27 નક્ષત્રોનો રાજા એટલે પુષ્પ નક્ષત્ર, આ દિવસે જરૂર કરો આ કાર્ય જાણી લો આની ખાસિયત

0

પુષ્ય નક્ષત્ર ખુબ જ શુભ નક્ષત્ર માનવામાં આવે છે અને આ નક્ષત્ર દરમિયાન સોનુ, ચાંદી, વાહન વગેરે વસ્તુઓ ખરીદવી શુભ હોય છે. એવું કહેવામાં આવે છે કે પુષ્ય નક્ષત્ર દરમિયાન જે વસ્તુ ખરીદવામાં આવે છે, તેમાં બરકત હોય છે અને આ જ કારણ છે કે લોકો દર વર્ષે પુષ્ય નક્ષત્ર દરમિયાન કોઈ ને કોઈ નવી વસ્તુ જરૂર ખરીદે છે.

કેમ હોય છે પુષ્ય નક્ષત્ર શુભ

જ્યોતિષ શાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને સૌથી ઉત્તમ નક્ષત્ર માનવામાં આવે છે અને આ નક્ષત્રને 27 નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. 27 નક્ષત્રોમાં આઠમો નક્ષત્ર પુષ્ય હોય છે અને આ નક્ષત્રનો સ્વામી શનિ છે. જયારે આ નક્ષત્રનો દેવતા બૃહસ્પતિ છે. એટલું જ નહિ પુષ્ય નક્ષત્રનો સ્વામી ગ્રહ ચંદ્રમાના પ્રભાવમાં આવે છે. શનિ અનુસાર વાહન ખરીદવું, બૃહસ્પતિ અનુસાર સોનુ અને ચંદ્ર અનુસાર ચાંદી ખરીદવું આ દિવસે શુભ માનવામાં આવે છે.

આ વર્ષે ક્યારે છે પુષ્ય નક્ષત્ર

આ વર્ષે પુષ્ય નક્ષત્ર 21 ઓક્ટોબરની દરમિયાન 1.39 વાગ્યે થી શરુ થાય છે અને 22 ઓક્ટોબરની બોપોરે 3.38 વાગ્યા સુધી રહશે. એટલે તમે 21 ઓક્ટોબરથી લઈને 22 ઓક્ટોબર સુધી ખરીદી કરી શકો છો અને નવી વસ્તુઓ પોતાના ઘર માં લાવી શકો છો. આના સિવાય આ વર્ષે પુષ્ય નક્ષત્રના દિવસે તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહોની વિશેષ સ્થિતિ પણ બની રહી છે અને પુષ્ય નક્ષત્રના સંયોગ મંગળવારના દિવસે આવી રહ્યો છે. શાસ્ત્રોમાં મંગળવારના દિવસે પુષ્ય નક્ષત્ર આવો ખુબ જ શુભ માનવામાં આવે છે.

પુષ્ય નક્ષત્રમાં જરૂર કરો આ કાર્ય

પુષ્ય નક્ષત્રના દિવસે માંગલિક કાર્ય કરવું ઉત્તમ ફળ આપે છે અને આ દિવસે કોઈ પણ કાર્ય કરવું શુભ હોય છે તેની જાણકારી આ પ્રમાણે છે.

આ નક્ષત્ર દરમિયાન તમે નવું ઘર કે સંપત્તિ ખરીદ શકો છો.

આ દિવસે વિદ્યાથી જોડાયેલી વસ્તુ ખરીદવું સારું ફળ આપે છે.

આ દિવસે વસ્તુનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય જેવું કે હવન કે અનુષ્ઠાન આ દિવસે કરી શકાય છે.

પુષ્પ નક્ષત્રના દિવસે માં લક્ષ્મીની પૂજા કરવી અને શ્રી યંત્ર ખરીદવાથી જીવનમાં ધન સમૃદ્ધિ લાવે છે.

આ શુભ નક્ષત્ર દરમિયાન લગ્ન સિવાયના કરવામાં આવેલ દરેક પ્રકારના ધાર્મિક અને આર્થિક કાર્યોમાં ફક્ત ઉન્નતિ જ મળે છે.

પુષ્ય નક્ષત્ર દરમિયાન પૂજા કરવીખુબ લાભદાયક માનવામાં આવે છે અને આ દિવસે પૂજા કરવાથી દરેક કામનાઓ પૂર્ણ થાય છે.

સોનુ, ચાંદી, સોફા, વાસણ વગેરે પ્રકારની વસ્તુઓ તમે આ નક્ષત્ર દરમિયાન જરૂર ખરીદો.

પુષ્ય નક્ષત્ર દરમિયાન ન કરો આ કામ

પુષ્ય નક્ષત્ર શુભ નક્ષત્ર હોય છે, પરંતુ આ નક્ષત્ર દરમિયાન લગ્ન કરવા અશુભ માનવામાં આવે છે. તેની પાછળ કારણ એ છે કે જે દિવસે ભગવાન બ્રહ્માને શ્રાપ આપવામાં આવ્યો હતો તે દિવસ પુષ્ય નક્ષત્ર જ હતો. એટલા માટે આ નક્ષત્રમાં લગ્ન કરવા માટે અશુભ માનવામાં આવે છે અને પંડિતો દ્વારા પણ આ નક્ષત્રમાં લગ્ન ન કરવાની સલાહ આપવામાં આવે છે. લગ્ન સિવાય આ દિવસે સગાઈ અને લગ્નથી જોડાયેલી કોઈ વિધિ કે કાર્ય કરવું યોગ્ય માનવામાં આવતું નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.