પાકિસ્તાનમાં લાગુ એવા આ 10 વિચિત્ર કાયદા વિષે વાંચીને કહેશો, આપણે ભારતીય ઘણા ભાગ્યશાળી છીએ

0

ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ ને કોઈ કારણ સર તંગદિલી ભરેલું વાતાવરણ રહેતું જ હોય છે. અને બન્ને દેશો એક બીજા સામે બાંયો ચડાવીને ઉભા હોય છે. પાકિસ્તાન ભલે કંઈ પણ કહે પણ એ વાત સત્ય છે કે, ત્યાંના લોકો કરતા આપણે ઘણા આગળ છીએ. અને આજે અમે તમને પાકિસ્તાનના થોડા વિચિત્ર કાયદા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે જાણીને તમને થશે કે સારું છે આપણે ત્યાં નથી રહેતા.

૧. દેશના પીએમની મજાક નથી ઉડાવી શકતા : જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં પીએમની મજાક ઉડાવતા જો તમે પકડાઈ ગયા, તો તમારે સારો એવો દંડ ભરવો પડશે.

૨. કોઈના ફોનને છેડ્યો છે તો થશે સજા : જણાવી દઈએ કે પાકિસ્તાનમાં કોઈની પણ પરવાનગી વગર તેમના ફોનને સ્પર્શ કરવો ને છેડવો ગેરકાયેસર છે. એવું કરનારને 6 મહિનાની જેલની સજા પણ થઇ શકે છે.

૩. અભણ પણ બની શકે છે પીએમ : પાકિસ્તાનમાં પીએમ કે પ્રેસિડેન્ટ બનવા માટે ભણેલા ગણેલા હોવું જરૂરી નથી, પરંતુ કોઈ સ્કુલમાં પટાવાળાની નોકરી માટે તમારે ભણેલા હોવું જરૂરી છે. છે ને વિચિત્ર.

૪. વધુ ભણશો તો લાગુ પડશે ટેક્સ : એ સિવાય જો કોઈ વિદ્યાર્થીના અભ્યાસ પાછળ વર્ષમાં 2 લાખથી વધુ ખર્ચ થાય છે, તો તેણે 5% ટેક્સ ભરવો પડે છે.

૫. અમુક શબ્દોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવું ગેરકાયદેસર છે : પાકિસ્તાનમાં તમે અરબી શબ્દ જેવા કે અલ્લાહ, મસ્જીદ, રસુલ કે નબીનું અંગ્રેજીમાં ભાષાંતર નથી કરી શકતા. તે ગેરકાયદેસર છે.

૬. પાકિસ્તાની નાગરિક ઇઝરાયલ નથી જઈ શકતા : સાંભળવામાં વિચિત્ર લાગે પણ પાકિસ્તાન પોતાના કોઈપણ નાગરિકને ઇઝરાયેલ જવા માટે વીઝા નથી આપતી. અને એ કારણે કોઈ પણ પાકિસ્તાની સીધા ઇઝરાયલ નથી જઈ શકતા. હવે તમે વિચારી રહ્યા હશો કે તેની પાછળ કયું કારણ હશે? તો મળેલી જાણકારી અનુસાર પાકિસ્તાનની દ્રષ્ટિએ ઇઝરાયલ દેશ છે જ નહિ. એ કારણે જ ત્યાં જવા માટે પાકિસ્તાન વીઝા બહાર નથી પાડતા.

૭. ગર્લફ્રેન્ડ સાથે રહેશો તો પકડી લેશે પોલીસ : મિત્રો, પાકિસ્તાની કાયદા મુજબ તમે લગ્ન પહેલા કોઈ પણ છોકરી સાથે નથી રહી શકતા. તે ગેરકાયદેસર છે.

૮. નકામાં મેસેજ મોકલવા છે ગેરકાયદેસર : પાકિસ્તાનમાં તમે કોઈને પણ નકામાં મેસેજ નથી મોકલી શકતા. એમ કરતા પકડાઈ જવા ઉપર તમારે 10 લાખ સુધી દંડ ભરવો પડી શકે છે.

૯. વર્ષનો એક મહિનો બહાર ખાવાની સખ્ત મનાઈ : રમઝાનના પવિત્ર મહિનામાં ઘરની બહાર કોઈ પણ વ્યક્તિએ ખાવું ગેરકાયદેસર છે. અને જો તમે મુસ્લિમ નથી તો પણ તમારે આ નિયમને માનવો જરૂરી છે.

૧૦. આર્મીમાં નથી જોડાઈ શકતા ટ્રાંસજેંડર : મળેલી જાણકારી અનુસાર પાકિસ્તાનમાં ટ્રાંસજેંડરને આર્મીમાં જોડાવાની મનાઈ છે. તમને જણાવી દઈએ કે આ દેશમાં આ લોકોની સંખ્યા ઘણી વધુ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.