અકસ્માત નહિ પણ હત્યા હતી સાત લોકોનું મૃત્યુ, દીકરાએ ખતમ કર્યો આખો પરિવાર, જણાવ્યું આ ખતરનાક કારણ

0

૨૬ સપ્ટેમ્બરના રોજ ગામ તુતવાલા પાસે નહેરમાં કાર ડૂબવાથી સાત લોકોના મૃત્યુની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ સ્ટેશન ખુઈખેડાની એક ટીમની તપાસમાં એ વાત સામે આવી છે કે, અકસ્માતમાં બચેલા બલવિંદર સિંહે આખા પરિવારને કાર સાથે નહેરમાં ધકેલી દીધી હતી. આરોપી પોતાના પરિવારથી દુ:ખી રહેતા હતા.

પુછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબુલ કરી લીધો, જેની ઉપર પોલીસે તેની વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો અને તેની ધરપકડ કરી લીધી. એસઆઈ એ જણાવ્યું કે, ૨૬ સપ્ટેમ્બરના રોજ ગામ અમરપુરના રહેવાસી સુરિંદર સિંહ, તેની પત્ની સુલવિંદર કોર, માતા સ્વર્ણ કોર સોના અને સીમરન, દીકરા સાજન, મોટા ભાઈ બલવિંદર અને તેના અપંગ દીકરા લખવિંદર સાથે કારમાં ગામ અચાડીકી જઈ રહ્યા હતા.

કાર ચાલક બલવિંદર સિંહ તરીને બહાર આવી ગયા. પાછળથી તેણે જણાવ્યું કે, સ્ટેયરીંગ લોક થવાને કારણે કાર નહેરમાં જઈ પડી હતી. એસઆઈ મુજબ, પ્રાથમિક તપાસમાં પોલીસે આ ઘટનાક્રમ ગણીને ૧૭૪ની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલી કુલવિંદર કોરના ભાઈ હરવંશ સિંહે (રહેવાસી ગામ પક્કા ચિશ્તી) ઘટના ઉપર શંકા વ્યક્ત કરતા પોલીસ સ્ટેશનમાં બલવિંદર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ત્યાર પછી પોલીસે બલવિંદર સાથે કડકાઈથી પુછપરછ કરી, તો તેણે પોતાનો ગુનો કબુલ કરી લીધો.

બલવિંદરે પોલીસને જણાવ્યું કે, તેના ભાઈ સુરિંદર સહીત પરિવારના તમામ લોકો તેની સાથે મારઝૂડ કરતા હતા અને ટોકતા રહેતા હતા. તેનો બદલો લેવા માટે તેણે આખા કુટુંબનો નાશ કરવાનું ષડ્યંત્ર રચ્યું અને અચાડીકી જવાને બહાને આખા કુટુંબને કારમાં બેસીને નહેરમાં ધકેલી દીધો.

પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે, પરિવારની સાથે આરોપી બલવિંદરની પત્નીનું પણ મૃત્યુ થઇ ગયું તેના ચાલચલણ સારા ન હતા. તેને કારણે કુટુંબના લોકો તેને ટોકતા હતા. આમ તો બલવિંદરે એ પણ કહ્યું કે, તેના મનમાં બધાને મારીને બધી સંપત્તિ પોતાના નામે કરવાની લાલચ પણ આવી ગઈ હતી. તે કારણે પણ તેણે આ પગલું ભર્યું. પોલીસે હરવંશ સિંહના નિવેદન ઉપર બલવિંદર સિંહ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરી લીધો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.