કર્ક રાશીફળ ૨૦૧૯ : જાણો કર્ક રાશી માટે કેવું રહેશે વર્ષ ૨૦૧૯, આ નવું વર્ષ શું પરિવર્તન લાવશે

કર્ક રાશીવાળા માટે ૨૦૧૯ નું રાશિફળ : રાશી ચક્રમાં કર્ક રાશી ચોથા નંબરે આવે છે અને આ રાશીનું નિશાન કરચલો છે, અને સ્વામી ચન્દ્ર છે. આ રાશીના વ્યક્તિ ઘણા હોંશિયાર હોય છે અને તેને પ્રવાસ કરવાનો ઘણો શોખ હોય છે. કર્ક રાશીના વ્યક્તિની કાલ્પનિક શક્તિ અને સ્મરણ શક્તિ ઘણી તેજ હોય છે. તેનામાં દ્રઢ સંકલ્પ શક્તિ કમાલની હોય છે. તેમને પોતાના જીવના અનુભવોને પોતાના દોસ્તો અને પરિવાર વાળા સાથે શેયર કરવાનું ગમે છે. સ્વભાવમાં કર્ક રાશીના વ્યક્તિ ઘણા દયાળુ પ્રકારના હોય છે, અને તેમને ક્યારે ક્યારે સમજી શકવા મુશ્કેલ બને છે.

કર્ક રાશી હેઠળ ‘હી, હું, હે, ડા, ડી, ડુ, ડે, ડો’ અક્ષરથી શરુ થતા નામ આવે છે. જો તમારી રાશી કર્ક છે અને તમારા મનમાં એ પ્રશ્ન ફરી રહ્યો છે, કે વર્ષ ૨૦૧૯ માં તમારું આર્થિક, પારિવારિક, આરોગ્ય, કેરિયર અને પ્રેમ જીવન કેવું રહેશે? તો ચિંતા ન કરશો. વૈદિક જ્યોતિષ ઉપર આધારિત કર્ક રાશી ૨૦૧૯ રાશીફળ, તમારા તમામ પ્રશ્નોના જવાબ આપશે. તો વાચોકર્ક રાશિફળ ૨૦૧૯.

કર્ક રાશી ૨૦૧૯ રાશિફળ :

કર્ક રાશી ૨૦૧૯ રાશિફળ આર્થિક સ્થિતિ :

વર્ષ ૨૦૧૯ વેપાર ધંધામાં ઉત્તમ રહેશે. આવક માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં તમે સફળ થશો. વેપારી વર્ગ વર્ષની શરૂઆતના ચાર મહિનામાં નવા કાર્યોમાં રોકાણ ન કરો તો સારું રહેશે. તમારી આર્થિક સ્થિતિ ગયા વર્ષની સરખામણીમાં ઉત્તમ રહેવાના સંકેત છે. કામ ધંધામાં પ્રગતી થવાથી તમારી આવકમાં વધારો શક્ય છે. તમારા અગાઉના કામ પુરા થઇ જશે. જો તમે આર્થિક બાબત સાથે જોડાયેલી બાબત ઉપર તમે કોઈ સમજ્યા વિચાર્યા વગર પગલું ભરશો તો તમારું જ નુકશાન કરી બેસશો, એટલા માટે કોઈપણ નાના નાના નિણર્ય લેતા પહેલા સચેત રહો.

કર્ક રાશી ૨૦૧૯ આરોગ્ય રાશિફળ :

આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષે લાંબા અંતરનો પ્રવાસ કરવાથી તમે થોડા અસ્વસ્થનો અનુભવ કરી શકો છો. થોડા વિદ્યાર્થીઓને શારીરિક તકલીફો રહેશે. વધુ મસાલાવાળું અને ભારે ભોજન ખાવાથી દુર રહો. નિયમિત જીવનશૈલીનું પાલન કરો અને યોગ શરુ કરો. જુન અને જુલાઈમાં માનસિક તનાવથી પીડિત રહી શકો છો, એટલા માટે સારું રહેશે કે ખોટી વાતોની વધુ ચિંતા ન કરો. તમારા આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. જોખમ લેવાથી દુર રહો ઈજા થઇ શકે છે. અનિન્દ્રાની ફરિયાદ થઇ શકે છે. શિયાળાની ઋતુથી થતી બીમારીઓ પરેશાન કરી શકે છે. તમારા સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળી શકે છે.

કર્ક રાશી ૨૦૧૯ પારિવારિક જીવન :

નવા વર્ષમાં તમે વિવેકનો ઉપયોગ કરી તમારા તમામ પારિવારિક કર્યોમાં સફળતા મેળવશો. દામ્પત્ય જીવન માટે આખું વર્ષ ઘણું અનુકુળ રહેશે. ફેબ્રુઆરીમાં પરીણિત જીવનમાં થોડી અશાંતિ રહી શકે છે. નવા મિત્ર બનશે અને તમારો સામાજિક વિસ્તાર પણ વધશે. ભાઈ બહેન સાથે બોલાચાલી થઇ શકે છે, સંયમથી કામ લો. આ વર્ષ તમે નવા મકાનનું નિર્માણ પણ કરવી શકો છો. તમારા માતા પિતા ખુશ રહેશે અને તેમના આશીર્વાદ તમારી ઉપર જળવાયેલા રહેશે જેથી ઘરમાં સુખ સમૃદ્ધી આવશે.

કર્ક રાશી ૨૦૧૯ પ્રેમ જીવન :

મે મહિનામાં કુંવારા લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. માર્ચમાં પ્રેમમાં સફળતા મળવાના પુરા સંયોગ ઉભા થઇ રહ્યા છે. આ વર્ષે તમારી અંદર પ્રેમની ભાવનાઓ વધશે, અને તમે આ ભાવનાઓને લવ પાર્ટનર સાથે શેયર પણ કરશો. વિકટ સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. પ્રેમી સાથે સપ્ટેમ્બર મહિનામાં કોઈ આનંદદાયક પ્રવાસ તમારી રાહ જોઈ રહ્યો હશે. પ્રેમી સાથે સંબંધોમાં મજબુતી આવશે. નવેમ્બરમાં જીવનસાથી સાથે કોઈ વાતને લઈને બોલાચાલી થવાની શક્યતા છે.

કર્ક રાશી ૨૦૧૯ કેરિયર :

જાન્યુઆરીથી જુલાઈ સુધી નોકરી ધંધા વાળા લોકો માટે સમય ઘણો અનુકુળ રહેશે. જુલાઈ પછી નોકરી કરવા વાળા પોતાની ખોટી દોડધામમાં રહેશે. વિદ્યાર્થીઓને મહેનતથી જ સફળતા મળશે. વેપાર કરવા વાળા લેવડ દેવડ સામાન્ય રાખે. વર્ષની શરૂઆતના દિવસોમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારી પોતાના નોકરી ધંધામાં વધુ મહેનત અને સંઘર્ષ કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં વિશેષ સફળતા મળવાની શક્યતા છે. જે યુવાનો એન્જીનીયરીંગ, મેડીકલ, કોન્સ્ટેબલ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેને આ વર્ષ ૨૦૧૯ માં કોઈ મોટી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

કર્ક રાશીના વ્યક્તિઓ માટે વૈદિક ઉપાય :

ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવો અને નિયમિત રીતે તેને પાણી ચડાવો. તેનાથી તમારા અટકેલા કાર્યોમાં પ્રગતિ થશે અને ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશ નહિ કરે. તે ઉપરાંત સોમવાર, મંગળવારે ભગવાન શિવજી અને હનુમાનજીની પૂજા અર્ચના કરવું વિશેષ લાભદાયક રહેશે.

કર્ક રાશી ૨૦૧૯ માં શુભ મહિનો અને શુભ રંગ :

કર્ક રાશીના વ્યક્તિઓ માટે વર્ષ ૨૦૧૯ માં જાન્યુઆરી અને ઓગસ્ટનો મહિનો ઘણો શુભ રહેવાના સંકેત આપી રહ્યા છે. તે સમયગાળામાં તમારી આવકમાં વધારો જોવા મળશે. તે ઉપરાંત આ વર્ષે વાદળી રંગ તમારા માટે શુભ રહેશે, કોઈ પણ નવું કામ શરુ કરતા પહેલા વાદળી રંગના વસ્ત્ર ધારણ કરો તેનાથી તે કાર્યમાં સફળતા જરૂર મળશે.