સામે આવ્યા શ્વેતા બચ્ચનના લગ્નના ન જોયેલા ફોટા, સફેદ રંગના જોડામાં લાગી રહી હતી કમાલ – જુઓ ફોટોસ

0

ફેશન ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ઇન્ડસ્ટ્રીમાં ૩૩ વર્ષ પુરા કરી લીધા છે. તેની એ સફરને સેલીબ્રેટ કરવા માટે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શ્વેતા બચ્ચનના લગ્નના થોડા સુંદર જુના ફોટા શેર કર્યા છે. આ તસ્વીરોમાં તમને વર્ષ ૧૯૯૭માં થયેલા શ્વેતા બચ્ચનના લગ્નના થોડી સુંદર પળો જોવા મળશે.

આ ફોટા દ્વારા અબુ જાની અને સંદીપ ખોસલાએ જણાવવાનો પ્રયાસ કર્યો છે કે તે સમયમાં કેવું શ્વેતાએ એક વહુ બનીને નવા રંગો સાથે એક્સપેરીમેંટ કર્યું હતું. સાથે જ તેમણે બચ્ચન પરિવારનો આભાર માન્યો કે એટલા મોટા પ્રસંગ માટે તેમણે તેને તેમના માટે કામ કરવાની તક આપી.

૧. મહેંદી સેરેમનીના ફોટા :-

શ્વેતા બચ્ચન અમિતાભ બચ્ચનની લાડકી દીકરી છે. એક મહાનાયકની દીકરી હોવાને કારણે શ્વેતાની એન્ટ્રી બોલીવુડમાં સરળતાથી થઇ શકતી હતી પરંતુ તેમણે પોતે આ ઝાકમઝોળ ભરેલી દુનિયાથી દુર રાખી. તેમણે ક્યારે પણ પોતાના માતા પિતાની પોઝીશનનો ફાયદો ઉઠાવવા વિષે નથી વિચાર્યું. જેમ કે તમે ફોટામાં જોઈ શકો છો, પોતાની મહેંદી ઉપર શ્વેતાએ સફેદ ચીકનકારીની સુંદર જોડી પહેરી હતી. શ્વેતાએ એ સાબિત કરી દીધું હતું કે સફેદ રંગ શુભ પ્રસંગ ઉપર પણ પહેરી શકાય છે.

૨. સંગીત સેરેમનીના ફોટા

શ્વેતાનો અભ્યાસ એક સામાન્ય બાળકની જેમ થયો છે. અભ્યાસ પછી તેમણે વર્ષ ૧૯૯૭માં નીખીલ નંદા સાથે લગ્ન કરી લીધા હતા. શ્વેતાના લગ્ન એક સરેરાશ ભારતીય મહિલાની જેમ ઓછી ઉંમરમાં જ થઇ ગયા હતા અને માત્ર ૨૩ વર્ષની ઉંમરમાં તેમણે દીકરી નાવ્યાને પણ જન્મ આપ્યો હતો. શ્વેતા એક સારી હાઉસવાઈફ હોવા સાથે સાથે એક સારી માતા પણ છે. તે પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવે છે. જેમ કે તમે જોઈ શકો છો કે શ્વેતાએ પોતાની સંગીત સેરેમની ઉપર પાંદડાની ડીઝાઈન વાળું એક ગોલ્ડન આઉટફીટ પહેર્યું હતું.

૩. ગ્રુપ ફોટો

૧૦ વર્ષ પછી જવાબદારીઓ નિભાવ્યા પછી શ્વેતાએ પોતાના વિષે વિચાર્યું. તે કાંઈક કરવા માગતી હતી એટલા માટે સીએનએન આઈબીએનમાં આમ તો સીનીયર જર્નલીસ્ટનું કામ કરવા લાગી. હાલમાં તે CNN IBN સાથે કામ કરી રહી છે. એટલું જ નહિ વર્ષ ૨૦૦૭માં તેને NDTV ના શો ‘નેસ્ક્ટ જેન’ હોસ્ટ કરવાની ઓફર પણ મળી ચુકી છે. આજે તે પોતાના પરિવારની જવાબદારી સાથે સાથે આર્થિક રીતે પણ સપોર્ટ કરે છે.

૪. અમિતાભ અને જયા સાથે શ્વેતા

એક ઈન્ટરવ્યુંમાં જયારે શ્વેતા સાથે ફિલ્મોમાં ન આવવા ઉપર પ્રશ્ન કરવામાં આવ્યો, તો તેની ઉપર તેણે જવાબ આપ્યો, મને આજ સુધી કોઈ ફિલ્મની ઓફર નથી મળી. મારો ચહેરો અને અવાજ એક હિરોઈન જેવા નથી. મને કેમેરા ફેસ કરવામાં પણ ડર લાગે છે. એટલા માટે આજે હું જ્યાં છું, જે કરી રહી છું, તેમાં ખુશ છું. આમ તો તેને અભિષેક ઘણી વખત અભિનયમાં આવવા માટે કહી ચુક્યા છે, પરંતુ પોતાના મનની વાત સાંભળીને હંમેશા તેમણે તેના માટે ના કહી દીધી છે.

૫. નવ્યા, અમિતાભ, શ્વેતા અને જયા (લગ્ન પછીનો દીકરી સાથેનો ફોટો)

શ્વેતાના જણાવ્યા મુજબ, તેને ઘરનું કામ કેવા કે પતિ માટે નાસ્તો બનાવવો, બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવો, ઘરની દેખરેખ કરવી વગેરે પસંદ છે. શ્વેતા તે છોકરીઓ માટે પ્રેરણા છે, જે પરિવાર અને કામ બંને સંભાળે છે.

૬. અમિતાભ અને અભિષેક સાથે શ્વેતા

તે ઉપરાંત શ્વેતા બોલીવુડના તે કલાકારો માટે પણ ઉદાહરણ છે, જે અભિનયની એબીસીડી નથી જાણતા પરંતુ પરાણે ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવવા ઘુસી જાય છે. આપણે એ ફિલ્ડને પસંદ કરવું જોઈએ, જેમાં આપણે નિપુણ છીએ અને જેને આપણે સારી રીતે કરી શકીએ છીએ.

૭. ભાઈ અભિષેકના હાથમાં હાથ રાખતી શ્વેતા બચ્ચન

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.