ત્રીજા લગ્ન માટે બીજો ફેરો લઇ રહ્યો હતો NRI વરરાજો, બીજી પત્નીએ મારી એન્ટ્રી

0

એક NRI વરરાજાને પોતાના ત્રીજા લગ્ન કરવા ભારે પડી ગયા. એના ત્રીજા લગ્નને એની બીજી પત્નીએ ફેરાની વચ્ચે પહોંચીને અટકાવી દીધા. વરરાજાને ફેરામાંથી ઉઠાડીને પોલીસ સ્ટેશન લઇ ગઈ. એ વ્યક્તિની બીજી પત્નીનો આરોપ છે કે, તે વ્યક્તિ પંજાબમાં છોકરીઓ સાથે લગ્ન કરી વિદેશમાં ભાગી જાય છે. તે છોકરીઓનું જીવન બરબાદ કરે છે. જણાવી દઈએ કે આ ઘટના પંજાબના હોંશિયારપુરની છે.

વરરાજાની બીજી પત્નીએ એના પર આરોપ લગાવ્યો છે કે, તેના એ વ્યક્તિ સાથે પહેલા લગ્ન થયા છે, અને એમના છૂટાછેડા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

કેસનો નિર્ણય હજુ આવ્યો નથી, અને આ વ્યક્તિ ત્રીજા લગ્ન કરવા વિદેશમાંથી ૮ દિવસ પહેલા ભારત આવ્યો છે. એ વાતની જાણકારી જેવી એની બીજી પત્નીને થઇ, તો તેણે પોલીસને માહિતી આપી. અને પોલીસ સાથે સ્થળ ઉપર પહોંચી અને પોતાના પરિવારની મદદથી લગ્ન અટકાવી દીધા.

જે છોકરી સાથે NRI ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો હતો, તે એક ગરીબ કુટુંબની છોકરી છે. આખું ગામ ભેગું થઇને તે છોકરીનો લગ્નનો ખર્ચો ઉઠાવી રહ્યા છે. અને એ વ્યક્તિના પહેલાના લગ્નની વાત સામે આવી, તો ગામ વાળા તમામ લોકોએ એ લગ્ન અટકાવી દીધા.

પરમિંદરની બીજી પત્ની સુખવિંદર કોરે જણાવ્યું કે, મારા પતિના મારી સાથે છૂટાછેડા નથી થયા. મારા પતિ ત્રીજા લગ્ન કરવા માટે અહિયાં આવી રહ્યા હતા, તે મને સવારે ખબર પડી. મેં જઈને જોયું કે ગુરુદ્વારામાં ફેરાની તૈયારી થઇ રહી હતી. મેં પોલીસને ફરિયાદ કરી. પોલીસ તેની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈને આવી.

જો તે કહે છે કે, મારા છૂટાછેડા થઇ ગયા છે તો તે પેપર બતાવે. હું ઈચ્છું છું કે આવા વ્યક્તિઓ ઉપર કાર્યવાહી થાય જે છોકરીઓ સાથે મારઝૂડ કરીને વિદેશ જતા રહે છે, અને ફરી પાછા આવતા નથી. તેણે મારી સાથે પણ એવું જ કર્યું. તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવે, અને તેને વિદેશ જવા માટે અટકાવવામાં આવે.

તેના વિષે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નરીંદર કુમારે માહિતી આપતા જણાવ્યું કે, મારી પાસે સુખવિંદર કોરની ફરિયાદ આવી હતી. પરમીંદર સિંહ જે તેના પતિ છે, તેનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. હજુ કોર્ટનો નિર્ણય નથી આવ્યો. તે દરમિયાન પરમીંદર સિંહ બસ્સીકલામાં પોતાના ત્રીજા લગ્ન કરાવી રહ્યા છે. તે વાતની તપાસ ચાલી રહી છે, જે પણ સત્ય સામે આવશે તે હિસાબે કાર્યવાહી થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.