રાતોરાત બદલાઈ ગયું કામવાળી બાઈનું જીવન, ઝાડુ-પોતા છોડીને કરવા લાગી ફેશન મોડલિંગ, જુઓ ફોટા.

0

કહે છે ને કે સુંદરતા જોવા વાળાના ચહેરા ઉપર નહિ પણ જોવા વાળાની આંખોમાં હોય છે. દરેક માણસ પોતાની રીતે વિશેષ અને સુંદર હોય છે. સુંદરતાની પરિભાષા તમારી ચામડીના રંગ કે ચહેરા સાથે નથી આંકવામાં આવતી. પરંતુ તે એ વાત ઉપર આધાર રાખે છે કે તમારો હાવભાવ કેવો છે. તમે કેવી રીતે ચાલો છો અને પોતાને બીજાની સામે રજુ કરો છો. તે વસ્તુ તમને આકર્ષક બનાવે છે. એવું જ કાંઈક કમલા નામની એક બાઈ સાથે પણ થયું. કમલાનું જીવન ત્યારે સંપૂર્ણ બદલાઈ ગયું. જયારે તેની ઉપર એક ફેશન ડિઝાઈનરની દ્રષ્ટિ પડી.

થયું એ હતું કે કમલા રોજની જેમ ઘરોમાં કામ કરવા ગઈ હતી. તેવામાં જયારે તે એક ઘરમાં કામ કરી રહી હતી. તો તેની પાડોશમાં રહેવા વાળી એક મહિલાનું ધ્યાન તેની ઉપર પડી ગયું. તે મહિલા ધંધાથી એક ફેશન ડિઝાઈનર હતી જેનું નામ મનદીપ નેગી છે. મનદીપનો ‘શેડ્સ ઓફ ઇન્ડિયા’ વાળું કલેક્શન ઘણું પ્રસિદ્ધ થયું હતું. તે છેલ્લા થોડા સમયથી પોતાના કલેક્શન માટે એક મોડલની શોધમાં હતી.

મનદીપ હંમેશા નવા ચહેરાની શોધ કરતી રહે છે. તે પોતાના ફેશન માટે એવા લોકો શોધી રહી હતી. જે પ્રોફેશનથી મોડલ ન હોય. તેની પાછળનું કારણ એ છે કે મનદીપનું માનવું હતું કે જે વ્યક્તિને પણ પસંદ કરે તે તે કપડા પહેરી કેમેરા સામે પોતાને સશકત અનુભવે.

તેવામાં જયારે તેની નજર પોતાની પાડોશીની કામવાળી કમલા ઉપર પડી ગઈ, તો તેને એવું લાગ્યું સમજો તેની શોધ હવે પૂરી થઇ ગઈ. તેને કમલા પોતાના નવા કલેક્શન માટે પરફેક્ટ લાગી. તેવામાં તેણે કમલાને પોતાના નવા કલેક્શનમાં મોડલ બનવાની ઓફર આપી. તે ઓફર વિષે સાંભળીને પહેલા તો કમલા સંકોચ વ્યક્ત કરવા લાગી પરંતુ પાછળથી તેણે હા કહી દીધી.

બસ પછી તો શું હતું. કમલાને ઝડપથી મેકઓવર કરી દેવામાં આવી અને પછી જે પરિણામ આવ્યું તે જોઇને બધા દંગ રહી ગયા. કમલા એ મોડલ બની ઘણી જ આકર્ષક લાગી રહી હતી. ખાસ વાત એ હતી કે તેણે આ બધા કપડા ઘણા જ આત્મવિશ્વાસ સાથે પહેર્યા. તેની દરેક તસ્વીરોમાં એક સાદગી અને કોન્ફીડન્સ બંનેમાં જ જોવા મળ્યા. જોત જોતામાં તે મીડિયાના સમાચારોનો ભાગ બની ગઈ. આવી રીતે કમલાનું જીવનમાં એક મોટો ફેરફાર પણ આવી ગયો.

કમલાને જોઈ આપણે પણ વિશ્વાસ સાથે કહી શકીએ કે દરેક મહિલા પોતાની રીતે સુંદર હોય છે. જો તમે તમારા ઉપર વિશ્વાસ રાખો. આત્મવિશ્વાસ સાથે પોતાના કપડા પહેરો અને તમને બીજા સામે સારી રીતે રજુ કરો તો તમે પણ સુંદરતાની નવી પરિભાષા રચી શકો છો. હાલમાં જે લોકોને પણ કમલાની આ કહાની વિષે ખબર પડી છે તે આશ્ચર્યચકિત રહી જાય છે. તેની સાથે જ તે કમલાની પ્રસંશા પણ કરે છે.

આમ તો તમને લોકોને કમલાની પહેલી અને પછીની તસ્વીરોનો ફેરફાર કેવો લાગ્યો અમને જરૂર જણાવશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.