મુંબઈની પ્રખ્યાત તાજ હોટલની એક થાળીનો ચાર્જ જાણી ને મોમાં આંગળા નાખી દેશો જાણો આ લેખમા

0

ભારતમાં તાજ નામથી બે સ્થળ ખુબજ પ્રખ્યાત છે. એક તો તાજમહેલ જે દુનિયાની અજાયબીઓમાં શામેલ છે. અને બીજી તાજ હોટલ જે આખા ભારતમાં ફેમસ છે. અને વિદેશી પ્રવાસીઓમાં પણ આ હોટલ ઘણી પ્રખ્યાત છે. તાજ હોટલ ભારતની લક્ઝરી હોટલોમાંથી એક છે. આ હોટલનો કારોબાર ટાટા ગ્રુપ સંભાળે છે. અને મુખ્ય તાજ હોટલ મુંબઈના કોલાબામાં આવેલી છે. મિત્રો, આ આલિશાન હોટલમાં રોકાવું ઘણા બધા લોકોનું સપનું હોય છે.

પણ તમે જાણો છો કે મધ્યમ વર્ગના લોકો માટે આ સપનું સાકાર કરવું કેટલું મુશ્કેલ હોય છે. એક લક્ઝરી હોટલમાં રહેવાનું તો દૂર જમવાનું પણ એટલું મોંઘુ હોય છે કે, એમાં એક વ્યક્તિના જમવાના ખર્ચમાં બીજી કોઈ જગ્યાએ આખું કુટુંબ જમી લે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ટાટા ગ્રુપ દ્વારા ભારતમાં ઘણી તાજ હોટલ ચલાવવામાં આવી રહી છે. અને રાજસ્થાનનાં મુખ્ય શહેરોમાંની આલિશાન હોટલ ઉપરાંત માલદીવમાં પણ તાજગ્રુપની ભવ્ય હોટલ આવેલી છે. જો કે એ બધામાં સૌથી વધુ પ્રખ્યાત મુંબઈની તાજ હોટલ પેલેસ જ છે. મુંબઈમાં આવેલી તાજ હોટલની સ્થાપના વર્ષ 1903 માં થઇ હતી. અને તે ભારતની પ્રથમ ટ્રેડમાર્ક બિલ્ડીંગ તરીકે નામાંકિત થઇ છે.

શું તમે જાણો છો કે, તાજ હોટલમાં જમવાનો કેટલો ચાર્જ લે છે? જો નહિ, તો આજે અમે તમને એના વિષે જણાવીશું. પણ મિત્રો, એ પહેલા એ જણાવી દઈએ કે તાજ હોટલમાં ફક્ત એક જ નહિ પણ અનેક રેસ્ટોરન્ટ્સ આવેલા છે. અને દરેકમાં જમવાનો ચાર્જ અલગ-અલગ હોય છે. તાજ હોટલના પેલેસમાં આવેલા બે રેસ્ટોરન્ટ્સ એવા છે ઘણા પ્રખ્યાત છે, અને ત્યાં લોકોની ભીડ વધારે રહેતી હોય છે. અને એ બે રેસ્ટોરન્ટ શમિયાના રેસ્ટોરન્ટ અને સી-લોન્ચ રેસ્ટોરન્ટ છે. આ હોટલમાં આવતા મોટાભાગના લોકો આ બે માંથી કોઈ એક રેસ્ટોરન્ટને જ પસંદ કરે છે.

જો આપણે શમિયાના રેસ્ટોરન્ટની વાત કરીએ, તો તેમાં બે ડિશનો ચાર્જ લગભગ 4500 થી 5500 રૂપિયા સુધીનો હોય છે. એટલે કે એક ડિશનો ખર્ચ 2 હજારની ઉપર માનીને અંદર એન્ટ્રી કરવાની. અને તાજના બીજા પ્રખ્યાત રેસ્ટોરેન્ટ એટલે કે સી-લોન્ચ રેસ્ટોરન્ટની વાત કરીએ, તો તે શામિયાનાથી થોડી મોંઘી છે. એની પાછળનું એક કારણ આ રેસ્ટોરન્ટમાંથી દેખાતો અરબી સમુદ્રનો રમણીય નજારો છે. અને એ નજારાને લીધે જ આ રેસ્ટોરન્ટ ‘સી-લોન્ચ’ તરીકે ઓળખાય છે. સી-લોન્ચના ચાર્જની વાત કરીએ, તો અહીં 2 ડિશનો ચાર્જ અંદાજે 6000 થી લઈને 8000 રૂપિયા સુધી થાય છે .

જો કે અહીં તમને જમવાનું એકદમ સ્વાદિષ્ટ, ઉત્તમ ક્વોલિટીનું અને બેસ્ટ સર્વિસ મળે છે. પણ આટલા રૂપિયામાં તમે બીજે સહકુટુંબ ભરપેટ ખાઈ શકો છો. અહીં એક ફાયદો એ રહે છે કે, તમને સેલિબ્રિટીઓ જોવા મળી રહે છે. કારણ કે અહીં મોટી મોટી સેલિબ્રિટીઓ અવારનવાર જમવા આવતા રહે છે. એટલે કોઈક વાર એવું પણ થાય કે, તમારી સામેના કે બાજુના ટેબલ પર કોઇ બોલીવુડનો ફિલ્મસ્ટાર પણ જમવા બેઠો હોય. પણ અહીંનું બિલ મધ્યમ વર્ગના લોકોને પોસાય એવું નથી હોતું.

મિત્રો, જમશેદજી નસરવાનજી ટાટાને વોટ્સન હોટલમાં પ્રવેશ ન મળતા તેમણે એમનાથી મોટી હોટલ તૈયાર કરવાનું પ્રણ લીધું અને દેશને તાજ હોટલ મળી. અને મુંબઇના ઇન્ડીયા ગેટનો હજી પાયો પણ નોતો નખાયો એ પહેલાં તાજ હોટલ બનીને અડીખમ ઉભી છે. આ હોટલ પર 26/11 ના રોજ થયેલા ત્રાસવાદી હુમલા પછી તે ફરીથી ઉભી થઇ અને પોતાની છબીને ઝાંખી ન થવા દીધી.