શરીર નાં દુખાવા દુર કરવા માટે ખુબ સારી મેથી અને મેથી ના લાડવા ક્લિક કરી જાણો બનાવવાની રીત

0

આજે આપણે બનાવીશું મેથી ના લાડવા. તે બહુ સારું શિયાળા માટેનું વસાણું છે. મેથી આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. આપણા શરીરમાં કોઈપણ જાતના દુખાવો હોય તો મેથી ખુબ મદદરૂપ બને છે. તો આજે જોઈશું કે મેથીના લાડવા કેવી રીતે બનાવાય.

સૌથી નીચે તમે તે શ્રીજી ફૂડ ના વિડિઓ માં પણ જોઈ શકો છો.

સામગ્રી

100 ગ્રામ મેથી નો લોટ

100 ગ્રામ ઘઉંનો કકરો લોટ

250 ગ્રામ ગોળ

50 ગ્રામ સૂકું કોપરું (છીણેલું)

300 ગ્રામ ચોખ્ખું ઘી

50 ગ્રામ કાજુ અને બદામ (નાના ટુકડા કરી લેવા)

150 ગ્રામ સાકર પાઉડર

50 ગ્રામ બાવળીયા ગુંદર પાઉડર (મિક્ષર વડે કરી લેવું)

20 ગ્રામ સુંઠ પાઉડર

10 ગ્રામ ગંઠોડા પાઉડર

1 મોટી ચમચી સૂકી દ્રાક્ષ

1/2 મોટી ચમચી સફેદ મૂસળી

1/2 મોટી ચમચી ખસખસ

રીત :

બધી સામગ્રી એક સાથે લઇ લેવાની છે અને ત્યાર બાદ એક કઢાઈમાં 100 ગ્રામ જેટલું ધી ગરમ કરવા મુકો દો,

જયારે ધી ગરમ થાય પછી જે ઘઉંનો લોટ છે તેને સેકી લેવાનો છે. લોટને મીડીયમ તાપે સેકવાનો. ગોલ્ડન બ્રાઉન કલરનો લોટ થઇ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનો અને તેને સેકવાનો, લોટને સેકાતા લગભગ 7 થી 8 મિનિટ થશે.

લોટ સેકાવા માં આવે ત્યારે તેમાં ગુંદર નાખી દેવાનો અને તેને પણ હલાવતા રહેવાનો જ્યાં સુધી મિક્ષ નહિ થઇ જાય. ત્યાર બાદ ગેસને ધીમો કરી નાખવાનો.

તેમાં સુકુ કોપરું અને દ્રાક્ષ તેમાં નાખી દેવાનું અને તેને મિક્ષ કરતા રહેવાનું છે. તેને 2 મિનિટ સુધી સેકતા રહેવાનું ત્યારબાદ ગેસ બંધ કરી તેને 5 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે.

હવે એક કઢાઈમાં બાકીનું ધી ગરમ કરી નાખો અને જયારે ધી ગરમ થઇ ગયા બાદ તેમાં ગોળ નાખી દેવાનો છે, તે સમય ગેસ ધીમે રાખવો, ગોળને ઓગાળી લેવાનો છે. જેથી નાખતા પહેલા ગોળના નાના ટુકડા કરી નાખવા. જેથી ગોળ ઝડપથી ઓગળી જાય જયારે ગોળ ઓગળી ત્યારે ગેસ બંધ કરી દેવાનો.

જે આપણે પહેલા ઘઉં નો મિક્ષયર બનાવેલું તેમાં ગોળ નાખી દેવાનો, અને તેને સારી રીતે મિક્ષ કરી નાખવાનું, થોડું ઠંડુ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું. 4 થી 5 મિનિટ બાદ તેમાં કાજુ અને બદામ નાખી દેવું, અને તેને મિક્ષ કરી નાખો.

મુસલીનો પાઉડર, ખસખસ, ગંઠોડા પાઉડર અને સુંઠ પાઉડર બધાને નાખી મિક્ષ કરી નાખો. અને છેલ્લે મેથી નો લોટ નાખવાનો. અને તેને સારી રીતે મિક્ષ કરી નાખવી અને તે મિક્ષ થઇ જાય ત્યારબાદ તેમાં સાકર પાઉડર નાખવાનો છે. અને તેને પણ સારી મિક્ષ કરી લો.(જો તમે સાકરનો ઉપયોગ ના કરવા માંગતા હોય તો ગોળ પણ લઇ શકો છો 100-150 ગ્રામ).

આ થોડું ગરમ હોય ત્યારે જ તેના લાડુ બનાવવાના, ત્યારબાદ તેના હાથ વડે લાડુ બનાવી લો જો નહિ બને તો થોડું ધી ગરમ કરી તેનામાં સારી રીતે મિક્ષ કરી બનાવો.

હવે આપણા મેથી ના લાડુ તૈયાર છે અને તેને 1 મહિના સુધી ઉપયોગ કરી શકો છો અને તેના દ્વારા જે શરીરમાં જે દુઃખાવા થાય છે તે પણ દૂર થાય છે અને તે શિયાળામાં શરીર માટે ખુબ ફાયદા કારક છે.

હવે તમારા મેથી ના લાડવા તૈયાર છે

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

જુઓ વિડિઓ :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here