QR કોડ સ્કેન કરીને ઉપાડી શકશો એટીએમમાંથી કેશ, બેન્ક ઓફ ઇન્ડિયાની નવી સુવિધા.

0

આજના આધુનિક યુગમાં બેંકિંગ કામગીરી ઘણી ડીઝીટલ બનતી જાય છે, પહેલાના સમયમાં લોકોને પૈસા જમા કરાવવા હોય કે ઉપાડવા હોય તો બેન્કોમાં કલાકો લાઈનમાં ઉભા રહેવું પડતું હતું પરંતુ આજના ડીઝીટલ યુગમાં આ કામ ઘરે બેઠા મોબાઈલ દ્વારા થઇ શકે છે.

કાર્ડ વગર કેશ વિડ્રોલને પ્રોત્સાહન આપવા માટે બેંકનું નવું ફીચર

નવી દિલ્હી. કાર્ડ વગર કેશ વિડ્રોલને પ્રોત્સાહન આપવા માટે દેશની મુખ્ય બેંકોમાં ઉમેરો બેંક ઓફ ઇન્ડિયાએ એક નવી સુવિધા શરુ કરી છે. આ સુવિધા હેઠળ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક કયુઆર કોડ સ્કેન કરી એટીએમ માંથી પૈસા ઉપાડી શકે છે. તેના માટે બેન્કે એટીએમમાં યુનિફાઈડ પેમેન્ટસ ઇન્ટરફેસ (યુપીઆઈ) દ્વારા ક્યુઆર કોડનું નવું ફીચર જોડ્યું છે.

એક વખતમાં કાઢી શકશો ૨૦૦૦ રૂપિયા

નવી સુવિધાની જાણકારી આપતા બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન જી.પદ્મનાભને જણાવ્યું કે કેશ કાઢવામાં કયુઆર કોડની સુવિધા પૂરી પાડવાથી અમને કયુઆર ફોર્મ ફેક્ટરને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. એક વખત આ સુવિધા લોકોને પસંદ આવી ગઈ તો તેના ઉપયોગમાં કેટલાય ગણો વધારો થશે.

તેમણે જણાવ્યું કે કયુઆર કોડનો ઉપયોગ કરવાથી અમે એટીએમ ટ્રાંજેક્શન માટે આગલા સ્તરની સુરક્ષા પૂરી પાડી શકીશું. આ સુવિધા દ્વારા એટીએમમાંથી કેશ કાઢવા માટે કાર્ડ કે પીનની જરૂર નહિ રહે. તેમણે જણાવ્યું કે આ સુવિધા દ્વારા એક વખત વધુમાં ૨૦૦૦ રૂપિયા ઉપાડી શકાશે.

હાલમાં આ શહેરોમાં મળશે નવી સુવિધા

પદ્મનાભને જણાવ્યું કે અમે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) ને અનુરોધ કરીશું કે તે આ સુવિધા હેઠળ સંચાલિત બનાવે જેથી બીજી બેંકોના ગ્રાહક પણ તેનો લાભ ઉઠાવી શકે. તેમણે જણાવ્યું કે એનપીસીઆઈએ આ સુવિધાનું મુલ્યાંકન કર્યું છે અને તેની હેઠળ સંચાલિત કરવાનો વિચાર કરી રહી છે. તેમણે જણાવ્યું કે હાલમાં આ સુવિધાને મુંબઈ, દિલ્હી અને ચેન્નઈમાં શરુ કરવામાં આવી છે અને આવતા ૬ મહિનામાં આ આખા દેશમાં લાગુ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.