કેરી સીઝન આવી ગઈ છે એટલે ઘરે બનાવો શંકરનો ખાટા અથાણાનો સંભારો

આજે તમે તમારી માટે લઈને આવ્યા છે એક અથાણું. જયારે તમે જમવા બેઠો છો ત્યારે તમે ભાતભાત ના પકવાનો ખાવો છો અને તેવો સ્વાદ પણ બહુ આવે છે પણ જયારે તે પકવાનો સાથે જો અથાણું આવી સિવાય તો સ્વાદ ઘણો વધી જાય છે અને કોઈક પકવાન તો અથાણું વગર ખાવામાં મજા આવતી નથી. આ ઋતુમાં તમને આમના અને કેરી બજારમાં જોવા મળે છે જેમ તમને કેરી ખાવાનું ગમે છે તે તેનું અથાણું ખાવાનું પણ પસંદ આવે છે. ગરમી દિવસ અને રાત્રે જરા ઠંડક એવું હવામાન ચાલી રહ્યું છે. એવામાં જો તમને કેરી દેખાઈ જાય તો તે કેરીનું અથાણું ઝડપથી કેવી રીતે બનાવવું તે આજે અમે તમને જણાવીશું. જયારે તમે તાજી કેરીનું અથાણું ખાવો છો તો તેનો સ્વાદ હજુ થોડો વધી જાય છે.

સામગ્રી :

કેરી 2 નંગ

અથાણાનો સંભારો 3 મોટા ચમચા

તેલ તલનું 2 મોટા ચમચા

રીત :

સૌથી પહેલા કાચી કેરીને સારી રીતે ધોઈ ને લૂછી લેવી. કેરીના દીટાથી થોડું કાપી લેવાનું છે અને તેને કેરી ચોપરમા છીણી લેવી છે. આ કરી નું અથાણું ટુકડા કરવા આ રીતે ખુબ સરસ લાગશે. તેના કારણે આ ઝડપથી બની જાય છે. સ્લાઇસરમા જે બ્લેડ મા વચ્ચે ઉંચા કાપા બહુ નજીકવાળા કાપાની જે બ્લેડ છે તે અને સ્લાઇસર એમ બેવ હોય તેમા છીણવાની છે. સાદી ખમણી થી નહિ. ખમણીમા રસ બહાર આવે જ્યારે આમા રસ જરાય બહાર નહિ આવસે ને સરસ સીધી સળી એકસરખી પડે છે. હાલ નાની કેરીમા ગોટલો કુણો હોય માટે કેરી ગોળ ફેરવતા ચારેકોરથી સળી પાડી લેવી. હાથને સંભાળીને ખમણવુ , ધાર બહુ હોય માટે સાચવવુ. પછી છીણેલી કેરીમા સંભારો ભેળવી તેલ ગરમ કરી સહેજ ઠરે કે મીક્ષ કરી કાચના કચોળામા ભરી દેવુ. તૈયાર છે તમારો “શંકરનો ખાટા અથાણાનો સંભારો”, તમે આને તરત જ ખાવાના ઉપયોગમા લઇ શકાય છે.

શંકરનો ખાટા અથાણાનો સંભારોને તમે આને ફ્રિજમાં વર્ષ ભર રાખી શકો છો. આ સંભાર ટેસ્ટમાં ખુબ ટેસ્ટી હોય છે. તમે ચાહોતો કાકડી, ટીંડોળા, સિમલા મરચા વગેરેનો ઉપયોગ કરી બનાવી શકો છો અને તેને તમે વર્ષભર કાચું શાકમાં સંભારો ભેળી ઉપયોગ કરી શકો છો અને મરચાનું સરસ લાલ રંગ રહે છે.

  • રેણુકા પટેલ