શહનાઝની ‘દુશ્મન’ હિમાંશી ખુરાના કરી શકે છે ઘરમાં એન્ટ્રી, શું મચી જશે બબાલ?

0

‘બિગ બોસ’ના ઘરમાં રોજ કંઈકને કંઈક ટ્વીસ્ટ જોવા જ મળે છે. આ જ કારણે આ શો સતત ચર્ચામાં આવતો રહે છે. ‘બિગ બોસ 13’ પણ પહેલા દિવસથી જ ચર્ચાનો વિષય બની ગયો છે. આ વખતે ‘બિગ બોસ’ ચર્ચામાં રહેવાના ઘણા કારણ છે, જેમ કે પહેલા જ દિવસે કન્ટેસ્ટન્ટ વચ્ચે થયેલ ઝગડો, સિદ્ધાર્થ શુકલા અને રશ્મિ દેસાઈની દુશ્મની, ચોથા અઠવાડિયામાં જ ફાઇનલ થવાનું વગેરે વગેરે. શો માં અત્યાર સુધીમાં બે છોકરી એટલે દલજીત કૌર અને કોઈના મિત્રા વિદાઈ લઇ ચુક્યા છે, જયારે આ અઠવાડિયે અબુ માલિક પણ એલિમિનેટ થઇ ગયા છે.

જાણકારી અનુસાર આ વખતે શો માં એક નહિ પણ ચાર વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવાની છે. વાઈલ્ડ કાર્ડ એન્ટી માટે જેમના નામ અત્યાર સુધીમાં સામે આવ્યા છે તે છે, ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવ, ટીવી એક્ટર અને હોસ્ટ હુસૈન કુવાજેરવાલા, ઘરમાંથી બેઘર થયેલ કોઈના મિત્રા અને પંજાબી સિંગર અને મોડલ હિમાંશી ખુરાના.

સામાન્ય રીતે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવા પર ઘરમાં રહેલા કન્ટેસ્ટેન્ટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વખતે પણ આવું જ કંઈક થવાનું છે. પરંતુ આ વખતે હિમાંશીની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવાથી શહનાઝ ગિલે સૌથી વધારે સમસ્યાનો સામનો કરવો પડશે.

શહનાઝ અને હિમાંશી એક બીજાના દુશ્મન છે, બંનેની એકબીજા સાથે બનતી પણ નથી. અને બંને વચ્ચે એક ગીતને કારણે લડાઈ પણ થઇ ચુકી છે. એવામાં હિમાંશીનું આવવાનું શહનાઝ માટે સમસ્યા ઉભી કરી શકે છે.

શું છે બંને વચ્ચે વિવાદ?

પોતાના બિંદાસ અંદાજને કારણે બીગ બોસના ઘરમાં તે સૌથી ચર્ચિત કન્ટેસ્ટન્ટ બની ગઈ છે. તે સૌથી વધારે લાઈમલાઈટ મેળવી પણ રહી છે. શાહનાઝે એક વખત હિમાંશી ખુરાનાનું ગીત ‘આઈ લાઈક ઈટ’ ને અત્યાર સુધીનું સૌથી ખરાબ ગીત જણાવ્યું હતું. જેના પછી બંને વચ્ચે ઝગડા થવા લાગ્યા.

શાહનાઝે પોતાના સ્નેપચેટ એકાઉન્ટથી પોતે એક વિડીયો શેયર કર્યો હતો, જેમાં તેણે હિમાંશીના ગીતની ઘણી નિંદા કરી હતી. શાહનાઝનું આ વર્તન જોઈને હિમાંશીએ પણ પોતાના ઇંસ્ટાગ્રામ લાઈવ વિડિયોમાં શાહનાઝને બરોબર જવાબ આપ્યો હતો. તેના પછી સતત બંનેના વિડીયો સામે આવા લાગ્યા, જેમાં તે એકબીજા પર શબ્દોનો વાર કરતી હતી.