ભારતની આ મોટામાં મોટી યુનવર્સીટીમાં ચોકીદારી કરી, હવે તેજ યુનવર્સીટીમાં ભણવાનું શરૂ કરશે આ સિક્યુરિટી ગાર્ડ

0

આ છે રાજમલ મીણા. રાજસ્થાનથી આવીને GAS માં ભરતી થયા અને કાલ સુધી જેએનયુ(જવાહરલાલ નેહરુ યુનિવર્સીટી) માં સિક્યુરિટી ગાર્ડ તરીકે રહ્યા. રાજમલ ઉપર પારિવારીક અને બીજી ઘણા સ્તરની જવાબદારીઓ છે. સિક્યુરિટી ગાર્ડ જેવું થકવી દેનારું કામ તેઓ કરતા આવ્યા છે. આ દેશમાં એક સિક્યુરિટી ગાર્ડની જિંદગી કેટલી સિક્યોર છે, તે આપણાથી છૂપું નથી પરંતુ..

આ બધાંની વચ્ચે રાજમલનું સપનું પોતાની રીતે આકાર લેવા જઈ રહ્યું છે. હમણાં સુધી જે એમની વરદી પર GAS નું નિશાન લાગ્યું હતું, કાલે તે જેએનયુની ટીશર્ટ પહેરીને હજારો છાત્રોની જેમ જેએનયુની બધી જ વસ્તુ વાપરી શકશે, જેને તે સુરક્ષા આપવા છતાં વાપરી શકતા નહોતા. જે રાજમલ આખા કેમ્પસનું ચક્કર લગાવ્યા પછી પણ કલાસ રૂમમાં બેસવાનો અધિકારી રાખી શકતા નહોતા, હવે તે ક્લાસરૂમમાં બેસી ભણશે. રાજમલ મિણાએ જેએનયુની પ્રવેશ પરીક્ષા પાસ કરી લીધી છે. હવે તે આ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી થવા જઈ રહ્યા છે.

શ્રીમંત જૈનેન્દ્રની ટાઇમલાઇન માંથી પસાર થતા આ સમાચાર પર જયારે નજર પડી, તો મને નાલંદા વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલી વાત યાદ આવવા લાગી, જે મને મારી માતા બાળપણમાં કહેતી હતી. માં કહેતી હતી કે નાલંદા વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવવો એ બહુ મોટી વાત હતી. અને પ્રવેશ એટલી મુશ્કેલીથી મળતો હતો કે, ત્યાં પ્રવેશ મેળવવા માટે પહેલા ત્યાંના સુરક્ષાકર્મીના સવાલો માંથી પસાર થવું પડતું હતું. તેમનામાં એટલી વિદ્યવતા હતી કે ઘણા લોકો તેમના સવાલના જવાબ આપી શકતા ન હતા.

હું જયારે મોટો થયો તો આજની નાલંદા વિશ્વવિદ્યાલય જવા લાગ્યો. ત્યાં બેસી માતાની વાર્તાની કલ્પના કરતો કે, જયારે અહીંયા દુનિયાભરના વિદ્યાર્થીઓ ભણવા આવતા હશે તો કેવો માહોલ બનતો હશે? જેવું આપણને હોસ્ટેલ પરિસર કહીને બતાવવામાં આવે છે, હું ત્યાં બેગમાંથી પુસ્તક કાઢી વાંચવા લાગતો.

દિલ્હી આવ્યો તો જેએનયુમાં વિદ્યાર્થીઓના ઝુંડને વાંચતા જોયા, વાતચીત કરતા જોયા, મને માતાએ કહેલી વાત ફરી યાદ આવી. છેલ્લા કેટલાક વર્ષોમાં મીડિયાએ જેએનયુની સમૃદ્ધ છબી એવી રીતે ધ્વસ્ત કરી છે કે, તે દેશના મોટા તબક્કામાં જઈને સ્થિર થઈ ગઈ છે. એવામાં જયારે આ સમાચાર પસાર થયા તો રાજમલ મિણાનો અલગથી આભાર કરવો જરૂરી લાગ્યો. આ સમાચાર જાણીને મને સમજાયું કે, જેએનયુનો અર્થ શું છે, અને કારોબારી મીડિયા તેને શું બતાવે છે?

લેખક – વિનીત કુમાર.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.