોજના અને પ્રસવ ઉપરાંત નવજાતની દેખરેખ સારી રીતે થતી ન હોવાના સમાચાર અમર ઉજાલામાં છપાતા રહ્યા છે. આ સમાચારોને ધ્યાનમાં રાખીને સીએમએ સીએમએસને હટાવીને બાંદા કાર્યાલય સાથે જોડી દીધું છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.