સાત મહિનામાં ફેટથી ફિટ થઇ ગઈ રેમો ડિસૂજાની પત્ની, આ ફોટો થઇ રહી છે વાયરલ

0

માણસ નક્કી કરે તો કાંઈ પણ કરી શકે છે, જેમ કે જો માણસ નક્કી કરે કે મારે મારું વજન આટલા મહિનામાં ઘટાડી દેવું છે, તો તે ચોક્કસ ઘટાડી શકે છે, આવી જ એક વાત આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ. રેમો ડીસુજાની પત્નીના ટ્રાંસફોર્મેશનના ફેન થયા કપિલ શર્મા. ફોટા ઉપર લખ્યું, વાહ, વાહ, વાહ, પ્રાઉડ ઓફ યુ ભાભી.

ફીટ રહેવું દરેકને ગમે છે અને જયારે પાર્ટનર ફીટ હોય, તો તે તમારા માટે એક પડકાર બની જાય છે. કાંઈક એવો જ પડકાર કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડીસુજાની પત્નીએ લીધો. તેમણે પોતાની સખ્ત મહેનતથી સાત મહિનામાં વજન ઘટાડી લીધું અને તેના પતિ પણ વખાણ કરતા થાકતા નથી. રેમોએ પોતે પત્ની લીજેનના બે ફોટા શેર કરી અને બતાવ્યા કે ગયા સાત મહિનામાં લીજેનમાં ઘણો ફેરફાર આવ્યો છે.

ફોટા શેર કરતા રેમોએ લખ્યું, આ એ વસ્તુ છે જેને ડેડીકેશન કહે છે. મને તારા ઉપર ગર્વ છે. તે સાબિત કરી દીધું છે કે IMPOSSIBLE નો અર્થ થાય છે I M POSSIBLE. એવી રીતે જ મને પ્રેરણા આપતી રહે. રેમો અને લીજેનના લવ મેરેજ છે. તે એક ડાંસ ગ્રુપ દ્વારા મળ્યા હતા. બંને એક ગ્રુપમાં સભ્ય હતા અને બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતા હતા. દોસ્તી પ્રેમમાં બદલાઈ અને બંનેએ લગ્ન કરી લીધા. રેમો અને લીજેનના બે બાળકો છે.

ધંધાકીય બાબતની વાત કરીએ તો રેમો ડીસુજા હાલમાં પોતાની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાંસર’ સાથે વ્યસ્ત છે. વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મમાં રેમો જ ડાયરેક્ટ કરી રહ્યા છે. તેણે પહેલા રેસ-૩, ફ્લાઈંગ જટ્ટ, FALTU અને ABCD, ABCD-2 જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી ચુક્યા છે. આમ તો કારીયોગ્રાફર તરીકે વર્ષ ૧૯૯૫થી કામ કરી રહ્યા છે. ફિલ્મો ઉપરાંત રેમો નાના પડદા ઉપર રીયાલીટી શો પણ જજ કરે છે. રેમો ‘ઝલક દિખલા જા’, ‘ડાંસ પ્લસ’ અને ‘ડાંસ પ્લસ-૩’ જેવા શો માં જજ કરી ચુક્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.