સાવધાન : કોન બનેગા કરોડપતિના નામ પર આવી રહ્યા છે લોકોને ફોન, ઓટીપી માંગીને કહે છે તમને ઇનામ મળશે, તમે ચેતી જજો.

0

સાઈબર ઠગોએ કોલ કરીને કહ્યું કોન બનેગા કરોડપતિ માંથી બોલી રહ્યા છીએ

તમારું ૨૫ લાખનું ઇનામ નીકળ્યું છે, ફોન ઉપર આવેલો ઓટીપી જણાવો ટીમ ઘરે આવીને આપશે ચેક. ફરીયાદીએ ૧૮૧ હેલ્પલાઇન ઉપર ફોન કરી સાઈબર ઠગ ફોન કરવા વાળાની કરી ફરિયાદ. આગળથી જવાબ મળ્યો એવા કોલ્સને ધ્યાનમાં ન લેવા. ફારીયાદ કરવાનો કોઈ ફાયદો નહિ.

મોહાલી (મોહિત શંકર) જો તમને કોન બનેગા કરોડપતિ માંથી કોલ આવે અને લાખો રૂપિયા આપવાની વાત કરવામાં આવી રહી છે. તો તમે થઇ જાવ સાવચેત. કેમ કે આ કોલ તમને કંગાળ બનાવી શકે છે. સાઈબર ઠગો તરફથી છેતરપીંડી કરવાની આ નવી પદ્ધતિ શોધી કાઢી છે. જેમાં પોતાને ટીવી શો કોન બનેગા કરોડપતિ માંથી હોવાનો દાવો કરી લાખો રૂપિયા ઇનામ આપવાની લાલચ આપવામાં આવે છે. ત્યાર પછી તમારા મોબાઈલ ઉપર ઓટીપી મોકલી તેની જાણકારી લઈને બેંક ખાતા કરી દેવામાં આવે છે ખાલી.

મોહાલીના ગ્રીન ઈંકલેવના રહેવાસી ભારતને એવો જ એક કોલ આવ્યો. જેમાં તેને કહેવામાં આવ્યું કે કોન બનેગા કરોડપતિ માંથી વાત કરી રહ્યા છીએ. તમારું ૨૫ લાખનું ઇનામ નીકળ્યું છે. તમારે વેરીફાઈ કરવા માટે તમારા નંબર ઉપર ઓટીપી મોકલવામાં આવી રહ્યો છે. તે જણાવો ત્યાર પછી કોન બનેગા કરોડપતિની ટીમ તમારા ઘરે આવશે અને તમને પ્રાઈઝ મનીનો ચેક સોપશે.

આ કોલના તરત પછી ફરીયાદી ભારત તરફથી પોલીસ હેલ્પલાઇન ૧૮૧ ઉપર કોલ કરીને ઘટનાની માહિતી આપી અને જે નંબર ઉપરથી કોલ આવ્યો તે નંબર પણ નોટ કરાવ્યો. પરંતુ પોલીસ હેલ્પલાઇન માંથી ભારતને ઘણો નવાઈ પમાડે તેવો જવાબ મળ્યો. તેમણે જણાવ્યું કે આજકાલ તો એવા ઘણા કોલ્સ આવી રહ્યા છે, તમે તો બસ આવા કોલ્સને ધ્યાન બહાર જ કરો. ફરિયાદ કરાવવાની કોઈ જરૂર નથી.

ઓટીપી જણાવો બચ્ચન સાહેબ સાથે વાત પણ કરાવીશું અને મુલાકાત પણ કરાવી આપીશું

ભારતે જણાવ્યું કે જયારે તેને સાઈબર ઠગે જણાવ્યું કે તે કોન બનેગા કરોડપતિ માંથી વાત કરી રહ્યો છે. તો તેને પહેલેથી જ શંકા પડી હતી કે તે કોઈ બોગસ કોલ છે. ફોન વાળાએ ભારતને જણાવ્યું કે જો તે કોન બનેગા કરોડપતિ માંથી વાત કરી રહ્યા છે, તો અમિતાભ બચ્ચન સાથે વાત કરાવો.

તો તેમણે જવાબ આપ્યો કે જરૂર તમને બચ્ચન સાહેબ સાથે વાત કરાવવામાં આવશે. તમે પહેલા તમારા ફોન ઉપર આવેલો ઓટીપી જણાવો તેના એક કલાક પછી તમને ફરી કોલ કરશે અને તમને બચ્ચન સાહેબ સાથે વાત કરાવવામાં આવશે અને તમને બચ્ચન સાહેબ સાથે મુલાકાત પણ કરાવવામાં આવશે.

પાકિસ્તાનના નંબર ઉપરથી આવ્યો કોલ, ટ્રેક નથી કરી શકતા

ભારતે જણાવ્યું કે જયારે તેણે પોલીસ હેલ્પલાઇન ઉપર કોલ કરીને બોગસ કોલ આવવાની જાણ કરી હતી, તો ત્યાર પછી તેમને આગળથી જવાબ મળ્યો કે જે નંબર +૯૨૩૧૬૨૨૫૫૯૪૮ જણાવી રહ્યા છો તે પાકિસ્તાનનો નંબર છે. એટલા માટે ઇન્ટરનેશનલ નંબર હોવાને કારણે તે નંબરને ટ્રેક નથી કરી શકાતો.

આગળ જણાવવામાં આવ્યું કે આમ પણ આજના સમયમાં આવા ઘણા બોગસ કોલ આવતા રહે છે. એટલા માટે આ કોલ્સને બસ ધ્યાન બહાર કરો અને તેની ફરિયાદ કરવાની કોઈ જરૂર નથી. ત્યારે ભારતે જણાવ્યું કે તેને બોગસ કોલ આવ્યો છે, આમ તો તેમણે પોતાની કોઈ અંગત બાબત સાઈબર ઠગને આપી નથી. પરંતુ તેમ છતાં પણ તેની સાથે જો આવા પ્રકારની કોઈ છેતરપીંડી થાત તો તેના જવાબદાર કોણ હોત. ત્યાર પછી પોલીસ હેલ્પલાઇન ઉપર ભારતની ફરિયાદ નોંધવામાં આવી. સંબંધિત પોલીસ સ્ટેશને મોકલવામાં આવી ફરિયાદ.

ભારતે જણાવ્યું કે ૧૮૧ પોલીસ હેલ્પલાઇન ઉપર કોલ કરીને તેમણે જે ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ તેના સંબંધિત બલોગી પોલીસ સ્ટેશનને મોકલી દેવામાં આવી છે. ભારતે જણાવ્યું કે શનિવારે તેને બલોગી પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો હતો. જેમણે જણાવ્યું કે તેમના દ્વારા ૧૮૧ ઉપર આપવામાં આવેલી ફરિયાદ તેમની પાસે પહોચી ગઈ છે. જેની ઉપર બલોગી પોલીસે તેની પાસેથી કેસની સંપૂર્ણ જાણકારી મેળવી.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.