14 વર્ષની ઉંમરે દુનિયા છોડી જનાર ‘રસના ગર્લ’ ને પોતાના મૃત્યુ વિષે પહેલાથી જ ખબર હતી.

0

એક નાનકડી છોકરી હતી જેનું નામ હતું તરુણી સચદેવ, શું તમને યાદ છે આ નામ? જો તમે એને આ નામથી નહિ ઓળખી હોય તો યાદ કરો ટીવી પર આવતી ‘રસના’ ની એડ. જેમાં એક રસના ગર્લ, ઘણી માસુમિયતથી બોલતી હતી ‘આઈ લવ યુ રસના.’ તો હવે તમને યાદ આવી ગયું હશે.

તો જાણકારી માટે જણાવી દઈએ કે, તરુણી સચદેવ બાળ અભિનેત્રી હતી. એનો જન્મ ૧૪ મે, ૧૯૯૮ ના રોજ માયાનગરી મુંબઈમાં થયો હતો. તેના પિતા હરેશ સચદેવ એક ઇન્ડસ્ટ્રીયલીસ્ટ છે. એની માતાનું નામ ગીતા સચદેવ. તરુણીએ પોતાનો અભ્યાસ મુંબઈથી કર્યો હતો. એની માતા મુંબઈના ઇસ્કોનના રાધા ગોપીનાથ મંદિરની એક ભક્ત મંડળીની સભ્ય હતી. અને તરુણીએ પણ આ મંદિરના તહેવારોમાં ભજવવામાં આવતા નાટકોમાં ભાગ લીધો હતો.

મિત્રો, તરુણી સચદેવે માત્ર પાંચ વર્ષની ઉંમરમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકી દીધા હતા. અને તે પોતાના સમયમાં સૌથી વધુ પૈસા કમાવાવાળી બાળ કલાકાર હતી.

તરુણીએ ઘણી બધી જાહેરાતોમાં અભિનય કર્યો હતો. જેમાં રસના, કોલગેટ, આઈસીઆઈસીઆઈ બેંક, રીલાઈંસ મોબાઈલ, એલ.જી, કોફી બાઈટ, ગોલ્ડ વિનર, શક્તિ મસાલા જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. અને તેને ઇન્ડસ્ટ્રીની સૌથી વ્યસ્ત ચાઈલ્ડ મોડલ માનવામાં આવતી હતી.

તરુણીએ વર્ષ ૨૦૦૪ માં આવેલી મલયાલમ ફિલ્મ ‘વેલ્લીનક્ષત્રમ’ થી ડેબ્યુ કર્યું હતું. ઉપરાંત તે સ્ટાર પ્લસના શો ‘ક્યા આપ પાંચવી પાસ સે તેજ હે?’ માં કન્ટેસ્ટન્ટ બનીને આવી હતી, અને તે સમયે તે શો શાહરૂખ ખાન હોસ્ટ કરતા હતા.

પણ ૧૪ મે, ૨૦૧૨ ના રોજ તરુણી પોતાના માં બાપ અને આ દુનિયાને છોડીને જતી રહી. જણાવી દઈએ કે, નેપાળના અગ્નિ એયર ફ્લાઈટ સીએચટી પ્લેન ક્રેશમાં તેનું મૃત્યુ થયું હતું. તે પોતાની માતા ગીતા સચદેવ સાથે પ્રવાસ કરી રહી હતી, અને તે પણ તરુણી સાથે જ મૃત્યુ પામી. તે દિવસે તરુણીનો ૧૪ મો જન્મદિવસ હતો.

એ દિવસે પશ્ચિમ નેપાળમાં એક ૨૦ સીટ વાળું વિમાન ફસકી પડવાથી ક્રેશ થઇ ગયું હતું. એ વિમાનમાં ૧૬ ભારતીય, ૨ ડેનમાર્કના નાગરિક અને ડ્રાઈવર ટુકડીના ત્રણ સભ્ય હતા. એ અકસ્માતમાં ૧૩ પ્રવાસીઓના મૃત્યુ થઇ ગયા હતા.

મળેલી જાણકારી અનુસાર તરુણી ૧૧ મે ૨૦૧૨ ના રોજ નેપાળના પ્રવાસ ઉપર જઈ રહી હતી. અને પ્રવાસે જતા પહેલા તેણે પોતાના બધા મિત્રોને ગળે લગાવ્યા હતા અને કહ્યું હતું કે, હું તમને બધા લોકોને છેલ્લી વાત મળી રહી છું. આમ તો તે એક મજાકની વાત હતી. ઘણા મીત્રોનું કહેવું હતું કે તરુણીએ આ પહેલા ક્યારે પણ તેમને ગળે લગાવ્યા ન હતા. અને ન તો કોઈપણ પ્રવાસ ઉપર જતા પહેલા એમને ગુડબાય કહ્યું હતું.

અને આ વખતે તેણે પોતાના મિત્રો સાથે મજાકમાં કહ્યું હતું કે, ઉડતી વખતે પ્લેન ક્રેશ થઇ જાય તો… ત્યાર પછી તે પોતાના મિત્રોને ‘આઈ લવ યુ’ કહીને જતી રહી. તેમના મિત્રોનું માનવું હતું કે, તેનું એ પ્લેનમાં જવું તેના નસીબમાં લખાયું હતું.

આ રીતે તરુણીના અચાનક દુનિયા છોડી ચાલ્યા જવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણો મોટો આઘાત લાગ્યો હતો. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોના જણાવ્યા મુજબ, તરુણી ન માત્ર એક સારી કલાકાર હતી, પરંતુ તે એક ઘણી જ હોંશિયાર વિદ્યાર્થીની પણ હતી. તેના ચાલ્યા જવાથી ઘણા કલાકારોએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું. અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે, “એ વાંચ્યું કે તરુણી સચદેવ પા ફિલ્મની બાળ કલાકાર નેપાળ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામી. પ્લીઝ ભગવાન આ ના હોવું જોઈએ.”

અભિષેક બચ્ચને લખ્યું હતું કે, નેપાળ પ્લેન ક્રેશ વિષે સાંભળીને આઘાત અને ઘણું દુ:ખ થયું. મારા સૌથી વ્હાલા સાથી-કલાકરોમાંથી એકને મેં ગુમાવી દીધી. ‘પા ની લીટલ તરુણી’ સ્પીચલેસ.

તેમજ રસનાની જાહેરાતમાં તરુણી સાથે કામ કરનારી કરિશ્મા કપૂરે પણ ટ્વીટ કર્યું હતું કે, એ સમાચાર સાંભળીને ઘણું દુ:ખ થયું. તે એક વ્હાલી અને વાઈબ્રેટ બાળકી હતી. તે ઘણી જ હોંશિયાર હતી. ‘પા’ માં અદ્દભુત પાત્ર ભજવનારી બાળ કલાકાર હતી.

અને ફિલ્મ ‘પા’ ના નિર્દેશક આર બાલ્કીએ કહ્યું હતું કે, મને નથી ખબર મારે શું કહેવું છે? મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે તરુણી જતી રહી છે. તે ઘણી સરળ અભિનેત્રી હતી જેની સાથે મેં પા ફિલ્મમાં કામ કર્યું હતું.

મિત્રો, પ્રસિદ્ધ ફિલ્મ ડાયરેક્ટર વિનયનએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, તેમણે તરુણીને અમિતાભ બચ્ચન સાથે એક જાહેરાતમાં કામ કરતા જોઈ હતી. તેમણે જાહેરાત એજન્સી પાસેથી તેનો નંબર લીધો અને તેને ફોન કર્યો. જયારે તરુણીની માતા ગીતા સચદેવે તરુણીને ફોન આપ્યો ત્યારે તરુણીએ તેને કહ્યું હતું કે ‘અંકલ’ મારે ફિલ્મોમાં કામ કરવું છે.

પછી વિનયને તરુણીને મલયાલમ હોરર ફિલ્મ ‘વેલ્લીનક્ષત્રમ’ માટે પસંદ કરી હતી. જેમાં પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય પાત્રમાં હતા. મલયાલમ ફિલ્મ પછી વિનયને પોતાની આગામી ફિલ્મ ‘સત્યમ’ માં પણ તરુણીને કાસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે, તે ઘણી જ દુ:ખની વાત છે કે તે નથી રહી. વિનાયને સોશિયલ મીડિયા ઉપર તરુણી સાથે ફોટા પણ શેયર કર્યા હતા.

તરુણી સચદેવના થોડા યાદગાર પાત્ર :

મેટ્ટી ઓલી (૨૦૦૨) – તેમણે તમિલ સીરીયલ મેટ્ટીમાં સીતાની દીકરી મામુની કટ્ટીનું પાત્ર કર્યું હતું.

વેલ્લીનક્ષત્રમ (૨૦૦૪) – મલયાલમ ફિલ્મ ‘વેલ્લીનક્ષત્રમ’ માં એક ભૂતનું પાત્ર ભજવ્યું હતું.

સત્યમ (૨૦૦૪) – સત્યમ ફિલ્મમાં તેમણે પૃથ્વીરાજની ભાણેજનું પાત્ર ભજવ્યું.

પા (૨૦૦૯) – તેમણે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને વિદ્યા બાલમ સાથે ૨૦૦૯ ની ‘પા’ ફિલ્મમાં અમિતાભની ક્લાસમેટનું પાત્ર કર્યું હતું.

સસુરાલ સીમર કા (૨૦૧૧) – ૨૦૬૩ એપિસોડ પુરા કરનારી હિન્દી સીરીયલ ‘સસુરાલ સીમર કા’ માં પણ દુર્ગારાનીનું પાત્ર ભજવ્યું હતું.

વેટરી સેલવન (૨૦૧૪) – તમિલ ફિલ્મ વેટરી સેલવનમાં અભીના પાત્ર તરીકે કામ કર્યું હતું.

આ માહિતી લલ્લન ટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિજ્ઞાપન વીડિઓ :