સવારના સમયે કરવામાં આવેલ આ 5 કામથી ચપટીમાં ઓછું થઇ જશે વજન, જાણો કેવી રીતે ?

0

તમે બધાએ એક વાતનો અનુભવ કર્યો હશે કે જો સવાર સારી તો દિવસ સારો જાય છે અને જો સવાર ખરાબ તો આખો દિવસ ખરાબ જાય છે. સવારનો સમય લોકો દરેક કામ માટે સૌથી સારો ગણે છે. ભલે તે અભ્યાસ કરવાનું હોય કે કસરત. પણ સવારે કરવામાં આવેલ નાની નાની ભૂલોથી પણ અજાણ રહીએ છીએ. તે અજાણે એવી ભૂલો કરતા રહીએ છીએ જેની સીધી જ અસર પોતાના આરોગ્ય ઉપર પડે છે.

તેવામાં જરૂર છે કે તમે તે ભૂલોને ઓળખો અને સારા આરોગ્ય માટે થોડી ખાસ બાબતોનું વિશેષ રીતે ધ્યાન આપો. સવારની આ ખોટી ટેવ થી તમારું આરોગ્ય તો ખરાબ થાય છે અને સાથે જ ધીમે ધીમે તમારું વજન પણ વધવા લાગે છે. તેથી જો તમે ઈચ્છો કે તમારું વજન ન વધે તો આ બાબતો નું ધ્યાન રાખો.

પાણી પીવાના ફાયદા દરેક જાણે છે. રોજ સવારે જો તમે એક કે બે ગ્લાસ હુંફાળું પાણી પીશો તો તમારું પેટ સાફ રહેશે અને તમારા શરીરના ઝેરલા તત્વો બહાર નીકળી જશે. શરીરમાંથી ઝેરીલા તત્વો નીકળી જવાથી શરીરનું મેટાબોલીજ્મ સારું થઇ જાય છે અને તમારું વજન ઓછું કરવામાં મદદ કરશે.

દિવસના ત્રણ ભાગમાં સવારનો નાસ્તો સૌથી જરૂરી હોય છે. સમય પ્રમાણે નાસ્તો ન કરવા થી પોષક તત્વોના પ્રમાણમાં ઉણપ આવી જાય છે. નાસ્તો કરવાથી મેટાબોલીજ્મ મજબુત બની રહે છે. મેટાબોલીજ્મ ધીમું અને નબળું થવાથી શરીર માં જમા ચરબી ઓગળતી નથી અને તમારું વજન વધવા લાગે છે.

સવારે માત્ર નાસ્તો કરવો જ પુરતું નથી. જરૂરી છે કે તમે તમારા નાસ્તામાં પ્રોટીન થી ભરપુર પદાર્થો ને પણ ઉમેરો. નાસ્તામાં ડ્રાઈ ફ્રુટ્સ, દૂધ અને દહીં જેવી વસ્તુને પણ ઉમેરો. સવારના નાસ્તો હમેશા હેવી હોવો જોઈએ. પ્રોટીન આપણા શરીરની કોશિકાઓ ની મરામ્મત કરે છે.

જો તમે કસરત નથી કરતા તો જલ્દી તમારા નિત્યક્રમ માં ઓછામાં ઓછું અડધા કલાકની કસરત જરૂર ઉમેરો. થોડાથી શરૂઆત કરો પછી ધીમે ધીમે તેને વધારવાનો પ્રયત્ન કરો. નિયમિત કસરત થી કેલેરી ઓગળે છે અને તમારું શરીર એક્ટીવ રહે છે.

સારી અને પૂર્તિ ઊંઘ આપણા શરીરનું મેટાબોલીજ્મ ને સ્ટ્રોંગ બનાવે છે. પુરતી ઊંઘ ન લેવાથી મોટાપો વધારવા વાળા હાર્મોન વધી જાય છે, જેનાથી તમારું વજન વધવા લાગે છે. તેથી ઓછામાં ઓછુ 7 થી 8 કલાક ની ઊંઘ દરેકે લેવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here