શિયાળા માં ગરમાવો આપશે આ સૂંઠ ની લાડુડી જાણો બનાવવાની રીત

0

આજે ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લબ માં આજે આપણે બનાવીશું શિયાળામાં ખવાતી સુંઠ ની લાડુડી. આ સુંઠ ની લાડુડી થી જો તમને શિયાળામાં કફ અને શરદી નો પ્રોબ્લેમ હોય તે નથી રહેતો અને જે લોકો બહાર રહેતા હોય ત્યાં ખુબજ વધારે ઠંડી પડતી હોય તો તે લોકો માટે આ રેસિપી ખુબ જ ઉપયોગી છે. તો ચાલો સુંઠ ની લાડુડી કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. આ લાડુડી ખાલી સવારે નાસ્તા ના સમય ખાવાની છે.

સામગ્રી

4 થી 5 નાની ચમચી ચોખ્ખું ધી

75 ગ્રામ ગોળ (ક્રશ કરી નાખવો)

1 નાની ચમચી હળદળ

60 ગ્રામ સુંઠ પાઉડર

રીત

સૌપ્રથમ એક નોન સ્ટિક ની કઢાઈમાં ચોખ્ખું ઘી ગરમ કરવાં મૂકી દો. ધી ગરમ થાય ત્યાર બાદ તેમાં સમારેલો ગોળ નાખી દેવાનો. ગેસ ને મીડીયમ રાખી તેને હલાવતા રહેવો, ગોળ જયારે ધી સાથે સરસ રીતે મિક્ષ થઇ જાય ત્યારે તેમાં હળદળ મિક્ષ કરવાની અને તેને સારી રીતે મિક્ષ કરી લો. ત્યાર બાદ ગેસ બંધ કરી દેવાનો. તેમાં સુંઠ પાઉડર નાખી દેવો, અને બધું સરસ રીતે મિક્ષ કરી લો.

ત્યારબાદ તેને નીચે ઉતારી હાથથી મિક્ષ કરી લો અને જયારે તે થોડું ગરમ હોય ત્યારે તેને હાથથી નાની લાડુડી બનાવી લેવાની છે. જો જરૂર લાગે તો તેમાં ધી નાખી શકો છો. એક જ વારમાં લાડુડી ખાઈ શકો તેવી સાઈઝ ની લાડુડી બનાવવાની છે. તો તૈયાર છે સુંઠ ની લાડુડી અને આ લાડુડી ને એક ડબ્બા ભરી 10 થી 15 દિવસ ઉપયોગમાં લઇ શકો છો.

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

જુઓ વિડિઓ :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here