માં બનવાની ઈચ્છા પર પ્રિયંકાએ તોડ્યું મૌન, કહ્યું : ‘આ સમયે મારા માટે બેબી કરતા…’

0

બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રી પ્રિયંકા ચોપડા આ દિવસોમાં ફિલ્મોથી દુર પોતાના અંગત જીવનને લઈને ઘણી સમાચારોમાં છવાયેલી રહી છે. પ્રિયંકા ચોપડા આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને નવા નવા ખુલાસા કરતી જોવા મળી રહી છે. જેને કારણે તે સતત હેડલાઈનમાં છવાયેલી રહે છે.

હાલમાં જ પ્રિયંકા ચોપડાએ આ રહસ્ય ઉપરથી પડદો ઉપાડી લીધો છે, જેની રાહ તેમના ફેંસ લાંબા સમયથી જોઈ રહ્યા હતા, અને તેના માટે તે પોતે પણ ઘણી વધુ ઉત્સાહિત છે. એટલું જ નહિ, પ્રિયંકા ચોપડાએ પહેલી વખત આ મુદ્દા ઉપર ખુલીને વાત કરી છે, જેથી તેમના ફેંસ ઘણા વધુ ઉત્સાહિત છે.

પ્રિયંકા ચોપડાએ ગયા વર્ષે જ અમેરિકાના ગાયક નીક જોનસ સાથે જોધપુરમાં લગ્ન કર્યા હતા. ત્યાર પછીથી જ તેમના ફેંસને સારા સમાચારની રાહ છે. તે બાબતમાં ઘણી વખત પ્રિયંકા ચોપડાની પ્રેગનેન્સીના સમાચાર પણ સોશિયલ મીડિયા ઉપર છવાયા, પરંતુ દરેક વાતને તેમણે ધ્યાનમાં લીધી ન હતી. ત્યાર પછી હવે તેમણે આ મુદ્દા ઉપર ખુલીને વાત કરી છે.

હાલમાં જ પ્રિયંકા ચોપડાએ ઈન્ટરવ્યુંમાં પોતાના જીવનની બે સુંદર પળ વિષે જણાવ્યું છે. જો કે હજુ સુધી તે અધુરી છે, પરંતુ તેને પૂરી કરવાનો પ્રયાસ કરી રહી છે.

વહેલી તકે બેબી ઈચ્છે છે પ્રિયંકા :

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, તેમના જીવનમાં બસ હવે બે જ સપના બાકી રહ્યા છે, જેની રાહ તે આતુરતા પૂર્વક જોઈ રહી છે. પોતાના સપનાનું વર્ણન કરતા પ્રિયંકા ચોપડાએ જણાવ્યું કે, હાલમાં હું વહેલી તકે બેબી ઈચ્છું છું.

તેમણે જણાવ્યું કે, બેબીને જન્મ આપવો આ સમયમાં મારી પહેલી ઈચ્છા છે, તેના માટે હું ઘણી વધુ ઉત્સાહિત છું. તેનો અર્થ સ્પષ્ટ છે કે, પ્રિયંકા ચોપડા હાલના દિવસોમાં બાળકનો પ્લાન કરી રહી છે, જેને કારણે જ વહેલી તકે સારા સમાચાર મળી શકે છે. અને તેના માટે નીક જોનસ પણ ઘણો વધુ એકસાઈટેડ છે.

ઘર ખરીદવા માગું છું – પ્રિયંકા ચોપડા :

પ્રિયંકા ચોપડાએ પોતાની બીજી ઈચ્છાનું વર્ણન કરતા જણાવ્યું કે, લોસ એન્જેલસમાં પોતાનું ઘર ખરીદવા માગું છું. જ્યાં હું અને નીક રહીશું. જેના માટે હું ઘણા સમયથી પ્રયાસ કરી રહી છું. પ્રિયંકાએ જણાવ્યું કે, મારે મુંબઈ અને ન્યુયોર્કમાં ઘર છે, પરંતુ હવે હું અહિયાં ખરીદવા માગું છું અને તેની પાસે પુલ અને બેકયાર્ડ બનાવવા માગું છું, જેથી મુંબઈની યાદો હંમેશા તાજી રહે. તેનો અર્થ સ્પષ્ટ છે કે પ્રિયંકા ચોપડા સંપૂર્ણ રીતે વિદેશમાં સેટલ થવા માંગે છે.

નીક સાથે ગીત નથી ગાતી હું – પ્રિયંકા ચોપડા :

બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ જણાવ્યું કે, હું નીક જોનસ સાથે ક્યારે પણ ગીત ગાવાનો પ્રયાસ નથી કરતી. કેમ કે તે ઉત્તમ સંગીતકાર છે, અને હું તેને ડીસ્ટર્બ નથી કરવા માંગતી. સાથે જ પ્રિયંકા ચોપડાએ જણાવ્યું કે, હું જયારે તૈયાર થતી રહું છું, તો નીક પિયાનો વગાડીને મારી રાહ જોતો રહે છે. જો કે મને ઘણું સારું લાગે છે, અને અમે બંને વચ્ચે એવી કોઈ મુમેન્ટ છે, જેને અમે જીવનભર નિભાવવા માંગીએ છીએ.

આ માહિતી ન્યુઝટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.