દિશા વાકાણીની વાત કરતા તારક મેહતાની રોશનભાભીએ કહી દીધી મોટી વાત, કહ્યું, તે સેટ પર નખરા…

0

સબ ટીવી પર આવતો અને લોકોનો સૌથી ફેવરેટ ફેમેલી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. જો કે એમાંથી દયાભાભી એટલે કે દિશા વાકાણીના ગયા પછી એમના ફેન્સ ઘણી આતુરતાથી એમના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે. દિશા વાકાણીએ દીકરીને જન્મ આપ્યા પછી એને પૂરતો સમય આપવા માટે શો છોડ્યો હતો.

એવામાં વચ્ચે ઘણી વાર એમની જગ્યાએ કોઈ બીજી અભિનેત્રીને લેવાની વાતો ઉડી હતી, પણ એ તમામ વાતો ખોટી નીકળી. પણ હવે શો માં દયાભાભી તરીકે દિશા વાકાણી જ પાછી આવશે એ વાત શો ના મેકર અસિત મોદીએ જણાવી હતી. અને હાલમાં શો માં નવરાત્રીના એપિસોડ આવવાના છે, જેમાં દયાભાભીને પાછા લાવવા માટે જેઠાલાલ અને ગોકુલધામની મહિલા મંડળી પ્રયન્ત કરી રહ્યા છે.

એવામાં દિશા વાકાણી ટૂંક સમયમાં જ પરત ફરશે, એ વાતે જોર પકડ્યું છે. અને લગભગ બે વર્ષ પછી દિશા વાકાણી શો માં પાછા આવવાના હોવાથી એમના ફેન્સ અને એમના સાથી કલાકાર પણ ઘણા ઉત્સાહિત છે. એવામાં હાલમાં જ શો માં રોશનભાભીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલાએ એક ઇન્ટરવ્યૂમાં દિશા વાકાણીના પરત આવવા અંગે, અને રિયલ લાઈફમાં દિશા વાકાણી કેવી છે તેના વિશે ખુલીને થોડી વાતો કરી હતી.

જાણકારી માટે જણાવી દઈએ કે, જેનિફરે એક ઈન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે, દિશાના આવવાના સમાચાર સાંભળીને અમે બધા ઘણા ખુશ છીએ. અમે ક્યારના સાંભળી રહ્યા છીએ કે, તે પાછા આવવાના છે પરંતુ હજુ સુધી એની કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ દિશા પાછી આવી જશે તો સૌથી વધારે ખુશી મને થશે. તેમનું કમબેક માત્ર શો માટે નહીં તેના પોતાના માટે પણ ફાયદાકારક રહેશે, કારણકે તે ખુબ ટેલેન્ટેડ એક્ટ્રેસ છે.

દિશા વાકાણી વિષે વાત કરતા જેનિફરે આગળ જણાવ્યું હતું કે, હું અને દિશા રીલ લાઈફની જેમ રિયલ લાઈફમાં પણ પાડોશી છીએ. અને પવઈમાં અમારું ઘર એકબીજાની પાડોશમાં જ છે. પણ અમારી વચ્ચે રૂબરૂ મુલાકાતો વધારે નથી થતી. જોકે અમે દરેક તહેવારે એકબીજાને શુભેચ્છા જરૂર પાઠવીએ છીએ. અને ફોન તેમજ મેસેજ પર તો લગભગ રોજ જ અમારી એકબીજા સાથે વાત થાય છે.

તેમજ જેનિફરે એ પણ કહ્યું કે, દિશા સેટ પર જરાપણ નખરા નથી કરતી. તે શો માં હતી ત્યારે ટીવી ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સમાંથી એક હતી. અને ટીવીનો સૌથી જાણીતો ચહેરો હોવા છતાં પણ તે ખૂબ જ ડાઉન ટુ અર્થ છે. તેમનો સ્વભાવ મળતાવડો છે. હું ઘણીવાર દિશાને કહું છું કે, જો મારી પોપ્યુલારિટી 5 % પણ તારા જેટલી હોત તો હું તો સાતમાં આસમાને પહોંચી ગઈ હોત.

વિડિયો :

પણ દિશા બધાથી અલગ છે, તે હંમેશા શાંત અને ખુશ હોય છે. અમે ક્યારેય તેને ગુસ્સે થતા નથી જોઈ. ક્યારેક હું તેને કહું છું કે, દિશા તને ગુસ્સો કેમ નથી આવતો? ત્યારે તે કહેતી હોય છે કે, શા માટે ગુસ્સો કરવો? આપણે જતું કરતા શીખવું જોઈએ. આમ આ રીતે જેનિફરે દિશાના ખુબ વખાણ કર્યા અને તે પોતે અને બીજા કલાકારો એને ખુબ મિસ કરે છે એવું જણાવ્યું.