આજનું રાશિફળ : ૦૬ ડિસેમ્બર ૨૦૧૮, જાણો આખા દિવસનું રાશિફળ માત્ર એક ક્લિકે.

આજનું રાશિફળ : ૦૬ ડિસેમ્બર ૨૦૧૮

મેષ : પરિવારજનો સાથે ઉગ્ર વાદ-વિવાદ થવાથી મન ખિન્નતાથી ભર્યુ રહેશે. તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે, એટલા માટે વિશેષ ધ્યાન આપવાની જરૂરત છે. પારિવારિક સભ્યો સાથે અણબનાવ થવાથી મન દુઃખી રહેશે.

વૃષભ : આજે જરૂરથી વધારે વિપરીત લિંગના વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ અનુભવ કરશો. આજે તમને દરેક કાર્યમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધાઓ પર તમે વિજય પ્રાપ્ત કરી શકશો.

મિથુન : સામાજિક દૃષ્ટિથી તમને માન-સમ્માન મળશે પરંતુ બપોર પછી ઝગડાનું વાતાવરણ બની રહેશે. તમારી સ્ફૂર્તિ હતાશામાં પરિવર્તિત થઇ જશે. તો પણ તમારે માનહાનીથી બચવું જોઈએ.

કર્ક : આર્થિક અને વ્યવસાયિક રૂપથી આજનો દિવસ લાભદાયક રહેશે. આર્થિક લાભ મળશે. શરીર અને મન સ્વસ્થ રહેશે. મિત્રો અને પારિવારિક સભ્યો સાથે ખુબ આનંદમાં દિવસ પસાર થશે.

સિંહ : વધારે લોકોની સાથે સંપર્કમાં રહેવાની તક મળશે. વેપારીઓ તેમના વેપારનું વિસ્તાર અને આયોજન કરી શકે છે. લોકહિતનું કાર્ય તમારા હાથથી થશે.

કન્યા : નોકરી-વ્યવસાયમાં તમારી મહેનતનું ફળ મળી શકે છે. અધિકારી વર્ગના પ્રોત્સાહનથી તમારો ઉત્સાહ વધશે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધી શકે છે. પિતાથી લાભ થશે.

તુલા : સરકારી કાર્ય પૂર્ણ થવામાં સરળતા રહેશે. લગ્ન જીવનમાં સુખ અને આનંદનો અનુભવ કરશો, તમારે પોતાની વાણી અને વ્યવહારમાં સાવધાની રાખવાની જરૂરત છે.

વૃશ્ચિક : તમારી વાતચીતથી કોઈ ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખો. તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. આજે તમારો ખર્ચનો દિવસ છે. કોઈ પણ પ્રકારના અકસ્માતથી બચો. ભગવાનની ભક્તિ અને આધ્યાત્મિક વાતોમાં રસ લેવાથી મનમાં થોડી શાંતિ મળશે.

ધનુ : આજે ઘણા લાભ મેળવવાના દિવસ છે. કોઈ પણ પ્રકારના અકસ્માતથી બચો. વેપાર ધંધામાં વિકાસની સાથે-સાથે આવકમાં પણ વૃદ્ધિ થશે. નોકરી કરનાર લોકોને લાભનો અવસર મળશે.

મકર : વૈવાહિક જીવનમાં સુખ-સંતોષની અનુભૂતિ થશે. પત્ની, પુત્ર અને વૃદ્ધ વર્ગ તરફથી લાભ થશે. મિત્રોની સાથે રમણીય પર્યટન થશે. ક્રોધ અને વધારે બોલવાથી અનર્થ થઇ શકે છે.

કુંભ : માનસિક વ્યગ્રતાનો અનુભવ કરશો. ધન ખર્ચમાં વૃદ્ધિ થશે. અનૈતિક વિચારોને મન પર હાવી થવા દેવો નહિ. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં અડચણ આવશે. આજે વાણી પર સંયમ રાખવાની જરૂરત છે, કાર્ટ-કચેરીના કાર્યોમાં નિર્ણય લેતા સમયે સાવધાની રાખો.

મીન : આજે તમે લેખન કાર્યોમાં સક્રિય રહેશો. નવા કાર્યના આરંભ માટે દિવસ સારો છે. લાંબા પ્રવાસનો યોગ છે. વ્યવસાયમાં લાભની તક મળશે. વિદેશમાં રહેવા વાળા મિત્રો અને સંબંધીઓના સમાચાર મળશે.