આવનારા 5 દિવસ ગુજરાત માટે રહેશે ભારે, આ એરિયામાં અતિ ભારે વરસાદની આગાહી

0

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. મિત્રો આ વર્ષે ચોમાસું લોકોની અપેક્ષાની સરખામણીએ ઘણું સારું રહ્યું છે. અને મેઘરાજાએ પણ ખુબ મહેર વર્ષાવી છે. પણ અમુક જગ્યાઓ પર વાદળ ફાટવા અને પૂર જેવી દુઃખદ ઘટનાને કારણે જાન માલનું મોટું નુકશાન થયું છે, અને જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.

ગુજરાત રાજ્યની વાત કરીએ તો, ગુજરાતમાં પણ અમુક વિસ્તારને બાદ કરતા બધે જ સારો વરસાદ પડ્યો છે. જોકે છેલ્લા એક બે દિવસથી વરસાદે અમુક પ્રદેશોમાં થોડો વિરામ લીધો છે. પણ હાલમાં જ હવામાન વિભાગે આગાહી કરી એ અનુસાર ફરીથી 5 દિવસ ભારે વરસાદ પાડવાની આગાહી છે. એનું કારણ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલ લો-પ્રેશર અને ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જણાવવામાં આવી રહી છે.

અને હવામાન વિભાગ દ્વારા હાલમાં કરવામાં આવેલી આગામી અનુસાર 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ રાજ્યના બીજા ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે. આગાહી અનુસાર પાંચમાં દિવસે એટલે કે 20 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો તબક્કો ફરી એકવાર શરૂ થઈ શકે એમ છે.

હાલમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે પહેલા દિવસે 16 સપ્ટેમ્બરના રોજ નવસારી, દમણ, દાદરા નગર હવેલી, છોટા ઉદેપુર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તો મધ્ય ગુજરાતના મહિસાગર, પંચમહાલ, સુરત અને દાહોદમાં ભારે વરસાદ પડશે. અને તારીખ 17 થી 19 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી નવસારી, દમણ દાદરા નગર હવેલી, સુરત અને વલસાડમાં ભારે વરસાદ પડશે એવું જણાવાયું છે.

અને છેલ્લા દિવસે 20 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના દમણ, વલસાડ, દાદરા નગર હવેલી અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ દિવસે સુરત અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આમ ફરી એક વખત મેઘરાજા જોરદાર બેટિંગ કરી એવી સ્થિતિ જણાઈ રહી છે. આ વર્ષે પહેલાથી જ ઘણો વધારે પડી ચુક્યો છે. એવામાં જો હજી થોડા દિવસ ભારે વરસાદ પડયો તો પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવાની શકયતા છે, જેને લીધે ખેડૂત ભાઈઓને નુકશાન થઈ શકે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.