સાવધાન આ 6 દવાઓના સેમ્પલ ફેલ, આખો જથ્થો પાછો મોકલી દેવામાં આવ્યો , ક્યાંક તમે તો નથી ખરીદી

0

6 કંપનીઓ ની દવાઓના સેમ્પલ ફેલ થયા છે. આ સુચના પછી કંપનીઓ ને નોટીસ જાહેર કરીને તમામ વેચાણ બજારમાંથી દુર કરવાનો આદેશ જાહેર કરી દેવામાં આવેલ છે. હિમાચલ પ્રદેશના કંપનીઓમાં તૈયાર થયેલ દવાઓના સેમ્પલ એક વખત ફરીવાર ફેલ થયા છે.

કેન્દ્રીય ઔષધી માન્ય નિયંત્રણ સંગઠન (સીડીએસસીઓ) ની નવી દવા અંગેની સુચના થી દેશ આખામાંથી 37 દવાઓમાંથી હિમાચલ ના બીબીએન માં સ્થાપવામાં આવેલ 6 કંપનીઓની દવાઓના સેમ્પલ ફેલ થયા છે.

સુચના પછી દવા નિયંત્રણે હિમાચલની ફાર્મા કંપનીઓ ને નોટીસ જાહેર કરીને આખો જથ્થો વેચાણમાંથી દુર કરવાનો આદેશ જાહેર કરી દીધો છે.
સીડીએસસીઓ દ્વારા કરાવવામાં આવેલ તપાસમાં રાજ્યની પ્રખ્યાત દવાઓની કંપની માં તૈયાર કરાયેલ દવાઓની તપાસ સીડીએલ કલકત્તા, આરડીટીએલ ગુવાહાટી, સીડીટીએલ મુંબઈ, આરડીટીએલ ચંડીગઢ માં થયેલ છે.

રાજ્ય દવા નિયંત્રણ નવનીત મરવાહા એ કહ્યું કે રાજ્યની જે કંપનીઓના સેમ્પલ ફેલ થયા છે, તેમનો જથ્થો માર્કેટ માંથી પાછો મંગાવવાનો આદેશ જાહેર કરી દેવામાં આવેલ છે.

આ કંપનીઓની દવાઓ ફેઈલ થયેલ છે

ઓયોન હેલ્થકેર દવા ડુલૈકસ – રક્તવાહિનીની અસરને વધારવામાટે

હનુકૈમ લેબોરેટરીઝ માનપુરાની એજીથ્રોમાંઈસીન ઓરલ – એન્ટીબાયોટીક

અલાઈસ બાયોટીક કાઠા ની પૈનટ્રાયજોલ સોડીયમ ફોર ઇન્જેક્શન – ગેસ્ટ્રીક તકલીફ માટે

અલ્ટ્રાટેક ફાર્મા ટીપ્પરા બરોટીવાળા ની ડોકીવ – 80 પેટના દુઃખાવો, આંતરડાનો વિકાર અને કીડની માટે

આયોસીસ ફાર્મા લોદીમાજરા ની કૈલસીટસ-ડી શક્તિ માટે

યુનીસન ફાર્મા ઇપીઆઈપી ફેસ-1 ઝાડમાજરી ની મૈટોપ્રોલોલ-બ્લડપ્રેશર કન્ટ્રોલ કરવા માટે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here